આપણી સરખામણી કોની સાથે કરવી અને કેવી રીતે કરવી???/With whom and how to compare us ???

 

આપણી સરખામણી કોની સાથે કરવી  અને કેવી રીતે કરવી???/With whom and how to compare us ???

આપણે મનુષ્ય ખૂબ પ્રગતિશીલ પ્રાણીઓ છે. હંમેશા આપણે આપણો વિકાસ કરતા જ રહ્યા છે અને આપણને આપણી પ્રગતિ અને ઉન્નતિને પણ સરખાવીએ છીએ. બધાને જીવનમાં ખૂબ આગળ વધવું છે અને એકબીજાની આગળ નીકળી જવું છે. બરોબર ને!!!! એટલા માટે હંમેશા આપણે આપણી જાતને, આપણી પ્રગતિને બીજાની સાથે સરખાવતા રહીએ છીએ.

જોકે આ સરખામણી આપણે નાનપણ જ શીખીએ છીએ. ઘરમાં એક કરતા વધુ બાળકો હોઈ તો આપણે તેને એકબીજા સાથે સરખાવીએ છીએ. જોકે એક હાથની પાંચ આંગળીઓ સરખી નથી તો એક માના પાંચ બાળકો ક્યાંથી સરખા હોઈ??? પણ આ એક સરખાવવાની અને એ પ્રમાણે એકબીજાની જાતને જોવાની ટેવ પડી ગઈ છે. રંગ, રૂપ, સ્વભાવ, ભણવામાં હોશિયારી, કામકાજમાં હોશિયારી અને એકબીજાની રેણીકેણીની સરખામણી વગેરે વગેરે.........જોકે આ સરખામણી કરવાથી અમુક લોકો જ કઈંક શીખીને જીવનમાં આગળ વધે છે. પરંતુ મોટા ભાગના લોકોમાં એકબીજાની ઉન્નતિ અને પ્રગતિ જોઈ ઈર્ષા અને અદેખાઈના દુર્ગુણો જન્મે છે, અને પછી ઘણીવાર તેમાંથી તો વાત છેટ હત્યા સુધી પહોંચી જાય છે, તો આપણે કેવી રીતે આપણી પ્રગતિનો માપદંડ કાઢવો?? આપણે આવા ખરાબ દુર્ગુણોથી બચીને કેવી રીતે આગળ વધવું??? આપણે કોની સાથે સરખામણી કરવી???

ચોક્કસ!!! આપણે એકબીજા  સાથે એકબીજાને સરખાવીએ પછી જ આપણને આપણી ભૂલ, આપણે કેટલા આગળ નીકળ્યા અને પ્રગતિ ના કરી હોઈ તો કેવી રીતે આગળ વધવું તે સમજાઈ છે. સૌવ પ્રથમ, હંમેશા આપણે આપણી જાત માટે દરેક ક્ષેત્રમાં એક ધ્યેય નક્કી કરવું અને તેને એક સમય મર્યાદા આપવી. ઉદાહરણ તરીકે,  કોઈ વિદ્યાર્થી નક્કી કરે કે મારે પરીક્ષામાં આ વખતે ફાઇનલમાં 90 ટકા લઈ આવવા છે તો એણે વર્ષમાં લેવાતી ત્રણ પરીક્ષાઓમાંથી પહેલી પરીક્ષાના ગુણો જોવા, જો પોતાના ધારેલા ધ્યેયથી દૂર હોઈ તો વધુ મહેનત કરવી, પોતાની નબળાઈ ક્યાં વિષયમાં છે? અને ક્યાં છે તો જોઈ એ દિશામાં મહેનત કરવી પછી બીજી પરીક્ષા દેવી અને પહેલી પરીક્ષાના ગુણો સાથે સરખાવી જોવું, જો હજી પણ ધ્યેયથી ( 90%) દૂર હોઈ તો ફરીથી પોતાની નબળાઈઓ ઉપર મહેનત કરવી અને ફાઇનલ પરીક્ષા આપવી, ચોક્કસ સારુ જ પરિણામ આવશે. આમાં ક્યાંય પણ બીજા સાથે સરખામણી નથી. જી હા!! બરોબર સમજ્યા, હંમેશા પોતાની સરખામણી પોતાની સાથે જ કરવી અને પોતાની પ્રગતિ ત્રણ વર્ષ પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે તેની સરખામણી કરી આગળ વધવું. પણ સૌવથી પહેલા પોતાની જાત માટે આગલા ત્રણ વર્ષ કે પાંચ વર્ષમાં તમે તમારી જાતને ક્યાં જુઓ છો તે નક્કી કરી લેવું જેથી તમને તમારી પ્રગતિ અને ઉન્નતિનો સાચો ખ્યાલ આવે. તે માટે જીવનમાં અમુક ધ્યેય નક્કી કરી લેવા.

આપણે આ જગતમાં આવીએ છીએ અને દરેક મનુષ્યની પોતાની જ એક જીંદગીની સફર હોઈ છે. આપણે તેને બીજા સાથે સરખાવી જ ના શકીએ. હંમેશા આપણો વિકાસ આપણે જ કરવાનો છે અને તે વિકાસ બરોબર છે કે નહી? સાચી દિશામાં છે કે નહી? આપણે પ્રગતિ કરી કે નહી?? એ બધું જ આપણે આજથી પાંચ વર્ષ પહેલા કેવા હતા અને અત્યારે કેવા છે, એ સરખામણી કરવાથી સમજાઈ જશે. નાની ગાડીમાંથી મોટી ગાડી, નાના ઘરમાંથી મોટું ઘર, મેનેજરથી ભાગીદાર, વગેરે વગેરે..... આ બઘી તો ભૌતિક પ્રગતિ છે અને તેની સરખામણી પણ બીજા સાથે નહી પણ પોતાની સાથે જ કરવી કે મેં જે ધાર્યું હતું એવી રીતે છે, જો એમ હશે, તો તમારામાં એક સંતોષની લાગણી આવશે અને જો એમ નહી હોઈ તો પોતાના કાર્યોને તપાસો અને તેમાં ફેરફાર કરી ફરીથી પ્રયત્ન કરો. ચોક્કસ ધાર્યું પરિણામ મળશે અને સંતોષ પણ. આજ ફોર્મ્યુલા આપણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ આજમાવી શકીએ.

તો મિત્રો, આપણી જીંદગીની સફર આપણી છે. જેમાં ઘણા મુસાફરો મળશે તેમાંથી ઘણા મિત્ર બનશે, ઘણા  પરિવારજનો બનશે, ઘણા સહકારકાર્તાઓ બનશે પણ આવી રીતે પોતાની અને પોતાની પ્રગતિની સરખામણી પોતાની સાથે કરશો તો જીવનમાં દુશ્મન ક્યારેય નહી બને..... બરોબરને મિત્રો???? આ સુંદર જીંદગી એકબીજા સાથે જીવવાની છે અને માણવાની છે, નહી કે એકબીજા સાથે સરખામણી કરી, એકબીજાથી આગળ નીકળવાની હરીફાઈ કરવાની......એમ હું માનું છું. આ વિશે તમારા વિચારો ચોક્કસ જણાવશો.

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખૂબ આનંદમાં રહો અને કોરોનાથી બચીને રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday