આપીને જાવ કે મૂકીને જાવ બીજો કોઈ જ વિકલ્પ નથી / There is no other option but to give or leave

 

આપીને જાવ કે મૂકીને જાવ બીજો કોઈ જ વિકલ્પ નથી / There is no other option but to give or લેવે

આપણે આપણી જાતને કેટલી હોશિયાર સમજીએ છીએ. કદાચ હશું પણ ખરા?? આપણે મનુષ્યોએ આ દુનિયામાં કેટલું બધું કર્યુ છે અને કરતા પણ રહેશું. આપણે આપણા જીવનને સમૃદ્ધ બનાવવા કેટલી બધી શોધો કરી, દરેક બીમારીઓના ઈલાજ માટે દવાની શોધ કરી છે, સોઈથી માંડીને આકાશમાં ઉડતા વિમાન સુધીની બધી જ, નાના ઘરથી માંડીને આકાશ આંબતી ગગન ચુંબી ઈમારત, આ બધુ જ મનુષ્યએ પોતાની જિજ્ઞાસા વૃત્તિથી અને માનવજીવનને ઉત્તમ બનાવવા માટે દિવસ રાત એક કરી કામ કરે છે. પણ આવા કાર્ય કરનારી વ્યક્તિમાં એક જાતનું જનુન જ હોઈ છે જેને આવી શોધખોળો કરવાનું એક પાગલપણું જ હોઈ છે. મનુષ્ય દિવસ રાત મહેનત કરે છે, પોતા માટે, પરિવાર માટે અને જિવનભર કરતો જ રહે છે. એમાને એમાં જિંદગી પૂરી થઈ જાય છે.

આપણે કેટલી અજ્ઞાનતા સાથે જીવન જીવી રહ્યા છે!! આખી જિંદગી એની પાછળ દોડીએ છીએ કે જે બધું અહીંયા જ મૂકીને જવાનું છે. રૂપિયા પૈસા, જમીન જાયદાદ, મા બાપ, પત્ની, બાળકો, મિત્રો અને સગાસંબંધી બધું જ એટલે બધું અહીંયા મૂકીને જવાનું છે એ એક કડવી છે પણ સત્ય હકીકત છે.

એટલે હવે આપણે વસિયત બનાવીએ છીએ કે આપણા ગયા પછી આપણી બધી માલમિલકત આપણે આપણા પ્રિયજનો માટે રાખતા જઈએ છીએ. આખી જિંદગી આપણે આપણા બાળકો માટે ભેગું કરવામાં વિતાવીએ છીએ. અરે!! આપણા બાળકો સુધી તો ઠીક પણ આપણે તો એના બાળકોની પણ ચિંતા કરીએ છીએ. ઘણી વખત તો યમરાજ એટલા ઓચિંતાના લેવા આવી જાય છે કે કંઈ પણ કરવાનું કે વિચારવાનો સમય જ નથી રહેતો અને બધું જ અહીંનું અહીંયા જ રહી જાય છે ને આપણે નઇચ્છવા છતાં એમની સાથે જવું પડે છે. આપણી ઈચ્છા હોવા છતાં આપણે કોઈને કંઈ આપી શકતા નથી અને આપણા ગયા પછી બાળકો પાછળ મહાભારત ચાલુ કરી દયે છે આખી જિંદગી આપણે જે પૈસા પરિવાર પાછળ વિતાવી હોઈ તે બધું સાથે લઈ નથી જતા અને તેં કોઈ પણ સાથે આવતું પણ નથી. તો આપણે શું કમાવવું જોઈએ?? એવી કંઈ દોલત છે જેણે આપણે સાથે લઈ જઈએ?? એવી દોલત છે પણ ખરી કે નઈ???

તો આનો જવાબ છે, હા ચોક્કસ છે અને એ છે દાન. દાનપુણ્યનું કામ. આ કામમાં આપણે જે કમાઈએ એ બધું આપણી સાથે આવે છે અને એ કમાણી જ્યાં સુધી જમા હોઈ ત્યાં સુધી આપણે ખૂબ ખરચીએ છીએ. ખુબ મજા પણ કરીએ છીએ.તો મિત્રો, હંમેશા બને તેટલું બીજાની મદદ કરો, એકબીજાના સુખદુઃખમાં સાથ આપો, બીજાનું ભલું કરો. એજ સાચી સંપત્તિ છે જે મર્યા પછી પણ  આવે છે. બરોબર ને મિત્રો!!!! આ વિશે તમારા શું વિચાર છે તે ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી પ્રાર્થના સાથ શામડીવીનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday