કઈ બે વસ્તુ માણસને દુઃખી કરે છે? કઈ બે વસ્તુ માણસને સુખી કરે છે? / What two things make a man miserable? Which two things make a man happy?
🕉
કઈ બે વસ્તુ માણસને દુઃખી કરે છે? કઈ બે વસ્તુ માણસને સુખી કરે છે? / What two things make a man miserable? Which two things make a man happy?
આપણા માનવ સ્વભાવમાં ઈશ્વરે ઘણા સદગુણો અને ઘણા દુર્ગુણો મુક્યા છે. આ અમુક ગુણો પૂર્વસંસ્કારના હોઈ છે ને અમુક આપણે આપણી પરવરીશ પ્રમાણે અપનાવ્યે છે. જેમકે બાળકો નાના હોઈ ત્યારે ઘરનું વાતાવરણ કેવું છે એ પણ અસર કરે છે. સંયુક્ત કુટુંબમાં મોટું થયેલું બાળકના વર્તન વ્યવહાર જુદા હોઈ છે અને એકલા રહેતા પરિવારના બાળકોના વર્તન વ્યવહાર પણ જુદા હોઈ છે. અમુક સારી વસ્તુ હોઈ છે અમુક ખરાબ વસ્તુ હોઈ છે. ફાયદા ગેરફાયદા તો દરેકના હોઈ જ છે. આપણો મુખ્ય ધ્યેય તો જીવનમાં સુખ શાંતિ મેળવવાનો છે.
બધા કાંઈ સદગુણોનો ભંડાર ના હોઈ પણ અમુક સદગુણો તો હોવા જોઈએ કે જીવનમાં અપનાવવા જ જોઈએ. તેમનો એક છે જતું કરવું એટલે કે let go કરવું. આ ગુણ હોવો જરૂરી છે. સંસાર છે, તો લોકો છે, લોકો છે તો, સમસ્યા છે અને જ્યાં સમસ્યા છે ત્યાં ઝગડા અને બોલાચાલી પણ થાઈ. જો આવે સમયે કોઈ સદસ્યમાં જતું કરવાનો સદગુણ હોઈ તો સમસ્યા ઝઘડાનું રૂપ ધારણ કરતા પહેલા જ સુલજી જાય છે. હંમેશા સમજદાર વ્યક્તિ જતું કરતી હોઈ છે. પણ એનો એવો મતલબ નથી કે દરેકમાં એમ કરવું. વાત વણસતી હોઈ ત્યારે જતું કરી નાખી સમય સાચવી લેવો અને પછી બધું શાંત થઈ જાય ત્યારે પ્રેમથી પોતાની વાત સમજાવવી. જો એટલું પરિવારમાં થાઈ તો બધા સભ્યો ધીરે ધીરે સમજી જાય અને પરિવારનું વાતાવરણ પણ સુંદર થઈ જાય.
બીજી વસ્તુ જે છે તે છે, જાતે કરવું. જી હા!! બીજા ઉપર આધાર રાખવા કરતા આપણા કામ આપણે જાતે કરી લેવા જોઈએ. હંમેશા આપણા કામ જાતે કરી લેવાથી સમય અને શરીર બંનેનો સદુપયોગ થાઈ છે અને સમય અને પૈસાની બચતની સાથે મદદ પણ થઈ જાય છે. જયારે અમે ગુરુકુળમાં ભણતા ત્યારે બધું કામ જાતે કરતા આથી નાનપણથી જ આદત પડી ગઈ છે. પણ પોતાનું કામ જાતે કરવું એ ખુબ સારી આદત છે. આ આદત બાળકોમાં નાનપણથી જ શીખવવી જોઈએ. આજના જમાનામાં પતિ પત્ની બંને કામ કરે છે આથી બંનેએ પોતપોતાની જવાબદારીઓ સરખી રીતે સમજદારી પૂર્વક નિભાવવી જોઈએ. એમાં ના ક્યાંય અભિમાન આડે આવવું જોઈએ કે ના ખોટી કોઈ જિદ કારણકે જેમ જતું કરવું અને જાતે કરવાની ટેવ અને સદગુણ અપનાવેલ હોઈ તો જીવન સ્વર્ગ બની જાય તેમ આ સ્વર્ગને નર્કમાં ફેરવવા માટે આ ખોટી જિદ અને ખોટું અભિમાન જ બસ છે.
ઘણી વખત આપણે આપણા ખોટા અભિમાનને પોષવા ખોટી જિદ લઈને બેસતા હોઈ છે. હું કવ એમ જ થવું જોઈએ, હું પુરુષ છું મારાથી એ ના કરાઈ, હું વધારે ભણેલી છું વધારે કમાવ છું હું કવ એમ જ થવું જોઈએ, વગેરે વગેરે......... આવા નાનામોટા ઝઘડાઓ પરિવારોમાં કે પતીપત્નીમાં થતા જોવા મળતા હોઈ છે. ત્યારે સમજદાર વ્યક્તિ જતું કરી સંભાળી લ્યે અને પછી બધું શાંત થઈ જાય ત્યારે શાંતિથી વાત કરી સમજાવે તો ઘણા બધા ઘરો તૂટતાં બચી જશે.
આથી હું દ્રઢપણે માનું છું કે ખોટી જિદ અને ખોટું અભિમાન માણસને દુઃખી કરે છે જયારે જતું કરવાની ભાવના અને જાતે કરવાની ટેવ માણસને જીવનમાં સુખી કરે છે.
આ વિશે તમારા વિચારો ચોક્કસ જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







Beautiful
જવાબ આપોકાઢી નાખોEkdam sachi vat hu shmt chhu
જવાબ આપોકાઢી નાખો