જ્યાં વિચારોની કદર હશે ત્યાં સબંધો એટલા જ મજબૂત હશે
ૐ
જ્યાં વિચારોની કદર હશે ત્યાં સબંધો એટલા જ મજબૂત હશે.....
ખોરાકથી તો આપણા શરીરણુ પોષણ થાઈ પરંતુ મનનું શું? આપણે સમાજમાં રહીએ છે અને આપણે ના ઇચ્છવા છતાં પણ આપણે જે આપણો પરિવાર કે પછી આપણા પતિ/પત્ની કે બાળકો પાસે અપેક્ષા બાંધી જ લઈએ છે. આપણે માણસને શેની ભૂખ છે, પૈસાની, ધનની , સંપતીની. હા!! આ બધી જ વસ્તુઓ તો માણસ જીવન આખી કમાઈ છે. પરંતુ આ બધું મેળવી લીધા પછી પણ જયારે કંઈ અધુરાપણું લાગે ત્યારે સમજવું કે આપણે કંઈક ખૂટે છે. આપણે ધન સંપત્તિ અને રૂપિયા પૈસા તો છે પણ તે છતાં કઈંક જોઈએ છે.
જીવનમાં બધું જ હોઈ પણ આપણા જે સંબધો છે તેમાં આપણું માન કે સમ્માન ના હોઈ તો બધું નકામું છે. જો આપણી પાસે ખૂબ પૈસા હશે તો આપણી ખુશામત કરનારાઓ તો ઘણા હશે પણ આપણને આપણા મોઢા ઉપર સાચું કહેનારા અને આપણી ભૂલો બતાવનારા ખૂબ ઓછા હશે. આપણે ભલે ગમે તેટલા અમીર કે ગરીબ હોઈએ પરંતુ જીવનમાં આપણા વિચારોની કિંમત કે કદર કરવાવાળું કોઈ ના હોઈ તો બધું જ નકામું લાગે છે.
આપણે જીવનમાં શું જોઈએ, થોડું માન સમ્માન થોડી કદર અને થોડો પ્રેમ. ખાસ કરીને સ્ત્રીઓને. આજની ઝડપી જીંદગીમાં બધા પોતપોતાની રીતે ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી છે અને બધાને પોતાના વિચારો અને અભિપ્રાય આપવાનો હક છે પણ આ હક પરિવારમાં અને સંબંધોમાં કેટલો છે?? શું આપણે આપણા પતિ / પત્નીના વિચારોને, તેમની ઈચ્છાઓને ક્યારેય ધ્યાનથી સાંભળી છે??? તેના વિશે ક્યારેય એકબીજાને પૂછ્યું છે??? પૂરી કરવાની વાત તો દૂર રહી પણ આપણને ખબર પણ છે કે તે શું ઈચ્છે છે?? ક્યારેય ધ્યાનથી સંભાળિયા પછી તમને લાગે કે હા એ સાચું છે તો શું તમે તેની એ વાત માટે તેમનો આભાર માન્યો છે???
કદાચ આ બધા પ્રશ્નનોના જવાબ ના હશે. કારણ કે આપણે ક્યારેય ધ્યાનથી આ વિશે વિચારતા જ નથી. આપણે લાગણીઓ સાથે જીવવાનું ભૂલતા જઈએ છે. અત્યારે બધા ફરવા જાય, બહાર ખાવા પીવા જાય, જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ હોઈ તો એકબીજાને મોંઘી ભેટો આપે કે પછી બહાર વિદેશોમાં ફરવા જાય પરંતુ શું ક્યારેય પ્રેમથી એકબીજાની લાગણીઓ વિશે કે ઈચ્છઓ વિશે પૂછ્યું છે કે હંમેશા પોતાની ઈચ્છા હોઈ તે પ્રમાણે જ કર્યુ છે અને પૂછવાની દરકાર જ નથી કરી. આપણે એકબીજાની ઈચ્છાઓને એકબીજા ઉપર થોપીએ છીએ. ક્યારેક જો એમાં બોલાચાલી થાઈ તો બધું એક બાજુ રહી જશે અને મુદ્દાની વાત એ આવશે કે તે મને ક્યારેય મારી ઈચ્છા કે મારી લાગણીઓ કે મારા વિચારો જાણવાણી કોશિશ કરી છે??????
પુરુષ ડરતો હોઈ છે કે જો હું એના વિચારો પૂછીશ તો મારું અહમ ઘવાશે અને સ્ત્રીએ પહેલા પોતાના વિચારો રાખવાના પ્રયત્નો તો કર્યા હોઈ પણ ક્યારેય ધ્યાનમાં લેવાયા ના હોવાથી પોતાનો અભિપ્રાય કે વિચાર જણાવવાની તસ્દી લેતી જ નથી. બધું જ નીરસ ઘટમાળની જેમ ચાલ્યે રાખે છે.
સંબંધોમાં એકબીજાની કદર થવી જોઈએ પછી તે ગમે તે સંબંધ હોઈ. તેની માટે એકબીજાના વિચારોને પ્રદર્શન કરવાની પૂરી તક હોવી જોઈએ અને અને તે વિચારોની કદર પણ થવી જોઈએ. જો એકબીજાના વિચારો સાંભળશો અને ગમે તો હૃદયથી આવકારશો અને તેની માટે આભાર પણ માનજો. ક્યારેક હાથમાં હાથ લઈ તેના એ વિચારનો કે તેના અભિપ્રાય માટે આભાર માનશોને તો તમને બંનેને એકબીજાના ખાસ હોવાની લાગણી થયા વગર નહી રહે. પોતાના વિચારો એકબીજા ઉપર થોપવા કરતા એકબીજા પાસે પ્રેમથી મનાવડાવજો. આ દેખાય તો સાવ નાની નાની બાબત પણ સંબંધોમાં પરિણામ ખૂબ મોટા અને સુંદર લાવશે. મિત્રો ચોક્કસ પ્રયત્ન કરી જોજો. એકબીજાની ભાવનાઓની અને વિચારોની કદર કરી જોજો તમારા સંબધો છે એના કરતા વધુ લાગણી સભર અને મજબૂત ના બને તો કહેજો.......
તો ચાલો ત્યારે રજા લવ. ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો