મરજી તમારી...../As you wish....
ૐ
મરજી તમારી...../As you wish....
કેવી મજા આવે કે આપણને કોઈ આપણી મરજી પૂછે તો??? તમને સવારે વહેલું ઉઠવું ફાવશે??? ને આપણે જવાબ દઈએ.......... તમને આ કામ કરવું ગમશે??? ને આપણે જવાબ દઈએ....... તમે શું પીશો ?? ચા કે કોફી?? તેની સાથે નાસ્તામાં શું બનાવું?? ભાખરી કે પૌવા?? તમને કયો ડ્રેસ પહેરવો ગમશે?? તમને ક્યાં ફરવા જવું ગમશે?? તમને શું ભણવું ગમશે?? તને શું કરવું ગમશે?? નોકરી કે ધંધો ?? તને કેવી છોકરી કે છોકરો ગમશે?? આપણે તને ગમશે તેવી રીતે જ બધું કરશું. બસ તારી મરજી શું છે તે કહે??? આવું બધું આપણને કોઈ પૂછે તો કેવી મજા આવી જાય!!! આપણને હકીકતમાં કોઈ પૂછે તો???
આ પ્રશ્ન મેં બે વખત પૂછ્યો છે કારણ કે કોઈ આપણને આવી રીતે વાતે વાતે આપણી મરજી નથી પૂછતું. ક્યારેક કોઈ પૂછી નાંખે છે પરંતુ તે આપણી મરજી માટે નહી પણ ખાલી પૂછવા ખાતર પૂછતાં હોઈ છે. ક્યારેક પૂછી પણ નાંખે અને આપણે કહી પણ દઈએ આપણી મરજી, પણ થાઈ તો એ જ જે પૂછનારની મરજી હોઈ તે પ્રમાણે. ઘણી વખત આપણને કોઈ પૂછે છે એ આપણને ગમે છે પણ આપણે તો ઈચ્છીએ કે એની મરજી પ્રમાણે થાઈ. જયારે અતૂટ પ્રેમ હોઈ ત્યારે એવી રીતે બને છે.
આ વાત તો થઈ આપણી, આ બાહ્ય દેખાતા શરીરની જેની પસંદ નાપસંદ પૂછવામાં આવે છે અને તેને રાજી રાખવા ક્યારેક આપણે આપણી મરજી જણાવીએ અને ક્યારેક સંતાડીએ પણ ખરા. દરેક કામ આપણી મરજી મુજબ નથી થતું. ત્યારે આપણે નસીબને દોષ દઈએ છીએ. બીજા પાસે રાખેલી આપણી અપેક્ષાઓ આપણને દુઃખી કરે છે. આપણે હંમેશા બીજાની આશા રાખીએ કે એ આપણને પૂછે પણ આપણે પણ પહેલા પૂછવાની દરકાર કરતા નથી. સાચુંને????
પરંતુ આપણે ક્યારેય આપણા અંતરઆત્મા સાથે વાત કરી છે??? ક્યારેય તેને તેની મરજી પૂછી છે??? તેને કેવી રીતે રહેવું છે?? આપણને બધાને બીજાની સહાનુભૂતિ લેવી ગમે છે, આથી આપણે હંમેશા બીજામાં ખામીઓ શોધતા રહીએ. જ્યારે આપણે બીજાની અંદર ખામીઓ શોધીએ છીએ અને તે દેખાઈ આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. દુઃખના ઘણા કારણો છે તેમાંથી આ પણ એક દુઃખી રહેવા માટેનું કારણ છે. પહેલા પહેલા ખાલી આમ જ જોઈએ છે અને પછી આ ખાલી આ જોવાની આદત ક્યારે ટેવ, આદત બની જાય તેની ખબર પણ નથી. કોઈની ખામીઓ અને તેને જોઈને આપણે દુઃખી રહીએ છે.
અને આ જ રીત ઉલ્ટી કરી નાખીએ તો આપણે ખૂબ સુખી થઈએ છીએ. એટલે કે આપણે બીજાના દોષો કે ખામીઓની બદલે તેનામાં રહેલા સદગુણોને અને ખૂબીઓને જોવા જોઈએ. એ સદગુણોની ખૂબ પ્રસંશા પણ કરવી જોઈએ. બીજાના સદગુણોની અને મિત્રોની ખૂબીઓની પ્રશંશા બધાની વચ્ચે કરવી જોઈએ અને ખામીઓ એ જયારે એકલા હોઈ ત્યારે તેમને કહેવી જોઈએ. મને એવું લાગે છે.
તમે શું કહો છો આ બાબત?? ચોક્કસ જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો