જયારે એક ને એક વસ્તુ સામે આવ્યે રાખે ત્યારે એક વખત તો આપણે જરૂર try કરીએ જ....

 ૐ

જયારે એક ને એક વસ્તુ સામે આવ્યે રાખે ત્યારે એક વખત તો આપણે જરૂર try કરીએ જ....

આપણું મન કેટલું ચંચળ છે કે કોઈ દિવસ એક જગ્યાએ ટકતું જ નથી. આપણો એની ઉપર કોઈ વશ જ નથી. જે જોઈએ જે સાંભળીએ એ માની લઈએ અને એને મેળવવા માટે બનતી બધી જ કોશિશ કરીએ છે.

અત્યારે આ ડિજિટલના ઝમાનામાં ચારે બાજુ આપણને પ્રલોભન આપનારા અને આપણા મનને ભટકાવનારા અનેક માણસો અને ચીજ-વસ્તુઓ છે. આપણી જરિયાતની હોઈ અને આપણે ખરીદીએ એમાં વાંધો નહી પરંતુ ઘણી વખત જાહેરાતો જ એટલી સુંદર અને આકર્ષક હોઈ છે કે આપણે એને જોયા વગર રહી જ શકતા નથી. એક વખત નજર અંદાજ કરીએ, બે વખત,   ત્રણ વખત વધુમાં વધુ ચાર કે પાંચ વખત પણ એ પછી તો ચોક્કસ આપણે એક વખત તો ખરીદીએ જ. એ જ આ જાહેરાતોની તાકાત છે. જયારે એ વસ્તુ સારી નીકળે તો ખૂબ મજા આવે પરંતુ જાહેરાત મુજબ ના નીકળે તો આપણે બીજી વખત ખરીદશું નહી. પણ આવી રીતે જાહેરાતોથી પ્રલોભાઈને પહેલી વખત ખરીદનારની સંખ્યા પુષકળ છે. આવી રીતે વહેંચનારની અને લેનારની  સંખ્યા ઓછી નથી અને બંનેના કામ બનતા રહે છે.

જો સફળ થવું હોઈને હંમશા માર્કેટમાં ચારેબાજુ ચાલતી હરીફાઈઓ વચ્ચે ટકી રહેવું હોઈ તો સારી ગુણવતા વાળી વસ્તુની સાથે સારી સેવા આપવી પણ જરૂરી છે અને તેની સાથે તે વસ્તુની સુંદર જાહેરાત હોઈ તો એ સોનામાં સુગંધ ભળે. આવું બને ત્યારે તે એક સફળ વેપારી બને છે.

આજ ફોર્મ્યુલા આપણે ગમે તે જગ્યાએ લાગુ કરી શકીએ. અત્યારે આ ટેક્નોલોજી અને ડિજિટલના ઝમાનામાં ચારે બાજુ માહિતીઓનું બજાર ફેલાયેલું છે. તેમાંથી આપણને જે ઉપયોગી હોઈ અને જરૂરી હોઈ તે લઈને સરખી રીતે સમજી વિચારી, બધી રીતે જોઈ તપાસીને આગળનું કાર્ય હાથ ધરવું. શરૂઆત હંમેશા નાના પાયાથી કરવી. એક વખત આત્મવિશ્વાસ આવી જાય પછી તો ધંધો ધંધાને ખેંચે અને પૈસો પૈસાને ખેંચે. સૌવથી જરૂરી જે હોઈ તે છે હિંમત, ધીરજ, આત્મવિશ્વાસ અને ખૂબ બધી મહેનત. અત્યારે માહિતી તો આંગળીના ટેરવા છે બસ સરખી રીતે ઉપયોગ કરતા આવડવું જોઈએ.

આપણી માટે જ નહી, દુનિયામાં બધા માટે સમય ખૂબ અઘરો છે પણ પ્રયત્ન કરવામાં કોઈ ખોટ નથી. મનોરંજન માટે આપણે સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ કરીએ છીએ કે એમાં કહીશ કે એની ઉપર સમય વેડાફીએ છે. પણ હવે એનો ઉપયોગ નવું શીખવા માટે કરીએ.

તો મિત્રો, આ વિશે તમે પણ વિચારજો અને તમારા મંતવ્યો કમેન્ટ કરીને જણાવશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....