ફુગ્ગાની હવા / Balloon air

 

ફુગ્ગાની હવા / Balloon એર

🎈🎈આપણે બધાને નાના હતા ત્યારે ફુગ્ગા તો ગમતા જ. ક્યારેક ભલે તે ઓચિંતાના ફૂટે તો આપણે બધા બીય જાયે પણ તોયે પાછા તેનાથી રમીએ. મને તો બહુ ગમતા અને હજી પણ બહુ ગમે છે. પેલા તો મોઢેથી ફુલાવતા અને ફુલાવી ફુલાવી ને ગાલ પણ દુખે. પછી પેલા ગેસ ભરવાવાળા આવતા, જો પકડીએ નય તો સીધા ઉપર જ જાય. પણ કેટલા સરસ રંગબેરંગી ફુગ્ગા કે આજ પણ હાથમાં આવે તો એકાદ વખત તો રમી જ લઈએ. બરોબર ને!!!

આ ફુગ્ગા પાસેથી પણ ખૂબ સરસ જીવનનો ખૂબ મહત્વનો પાઠ શીખવા મળે છે. આ ફુગ્ગાની બહાર હવા છે અને તેની અંદર પણ હવા જ છે પરંતુ ક્યારેય વિચારો કર્યો છે કે એને ઉપર આકાશમાં લઈ જવા વાળી હવા બહાર નહી પણ જે ફુગ્ગાની અંદર છે તે છે. કેટલું સરસ!!! આ ફુગ્ગાની હવાની જેમ જ આપણને પણ આપણી અંદર જે છે તેજ ઉપર લઈ જશે. બહારથી ગમે તેવો દેખાવ કરીએ કે ગમેતેવા વરતીએ  પણ આપણી અંદર જે છે તેજ આપણને ઉચ્ચાં દરજ્જા સુધી લઈ જાય છે.

આપણે મનુષ્યો આજ એટલા ચાલાક બની ગયા છે કે આપણે બહારથી કંઈક હોવાનો દેખાવ કરીએ છીએ અને અંદરથી પણ કંઈક જુદા જ હોઈ છે. ક્યારેય આપણું વાસ્તવિક સ્વરૂપ, આપણા ગુણો વગેરે બીજાને બતાવતા  નથી. પરંતુ જેવીરીતે જે હવા બહાર છે તે નહી પણ અંદર છે તે ફુગ્ગાને ઉપર લઈ જાય છે તેવી જ રીતે આપણી અંદરના જે સદગુણો અને દુર્ગણો છે તે જ આપણને ઉપર લઈ જાય છે.

ઘણી વખત આપણે બીજા પ્રત્યે વિનમ્રતા બતાવીએ, એમનું સંમ્માન કરાતા હોઈએ એવો ખોટો ડોળ કરીએ  જયારે એનાથી ઉલ્ટુ આપણે સામે વાળાની ભલાઈ માટે તેમને ખીજાયે, કે તેમનું અપમાન કરીએ પણ અંદરથી આપણે તેની ભલાઈ ઇચ્છતા હોઈએ છે. આ તો વાત થઈ આપણા વર્તનની જે આપણે બીજા સાથે કરીએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આપણું આપણી જાત સાથે કેવું વર્તન છે?? ઘણી વખત આપણે બોલી નથી શકતા ત્યારે આપણે આપણી જાતને તકલીફ, પીડા, દુઃખ આપીએ છીએ. આપણી આજુબાજુ ઘર, પરિવાર કે પછી આપણા નોકરી ધંધાની જગ્યાએ કે પછી મિત્રો વચ્ચે ઘણી વખત બોલાચાલી થતી હોઈ છે, ત્યારે ઘણી વખત આપણે સાચા હોવા છતાં મૌન રહેવું પડતું હોઈ છે, ત્યારે આપણે કોઈને કહી નથી શકતા અને આપણે આપણી જાતની સાથે જ ખરાબ વ્યવહાર કરીએ છીએ. આ વ્યવહાર આત્મહત્યા અને કત્લ જેવું ભયંકર કાર્ય પણ હોઈ શકે છે.

ખોટા અભિમાનની હવા આપણને ઉપર તો લઈ જાય છે પણ તેનાથી કોઈનું ભલું થાઈ કે ના થાઈ પણ આપણું નુકસાન પાકું જ છે અને જયારે તે અભિમાનની હવા નીકળે છે ત્યારે ફંગોળાતા એવા નીચે પડ્યે છે કે પછી પાછા ઉપર જ નથી જઈ શકતા. કારણ કે કાણું પડી જાય છે ફુગ્ગામાં પણ અને આપણામાં પણ. ફુગ્ગાની જેમ સુંદર રીતે ઊંચે ને ઊંચે ઉડવું હોઈ તો આપણી અંદરની જે હવા એટલે કે જે સદગુણો છે તે ભરવા જે આપણને ઊંચે સફળતાના શિખરો ઉપર લઈ જશે. આ સદગુણોની હવા આપણને તો ઊંચે લઈ જ જશે પરંતુ આપણી સાથે બીજા નાનામોટા જે પરિવારરૂપે, મિત્રોરૂપે, સહકાર્યકરોરૂપે જે કોઈ હોઈ તેમને પણ ઉપર લઈ જશે, જેવીરીતે એક મોટો ફુગ્ગાની સાથે બાંધેલા બીજા ફુગ્ગા પણ ઉપર જાય તેવી રીતે. તો મિત્રો!! આપણી અંદર અભિમાનની, ખોટા દેખાવની હવા નથી ભરવાની પણ એવા સદગુણોની હવા ભરવાની છે કે જે આપણી સાથે જોડાયેલા હોઈ તેને પણ સફળતાના ઉચ્ચ શિખરો પર લઈ જાય. તમારા વિચારો ચોક્કસ કમેન્ટ કરીને જણાવશો.....

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી ને હંમેશા બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday