વાતાવરણ શેનાથી બને ઘરનું અને કુદરતનું??/What makes the atmosphere of home and nature ??
ૐ
વાતાવરણ શેનાથી બને ઘરનું અને કુદરતનું??/What makes the atmosphere of home and nature ??
આપણે એક ગ્રહ ઉપર રહીએ છીએ. જેને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. કદાચ આ બ્રહ્માંડમાં સૌવથી સુંદર ગ્રહ કઇશ કારણ કે આપણે સ્વર્ગલોક, વિષ્ણુલોક કે બીજા એકેય લોક નથી જોયા અને જેટલા ગ્રહ ઉપર મનુષ્ય પહોંચ્યો છે તે બધામાં પૃથ્વીલોક ખૂબ સુંદર છે. તે માટે ઈશ્વરનો આભાર માનવાનું તો બને જ. તો thank you પ્રભુ કે તેં અમને આ સુંદર પૃથ્વી ઉપર જન્મ આપ્યો.
આપણે બધાએ આપણા શહેરના કે ગામડામાં રહેતા હોઈ તો ત્યાંના વર્ષો જુના ફોટા કે વીડિયો ક્લિપસ જોયા જ હશે અને એ બધામાં આપણું શહેર કે ગામડું ખૂબ સુંદર હશે વર્તમાન કરતા. હા કદાચ પૂરી સુખ સગવડતા નહી હોઈ પરંતુ આજુબાજુ પ્રકૃતિનું સોંદર્ય ભરપૂર હશે. બરોબર ને!!!!
આ બ્રહ્માંડમાં કંઈ સ્થાયી નથી. ઈશ્વરના કાયદા અને પ્રકૃતિના નિયમ પ્રમાણે બધું જ પરિવર્તનશીલ છે આથી બધું જ બદલાતું રહે છે. થોડું કુદરતની મરજીથી એને થોડું આપણે મનુષ્યો આપણા સ્વાર્થના કારણે પ્રદુષણ ખરાબ કરીને. જોકે કુદરતને પણ પ્રકોપ લાવવા આપણે જ મજબુર કરી દઈએ છે.
આપણા કર્મોમાં ખૂબ તાકાત હોઈ છે, પછી એ સારા હોઈ કે ખરાબ. બંને સમયાંતરે એની તાકાત બતાવે છે. આ પૃથ્વી ઉપર આપણે એટલું ખરાબ પ્રદુષણ ફેલાવ્યું છે કે આજ આપણે ઘણા કુદરતી પ્રકોપના શિકાર બની રહ્યા છે. આ પૃથ્વી એકલા માનવીઓની જ નથી, તેની ઉપર રહેતા દરેક જીવની છે આથી બધાએ ધ્યાન રાખવાનું છે. આજ ફક્ત થોડા દિવસોના લોકડાઉંને ભારતમાં નદીઓના પાણી શુદ્ધ કરી દીધા, માઈલોથી દૂર હિમાલય દેખાવા લાગ્યો અને જંગલમાં રહેતી જીવ શ્રુષ્ટિ ગામડા અને શહેરોમાં દેખાવા લાગી. એ એજ સાબિત કરે છે કે આપણે આ પૃથ્વીને આપણા સ્વાર્થ માટે બગાડી રહ્યા છે. મોટા ભાગની કુદરતી આફતોના મૂળમાં આપણા જ સ્વાર્થી કર્મો કામ કરી રહ્યા છે. ખૂબ સાવચેતીની જરૂર છે. હજી પૃથ્વી પ્રલય તો કદાચ હજારો વર્ષો પછી થશે પણ તેં પેલા આપણે તેને બંજર બનાવી દેશું એટલે ચેતો!!!!!
આપણી પૃથ્વીની જેમ આપણા પરિવારનું વાતાવરણ પણ આપણે જ બનાવીએ છીએ. આપણા વ્યવહાર અને વર્તનથી બરોબર ને!!!! પછી તે સયુંકત પરિવાર હોઈ કે ચાર જણાનો વિભક્ત પરિવાર હોઈ. પરિવારમાં પણ દરેક સભ્ય પોત પોતનું યોગદાન આપતો હોઈ છે. પરિવાર મોટો હોઈ કે નાનો દરેક પોતાની જવાબદારી સરખી રીતે નિહિસ્વાર્થ ભાવે નિભાવે તો બધાને મજા આવે. બધા પ્રેમથી એકબીજાની સાંભળીને ચાલે તો બધાનું આત્મસમ્માન જળવાઈ રહે છે. ઘણીવાર એવું બને કે દરેક સભ્ય દરેક વસ્તુ કરવામાં હોશિયાર ના હોઈ જેમકે આજની પેઢીમાં દરેક દીકરીને બધી રસોઈ બનાવતા ના આવડતી હોઈ પણ તેં દીકરી ધંધા નોકરીમાં ખૂબ હોશિયાર હોઈ તો એને એમાં મદદ કરવી એને એ દીકરી કે પુત્રવધુએ પોતાની આવડત ઉપર અભિમાન ના કરતા ઘરમાં આવડે તેમાં મદદ કરવી.
ક્યારેય તમે અભિમાન સાથે કોઈ વસ્તુ શીખી ના શકો. શીખવા માટે હંમેશા વિનમ્રતા સાથે જ જવું પડે અને પૂછવું પડે. શીખવાડવા વાળાએ પણ પુરા આદરથી અને સન્માન સાથે એ વિનમ્રતાનો સ્વીકાર કરી શીખવવું જોઈએ. પરિવારમાં પણ સ્વાર્થની ભાવના હશે તો કુસંપનું પ્રદુષણ ફેલાતા વાર નહી લાગે.
બધાએ પોતાની શક્તિ પ્રમાણે સમજણ પ્રમાણે એકબીજાની તાકાત એને નબળાઈઓને સમજી સંભાળી લેવા જોઈએ. પરિવાર એજ કહેવાઈ જ્યાં સંબંધોમાં પારદર્શિતા હોઈ અને એકબીજાની તાકાત તો સૌવ કોઈ બતાવે પણ જ્યાં ઘરનું સભ્ય તેની નબળાઈ કહી શકે અને પરિવાર તેની મદદ કરે તેને હું સાચો પરિવાર કહીશ. આવું ઘરનું વાતાવરણ એરકન્ડિશનથી કે પૈસાથી કે મોટા ઘરોથી નહી બને તેની માટે ઘરના વડીલોએ એ પ્રેમભર્યું, વિશ્વાસભર્યું, સમજણભર્યું, એકબીજા પ્રત્યે આદર અને માનભર્યું વાતાવરણ બનાવવું પડશે. તો જ ઘરમાં રહેતા સભ્યો ધરતી ઉપર સ્વર્ગની અનુભૂતિ કરી શકશે. એની માટે સંયુક્ત પરિવાર હોઈ કે વિભક્ત પરિવાર દરેક સભ્યએ સમજણ રાખવી પડે. ક્યારેય એકતરફા સંબધો કામ નથી કરતા એ હંમેશા યાદ રાખવું.
જેમ આપણા પરિવારનું આપણે સમજણ પૂર્વક પ્રેમથી, આદરથી, દરેકનું માનસમ્માન સાથે જતન કરવાનું છે તેવીજ રીતે આ સુંદર પૃથ્વી અને તેની ઉપર રહેતી દરેક જીવ શ્રુષ્ટિનું પણ ધ્યાન રાખી આપણે કર્મ કરવાનું છે. આપણે મનુષ્યોને વિચાર કરવાની અમૂલ્ય ભેટ ઈશ્વરે આપી છે જે બીજી જીવ શ્રુષ્ટિ પાસે નથી એટલે પૃથ્વી પરિવારના સમજદાર સભ્ય તરીકે આપણે વિચાર કરવાનો છે કે આપણે આપણી પૃથ્વીને ધરતીમા ને અને તેની ઉપર રહેતા દરેકના કલ્યાણને ધ્યાનમાં રાખી કેવી રીતે કર્મ કરવું કે જેમાં બધાનું એટલે કે વિશ્વ કલ્યાણ થાઈ.
યાદ રાખો શરૂઆત હંમેશા નાના પગલાંઓથી જ થાઈ છે એટલે દરેક નાનો પ્રયત્ન પણ અતિ મહત્વનો છે. બરોબર ને મિત્રો!!!!! મારાં આ વિચારો વિશે તમારું શું કહેવું છે તેં ચોક્કસ જણાવશો.
તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏











ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો