આ જગતમાં બે જણ સુખી, એક બાળક અને બીજો પાગલ / Two happy people in this world, one child and the other insane

 

આ જગતમાં બે જણ સુખી, એક બાળક અને બીજો પાગલ / Two happy people in this world, one child and the other insane

આપણે જીવનમાં બવ બધું નિરીક્ષણ કરતા હોઈએ છે. ક્યારેક આપણે જાણી જોઈને જોતા હોઈ છે અને ક્યારેક આપણે જોતા તો હોઈ પણ આપણું ધ્યાન ક્યાંક બીજે જ હોઈ છે. આપણે જે કંઈ શીખીએ છીએ તેમાંથી મોટા ભાગનું બીજાને જોઈને જ શીખીએ છીએ. આપણા જીવનનો મુખ્ય ધ્યેય તો જીવનમાં સુખી થવાનો છે અને તે માટે હંમેશા આજુબાજુ જોતા હોઈ છે.

અત્યારે આ દેખાડાનો સમય છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર પોતાના સુખી હોવાના પુરાવાઓ મુકતા રહેતા હોઈ છે પણ કોણ કેટલું સુખી છે તે આપણે એ ફોટાઓ જોઈને જાણી નથી શકતા. દરેક હસ્તો માણસો સુખી હોઈ એવું જરૂરી નથી કારણ કે દરેકે દેખાડાનો મુખોટો પહેર્યો છે. આ વાત બધા માનશે પણ સ્વીકારશે નહી.જો તમારે ખરેખર સુખી થવું હોઈ તો નાનકડા બાળકનું અને એક પાગલ વ્યક્તિ ( ગાંડાનું ) નિરીક્ષણ કરજો. તેની ક્રિયાઓને અનુસારજો.....

જીવનમાં આમતેમ ભટકવા કરતા એક ધ્યેય નક્કી કરજો અને તેને મેળવવા માટે ખૂબ મહેનત કરો, દિવસ રાત એક કરીને મહેનત કરો. જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ના થાઈ, તમારું ધારેલું લક્ષ્ય સિદ્ધ ના થાઈ ત્યાં સુધી ગાંડાની જેમ મંડ્યા રહો. ક્યારેય તમે કોઈ ગાંડાને જોયો હશે તો તમને ખબર જ હશે કે એ પોતાની નાનકડી એવી વાત હોઈ કે વસ્તુ હોઈ તે મનાવીને અને મેળવીને જ રહે છે. એટલે પોતાના લક્ષ્યને સફળ બનાવવા માટે ગાંડા બનો. દરેક મોટા સંશોધન પાછળ એક વૈજ્ઞાનિકનું પાગલપન જ કામ કરતુ હોઈ છે. હજારો નિષ્ફળતાઓનો સામનો કર્યા પછી સફળતાનો સ્વાદ ચાખે છે. સમજી અને સાચી દિશામાં મહેનત કરનારાઓની ક્યારેય હાર નથી હોતી. ભલે મોડું થાઈ પણ જીત અવશ્ય થાઈ છે.

જ્યારે આ મનગમતું મેળવવાની શોધમાં હોઈએ ત્યારે પણ તમારી પાસે જે છે એને અને એ મહેનતકશ સમયને પણ ખૂબ માણજો. જયારે લક્ષ્ય પ્રાપ્ત થાઈ ત્યારે એને માણવા માટે એક નાનકડું બાળક બની જાવ. જો તમે ક્યારેય કોઈ બાળકને રમતા જોયું હશે તો તમને ખબર જ હશે કે, એ બાળક અમીર હોઈ કે ગરીબી તે એના રમકડાંમાં અને તેની સાથે રમવામાં એટલું તલ્લીન અને મશગુલ બની જાય છે કે તે તેની આજુબાજુનું બધું ભૂલી જાય છે. બાળકો એની દરેક વસ્તુને કોઈ પણ ભેદભાવ વગર માણે છે. તે રમતું હોઈ કે તેની મનપસંદ વસ્તુ ખાતું પીતું હોઈ, એ ખૂબ મોજથી અને આનંદથી એની મજા માણતું હોઈ છે. બસ મજા માણવા માટે હંમેશા બાળક બની જવું. તો જ તમે જિંદગીનો સાચો આનંદ માણી શકશો.

એટલે જ આ દુનિયામાં આ બેજ એવા છે કે બંને પોત પોતાના કર્યો ખૂબ દિલથી, મહેનતથી અને મોજથી કરે છે  કોઈ પણ જાતની ફિકર વગર અને એને માંણે પણ એકદમ બેફિકર થઈને અને જે છે તેની ઉપર કોઈ પણ જાતની ટિપ્પણી વગર. બાકી અડધા તો ખોટા જ માથા ઉપર બોજ લઈને ફરતા રહે છે, બરોબરને મિત્રો???? તમારું શું માનવું છે?? ચોક્કસ જણાવશો.

તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday