દિવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું, જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે.../The diva has no home of his own, he lights up wherever he puts ...

 

દિવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું, જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે.../The diva has no home of his own, he lights up wherever he puts ...

દિવાળી આવવાની હોઈ તે પહેલા બજારોમાં ખૂબ ચહલ પહલ હોઈ છે. એક નવો ઉત્સાહ અને ઉમંગ છવાયેલા હોઈ છે. આ તહેવારની સૌવથી મહત્વની અને જરૂરી ખરીદી હોઈ તો એ છે દિપક એટલે કે દીવાની.

દિવાળીનો તહેવાર દિવા વગર અધૂરો છે. અમીર ગરીબ બધા જ દિવાની ખરીદી કરે જ છે અને આ દિવો પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર બધે જ સરખો પ્રકાશ પાથરે છે. દિવો તેનો પ્રકાશ ઘર કે જગ્યા જોઈને નથી આપતો એનું કામ છે પ્રકાશ આપવાનું એટલે એ એનું કામ કરે છે. આ દિવો મંદિરમાં કે સ્મશાનમાં, મહેલમાં કે ઝૂંપડીમાં, ધીનો હોઈ કે તેલનો દિવો હોઈ તેના પ્રકાશમાં કોઈ જ ફર્ક નથી પડતો. એને અંધારામાં મુકો તો પણ પ્રકાશ આપશે અને અજવાળામાં મુકશો તો પણ પ્રકાશ આપશે. આથી દિવાનું કોઈ ઘર નથી હોતું. જ્યાં મુકો ત્યાં એ એનું કામ કરે છે અને એક જ રંગ છે પ્રકાશ આપવાનો,  તે જ કામ કરે છે.

માણસની ફિતરત દિવા કરતા સાવ અલગ જ છે. માણસ સ્થળ અને સંપત્તિ જોઈને પોતાનો રંગ બતાવે છે. જ્યાં પૈસા અને સંપત્તિ હોઈ ત્યાં તે બધું જ કરશે. પછી ભલે તેની માટે તેને ખોટી ખુશામત કરવી પડે કે સાચા ખોટા બધામાં હા માં હા કરવી પડે. આ જ માણસ ગરીબને ગણકારશે પણ નહી. જેટલી આજીજી એ પૈસાદારને જોઈને કરશે તેટલી કોઈ ગરીબને નહી કરે. ઘણી વખતતો માનવી માનવતા દાખવવાની દરકાર પણ નથી કરતો. માનવતા દાખવવી એજ એનો પહેલો ધર્મ છે પણ તે એમાંથી પણ સરળતાથી છટકબારી કરી જાય છે. માણસ પોતાની હેસિયત પ્રમાણે નહી પણ સામેવાળાની હેસિયત પ્રમાણે વર્તે છે.

જો સામેવાળો પૈસે ટકે જોરદાર હશે તો ત્યાં વાંકા વાળીને કામ કરશે પણ જો સામે વાળો સામાન્ય ગરીબ માણસ હશે તો તેની મદદ કરવી તો દૂર રહી પણ સામે પણ નહી જુએ. માણસનું વ્યવહાર અને વર્તન હંમેશા બદલતું રહે છે. જેમ હંમેશા હું કહું છું કે આપણે બધા એ દિવ્ય પરમાત્માના જ દિવ્ય અંશો છીએ તો તેમની કૃપાની જેમ આપણે પણ બીજાની હેસિયત કે તેના દુર્ગુણો ના જોતા બધામાં સદગુણો શોધવા જોઈએ. જયારે આપણે દિવાની માફક બીજું કશું જ નહી જોઈએ અને ફક્ત આપણી ફરજો અને બીજાના સદગુણો જોવાની આદત પાડશુંને તો થોડેક અંશે દિવાનું કાર્ય કરશું. એટલે કે બીજાના જીવનમાં ક્યાંક દુઃખનો અંધકાર દૂર કરવામાં તેમની મદદ કરશું. દરેક વ્યક્તિ સૂરજ ના બની શકે પરંતુ દરેક વ્યક્તિ એક નાનકડા દિપક બની કોઈ એકના જીવનને તો પ્રકાશિત કરી જ શકે છે. તેજસવી સૂરજ જેમ વગર ભેદભાવે આખા વિશ્વને સરખો પ્રકાશ આપે છે તેમ એક નાનકડો દિપક પણ જ્યાં હોઈ ત્યાં એક સરખોજ પ્રકાશ ફેલાવે છે. તેવી જ રીતે આપણે પરમાત્માના દિવ્ય અંશો છીએ આથી એક જ ધ્યેય હોવું જોઈએ બીજાના કલ્યાણનું. બરોબર ને મિત્રો!!!!!

તો ચાલો તેજસ્વી સૂરજ ના બની શકીએ તો કંઈ નહી નાનકડો દિપક બનીને પણ બીજાના રસ્તાનું અંધારું તો દૂર કરી જ શકીએ. તો ફરી મળીએ ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day