અને મેં પગલું ઉપાડી લીધું..../ And I took the step ....
ૐ
અને મેં પગલું ઉપાડી લીધું../And I took the step ..
આપણું જીવન આપણે જીવનમાં કેવા નિર્ણયો લઈએ છે તેની ઉપર આધાર રાખે છે. આપણે સવારે ઉઠીએ તે છેક સાંજે સુઈએ ત્યાં સુધી મનના ઘોડા દોડાવ્યે રાખીએ છીએ અને દરરોજ કંઈને ને કંઈ નાનામોટા નિર્ણયો લેતા રહેતા હોઈ છે. ક્યારે કયો નિર્ણય સાચો અને ખોટો છે તેની ખબર સમય આવ્યે પડે છે. ત્યારે આપણને આપણા નિર્ણય લેવા અંગેની ખામી અને ખૂબીઓ સમજાઈ છે.
નિર્ણય એટલે કઈંક નક્કી કરવું અને નક્કી પણ એવી રીતે કરવું કે જેને પૂરું કરીને જ રહેવું. ક્યારેક આપણા નિર્ણયો આપણે પોતે લઈએ છે અને ક્યારેક આપણા માટે બીજા લોકો લેય છે. ખાસ કરીને પરિવારોમાં. પરિવારમાં કોઈ એક વ્યક્તિ લગભગ બધા મોટા નિર્ણયો લેતી હોઈ છે. કેવી રીતે આર્થિક વ્યવહાર કરવો, કેવી રીતે ઘરના સભ્યોએ શું કરવું? શું ના કરવું? એવા તો ઘણા બધા. જોકે એ નિર્ણય લેવાવાળા બધા પરિવારના એ જ વ્યક્તિ હોઈ, પિતા કે દાદા કે મોટાભાઈ કે કોઈક જ હોઈ છે,પરિવારના સભ્યો તેના નિર્ણયોનો સ્વીકાર કરે છે અને તે મુજબ કરે છે. જોકે ઘરની સ્ત્રીઓને તો નિર્ણયોને અનુસારવાનું જ હોઈ છે. ઘણી વખત ઘરની સ્ત્રીઓને પૂછવામાં આવે છે પણ તેમના કહ્યા પ્રમાણે થતું નથી હોતું. જોકે વડીલો જે નિર્ણયો લેતા હોઈ તે પરિવારની ભલાઈ માટે જ હોઈ છે પરંતુ ઘણી વખત વડીલો પોતાના નિર્ણયો ઘરના બીજા સદસ્યોં ઉપર થોપતા હોઈ છે. આવું હોઈ ત્યાં બોવ લાંબું નથી ચાલતું. એક દિવસ બળવાખોરી ચાલુ થાઈ જ. પરિવારોમાં બધા સભ્યોને એના જીવનના નિર્ણય લેવાની છુટ હોવી જ જોઈએ. બધાને પૂછીને સલાહ લઈને સમયસર નિર્ણય લેવો જોઈએ.
નોકરી, ધંધામાં ને બધે જ ઘણા નિર્ણયો દરરોજ આપણા જીવનની જેમ લેવાતા જ હોઈ છે. ગમે તે નિર્ણય લેવાતા હોઈ પણ કોઈ પણ ધંધાની સફળતાનો આધાર આ લેવાતા નિર્ણયો ઉપર હોઈ છે. ફક્ત ધંધાઓનો જ નહી પણ બધા દેશોનો પણ. કોઈ પણ દેશમાં હોશિયાર, બાહોશ અને કુટનીતિઓને સમજવાવાળી વ્યક્તિ, નેતા કે વડાપ્રધાન હોઈ તો તેના ત્વરિત અને હોશિયારી પૂર્વક લીધેલા નિર્ણયો તે દેશને ઉન્નતિ કે અવનીતિના માર્ગ ઉપર લઈ જાય છે.
જોકે આ નિર્ણયો પોતાના જ્ઞાનના આધારે, મળતી માહિતીના આધારે, પોતાના આત્મવિશ્વાસના બળે અને પોતાના અનુભવોને આધારે લેવાતા હોઈ છે. ઘણી વખત આપણે આપણા નિર્ણય લેતા પહેલા આપણા અંગત મિત્રો, સહકાર્યકર્મીઓ અને સલાહકારો પૂછીતા હોઈએ છે. ઘણી વખત ઉતાવળમાં લેવાયેલા નિર્ણય ખોટા સાબિત થાઈ છે અને ક્યારેક સમયસર નિર્ણય ના લેવાને લીધે એ સોનેરી તક હાથમાંથી નીકળી જાય છે. એટલે આ નિર્ણય લેવાનું કામ કઠિન છે. પણ દરોરોજ લઈએ જ છીએ. ઘણી વખત ખૂબ વિચારવામાં સમય લેવાવાળા ઘણી સોનેરી તકોને ગુમાવતા હોઈ છે.
જયારે તમે કોઈ પણ નિર્ણય લ્યો અને તેમાં સફળ થાવ તો તમારા આત્મવિશ્વાસમાં વધારો થાઈ છે. નિર્ણય લેવાની એક આખી વિધિ છે જેમાં વિચારનું બીજ વવાઈ છે પછી તેના વિશે વધુ વિચારો કરતા આપણે તેને લાગતી માહિતી ભેગી કરીએ, તે પછી આપણે ઓળખીએ, બીજાના અનુભવો જોઈએ અને તે પછી તે કાર્ય કરવું છે તે નક્કી કરીએ અને પછી નિર્ણય લઈએ કે હા મરે આ કરવું છે. ત્યારે એ નિર્ણય અમલમાં આવવાનું કાર્ય ચાલુ થાઈ છે અને પછી કાર્ય થયા પછી આપણા સંતોષ મુજબ થયું હોઈ તો એ લીધેલો નિર્ણય સાચો ઠરે છે. દરેક નાના મોટા કાર્યો આ રીતે જ પાર પડતા હોઈ છે. પછી તે કોઈ સામાન્ય વ્યક્તિ કાર્ય કરતી હોઈ કે કોઈ મોટી વ્યક્તિ. જોકે નાના મોટાનું માપ નથી પણ અંતે મળેલી સફળતા માપદંડ ગણાય છે.
બધાને પોતાની જીંદગીના નિર્ણયો લેવાનો હક છે અને તે લેવા પણ જોઈએ. સાચા નિર્ણય માટે, લેતા પહેલા વડીલોની અને તે કામમાં અનુભવીઓ હોઈ તેની સલાહસૂચન અવશ્ય લેવા અને પછી નક્કી કરી નિર્ણય લેવો. પરિવારોમાં વડીલોએ પણ બીજા સદસ્યોં ઉપર ભરોસો રાખી તેમને સલાહ આપવી, બીજા વિકલ્પો સમજાવવા પણ તમે કહેશો તેમ જ કરશે એ આશા ના રાખવી. ધંધામાં પણ બીજાના નિર્ણયોને, વિચારોને આવકારવા અને તેમાં પણ થોડી સ્વતંત્રતા હોવી જ જોઈએ. કદાચ ક્યારેય નવું કરતા હોઈએ અને તેમાં ભૂલ પણ થાઈ અને નિષ્ફળતા પણ મળે પણ ત્યાં અટકી જવાનું નથી. કરેલી ભૂલોમાંથી શીખ લઈ ફરીથી જુસ્સાભેર આગળ આવવાનું છે.
તો મિત્રો, જીવનમાં લેવાતા નાના નિર્ણયોથી ચાલુ કરો અને આત્મવિશ્વાસમાં વધારો કરો. પોતાનામાં વિશ્વાસ ધરાવો. મારો જાત અનુભવ કહે છે કે જયારે નાનામાં સફળ થશો એટલે મોટા મોટા નિર્ણયો પણ આત્મવિશ્વાસ સાથે લઈ શકશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા મારા બ્લોગ વાંચવા માટે shamdivine.blogspot. com
જુઓ.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો