Social mediaમાં કોઈને prove કરવા માટે નહી પણ પોતાને improve કરવા માટે સમય લગાડો.......
ૐ
Social mediaમાં કોઈને prove કરવા માટે નહી પણ પોતાને improve કરવા માટે સમય લગાડો......
આજ મેં ખૂબ સરસ આ વાક્ય વાંચ્યું અને મને ખૂબ ગમ્યું એટલે થયું કે ચાલો આજ આ વિશે વાત કરીએ. આપણામાંથી બોવ ઓછા લોકો હશે જે જિંદગીને અને સમયને ગંભીરતા પૂર્વક લેતા હશે. સરેરાશ જોઈએ તો આપણે લગભગ 60 થી 70 સુધી જીવતા હશું. એમાં આપણે નાનપણના 15 વર્ષ અને પાછળના પાંચ કાઢી નાખીએ તો 50 વર્ષ વધે.
અત્યારે આપણે સુવામાં સમય નથી પસાર કરતા એટલો સમય આપણે આ નાનકડા ફોનમાં ને સોસીયલ મીડિયા પાછળ કાઢીએ છીએ. બીજો સમય આપણે બીજાની સમસ્યાઓમાં વણમાંગ્યે માથું મારતા રહેતા હોઈએ છે. આજ હું સમાજમાં બે વર્ગ જોવ છું. એક એ કે જે ખૂબ મહેનત કરે છે અને આગળ વધે છે અને બીજો એ જે સોસીયલ મીડિયામાં પોસ્ટ મુકવાનું જ કામ કરે છે. ઘણી વખત એને કંઈ લાગતું વળગતું જ ના હોઈ પણ જાણે કમેન્ટ લખ્યે રાખતા હોઈ. સારુ છે એ પોતાના મંતવ્ય આપતાં હોઈ છે પણ ખરેખર શું આ જરૂરી છે?? કે ભગવાનના ફોટા like કરો અને માતાજીનું નામ લખો, જન્મદિવસની વધાઈ આપોને, દીકરીના જન્મની વધાઈ આપોને બીજું પણ ઘણું.........
આ એક એવું મજબૂત પ્લેટફોર્મ છે કે જ્યાં તમે લોકોની જિંદગી બહેતર બનાવી શકો, પોતાના જીવનને બહેતર બનાવી શકો.
આજથી વીસ વર્ષ પહેલા આવું કંઈ જ નહોતું, જોકે ઘણું સારુ પણ કહેવાય અને નહોતું એનો થોડો અફસોસ પણ કહેવાય. કારણ કે આજ તમારે કંઈ પણ માહિતી જોઈતી હોઈ કે કંઈ પણ નવું શીખવું હોઈ જાણવું હોઈ તો બધું જ આંગણીનાં ટેરવે જ છે. આજ સાસરે જતી દીકરીને કે તેની મા ને જરાયે ચિંતા નથી કે મારી દીકરીને એ વાનગી બનાવતા નહી આવડે તો શું કરશે???? કોઈ પણ તાલીમ લેવી હોઈ કે શૈક્ષણિક કોર્સ કરવો હોઈ તો પણ તરત જ માહિતી હાજર. મૂડ ખરાબ હોઈ તો ગેમ રમી લીઘી, મોટિવેશન મેળવવું હોઈ તો કોઈ youtube વિડિઓ જોઈ લીધો, કેટલું સરળ અને સરસ!!!!!!
એની સાથે જ ઘણા દુરપયોગ પણ છે પણ હંમેશા સારી બાજુ જુઓ ને પોતાની જાતને improve કરવામાં સમય વીતાવો. આપણા હાથમાં સમયે જે જાદુઈ ચિરાગ આપ્યો છે તેનો સદુપયોગ કરી જીવનને સુધારો, જીવન ને બહેતર બનાવો. ખાલી સમય પસાર કરવાનું સાધન નહી. પહેલા કહેતા કે કલમમાં ખૂબ તાકાત છે પણ આજ મોબાઈલમાં ખૂબ તાકાત છે ગમે તેવું ક્રાઇમ હોઈ આના દ્વારા પકડાઈ જ જાય. કોઈને મદદ જોઈતી હોઈ કે, કોઈને પોતાનો અવાજ, વિચારો, સમસ્યા લોકો સુધી પહોંચાડવી હોઈ તો આ એક સુંદર, સરસ અને ઝડપી માધ્યમ છે.
આ માધ્યમનો ઉપયોગ પ્રામાણિકતાથી કરવો કારણકે આ સોસીયલ મીડિયાને અને આપણે બંનેને કર્મનો સિદ્ધાંત લાગુ પડે જ છે. કારણ કે અહીંયા આપણે વિચારોની અને માહિતીઓની ખેતી કરીએ છીએ એટલે તમે જેટલું સત્ય, સારુ, સકારાત્મક અને સરળ મોકલશો એટલું એ બીજાને ઉપયોગી થશે. બાકી ગમે તેવું તો ઉકરડે જ નંખાઈ. તો મિત્રો, આ સુંદર પાલેટફોર્મ ઉપર આપણે આપણા વિચારો, કર્મો અને વહેંચાતી (share ) માહિતીને સાચી અને ઉપયોગી બનાવીને આપણી જાતને improve કરીએ નકે બીજાને prove કરવામાં સમય વેડફીએ.
આ વિશે તમારા વિચારો ચોક્કસ જણાવશો. ભારતમાં આજ માતૃદીન ઉજવાઈ છે તો બધાને શુભકામનાઓ. Uk માં હંમેશા 14 માર્ચના હોઈ છે એટલે મેં માતૃદિવસનો બ્લોગ ત્યારે પબ્લિશ કર્યો હતો. નીચે લિંક આપું છું કોઈને વાંચવો હોઈ તો.આ તમારી જાણ માટે.
https://shamdivine.blogspot.com/2021/03/mothers-day.html
બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








Ekdm sachi vat che
જવાબ આપોકાઢી નાખો