શું ઈચ્છાઓને શાંત કરી દેવાથી આપણને શાંતિ મળી જાય છે??/Does calming desires give us peace?

 🕉

શું ઈચ્છાઓને શાંત કરી દેવાથી આપણને શાંતિ મળી જાય છે??/Does calming desires give us peace?

આપણે બધાએ આપણા વડીલો પાસેથી અને કથાકારો કે સંતો પાસેથી સાંભળ્યું જ હશે કે સંતોષનો સદગુણ જેની પાસે હોઈ તે ખૂબ સુખી હોઈ છે.  આ વાત મેં પણ ખૂબ સાંભળી છે પણ હંમેશા મારા ગળે ઉતારતી નથી. ક્યારેક થાઈ કે બરોબર છે ને ક્યારેક થાઈ કે સાચેજ ગમેતેમાં સંતોષ માની લેવાથી બધું બરોબર થઈ જાય છે.ચાલો આજ આમાં થોડા ઊંડા ઉતારીએ.

આ એક ઉદાહરણ લઈએ, આપણી સામે ધનનો ઢગલો હોઈ કે આપણા મનભાવતા ખાવાની વસ્તુઓ રાખેલી હોઈ અને આપણને કહેવામાં આવે કે આમાંથી તમે કોઈ એક વસ્તુ તમારે જોઈતી હોઈ એટલી લઈ શકો પણ તમારે 10 દિવસ જેલમાં ખાધાપીધા વગર રહેવાનું છે તો આપણે શું પસંદ કરીએ????? મને લાગે ચોક્કસ ખાવાનું કે જે તમને દસ દિવસ કામ આવે. તમારા ઇચ્છવા છતાં તમે ધન નહી લઈ શકો કારણ કે જો દસ દિવસ તમે ધન વગર રહી શકશો પણ ખાધાપીધા વગર નહી. આથી અહીંયા  મન મારીને પણ તમારે ધન લેવાની ઈચ્છાને મારવી જ પડશે.

આવી રીતે આપણે જીવનમાં ઘણી બધી ઈચ્છાઓ કરીએ છીએ અને તેને પૂરી કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ બધી ઈચ્છાઓ પૂરી થતી નથી આથી ઘણી વખત મનમાં અસંતોષ જન્મે છે. જયારે આપણે ગમેતેમા સંતોષ મેળવી લઈએ છીએ તે પછી એ વસ્તુ કરવાની ઈચ્છા પછી થતી નથી. આના ઉપરથી કહી શકાઈ કે જયારે કોઈ ઈચ્છા કરીએ અને તેને પૂરી કરી લઈએ તો તે ઈચ્છા આપમેળે  જ શાંત થઈ જાય છે.

આના ઉપરથી એક વસ્તુ કહી શકાઈ કે શાંતિની ઈચ્છા હોઈ તો ઈચ્છાને શાંત કરવાની નહી પણ તેને પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરવો જોઈએ. શારીરિક અને માનસીક એમ બે જાતની ઈચ્છાઓ હોઈ છે જેમાં શારીરિક ઈચ્છાઓ પૂરી કર્યા પછી પણ એ પાછી ઉદભવે છે પણ તેની માટે આધ્યાત્મિકતાનો આસરો લઈ શકાઈ. પણ 40 કે 45 વાટાવ્યા પછી. ઘણી વખત આપણે અમુક આશ્રમોમાં બનતી એવી ઘટનાઓ વિશે સમાચારોમાં વાંચીએ છીએ ત્યારે આ જે અધૂરી ઈચ્છાએ સન્યાસ લીધો હોઈ ત્યારે આવી ઘટનાઓ બને છે. માનસીક સ્તરે જે ઈચ્છાઓ હોઈ છે જેમકે સારી નોકરી મેળવવી, મનગમતી છોકરી સાથે લગ્ન કરવા, મનગમતા સ્થળે ફરવા જવું, મનગમતું ઘર ખરીદવું કે તેવી બધી ઈચ્છાઓ જે હોઈ છે, તેની માટે તેને તે ઈચ્છાઓને મારવાનો નહી પરંતુ તેને પૂરી કરવાનો પ્રામાણિક અને ઈમાનદાર પ્રયત્ન કરવો જોઈએ. જયારે આપણે આપણા ઈમાનદાર પ્રયત્નો કર્યા પછી પણ એ ના મેળવી શકીએ ત્યારે આપણને અસંતોષ નહી થાઈ પરંતુ તેની બદલે એક સંતોષની લાગણી થશે કે આપણે ઈમાનદાર પ્રયત્ન કર્યો અને પુરા હૃદયથી કર્યો આથી એક શાંતિની લાગણી થશે. દરેક ઈચ્છાને પૂરી કરતી વખતે સંયમનું પણ હાજર હોવુ ખૂબ જરૂરી છે. 

આથી મિત્રો, મારું માનવું છે કે શાંતિની ઈચ્છા હોઈ તો ઈચ્છાઓને શાંત નથી કરવાની તેને પૂરી કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાનો છે. જો એ પછી પણ તે ઈચ્છા પૂરી ના થાઈ તો ઈશ્વરનો આપણી માટેની જે બીજી યોજનાઓ છે તેનો સ્વીકાર કરી લેવો એટલે ઈચ્છાઓ આપોઆપ શાંત થઈ જ જશે. અને પછી એક અદ્ભૂત શાંતિનો અહેસાસ થશે. માનતા ના હોઈ તો પ્રયત્ન કરી જોજો.

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏   મારા બીજા બ્લોગ્સ વાંચવા માટે ક્લિક કરો

( https://shamdivine.blogspot.com/2021/06/death-is-found-only-once-rest-of-life.html)

shamdivine.blogspot.com 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!