પિતૃદિન / Father's day
ૐ
પિતૃદિન / Father's day
मातृदेवो भव पितृदेवो भव
માતા પિતાને ઈશ્વરનો દરજ્જો મળ્યો છે. આપણે ઈશ્વરને નથી જોયા પરંતુ આ ધરતી ઉપરના જીવતા અને સાક્ષાત કોઈ ઈશ્વર હોઈ તો તે માતાપિતા છે. હંમેશા તેમનો આદર સત્કાર કરવો જોઈએ.
અહીંયા UKમાં જૂન મહિનાની દર વીસ તારીખે પિતૃદિન એટલે કે Father's day ની ઉજવણી કરવામાં આવે છે. મા નો સંબંધ બાળક સાથે પિતા કરતા નવ મહિના વધારે છે. મા જે પીડા અને યાતનાઓ વેઠી બાળકને જન્મ આપે છે, આથી માનું સ્થાન બેશક ઊંચું છે પિતા કરતા પણ જેવું બાળક દુનિયામાં આવે એટલે તેની દરેક જરૂરિયાતો, તેની ઈચ્છઓ અને માંગો પૂરી કરવાની જવાબદારી પિતા લઈ લ્યે છે. પોતાના બાળકને ખોળામાં લઈને, ખભે બેસાડીને, આંગળી પકડીને અને પછી ખભે હાથ દઈને જીવનની દરેક રાહ પિતા તેના બાળકને બતાવે છે.
પોતાના બાળકોને સુખી કરવા ખાતર માતાપિતા પોતાના સુખનું બલિદાન આપે છે. પોતે એક એક પૈસાની બચત કરશે અને બાળકો માટે ભેગું કરશે. મા પોતાનો પ્રેમ અને લાગણીઓ સરળતાથી દર્શાવી શકે છે જયારે પિતા તેની લાગણીઓ એટલી જલ્દી નહી બતાવે. ઘરના મોભીનો દરજ્જો પિતા પાસે છે આથી ક્યારેક તેમને સખ્ત કે કઠોર થવું પડે છે પરંતુ અંદરથી સાવ નરમ હૃદય ધરાવતા આ પપ્પા તેમના સંતાનોની દરેક ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ કરે છે.
દીકરીઓ માટે તો પિતાના હૃદયમાં એક ખાસ જગ્યા હોઈ છે. જયારે પોતાની દીકરી સાસરે જાય ત્યારે ક્યારેય આસું ના આવ્યા હોઈ તો પણ દીકરી વિદાઈએ તો આવી જ જાય છે. પિતા અને પુત્રી, બંનેના હૃદયમાં એક બીજા માટે ખાસ લાગણીઓ હોઈ છે જે કદાચ પુત્ર માટે નથી હોતી. દીકરી સાસરિયામાં પોતા ઉપર આવતી બધી તકલીફો સહન કરશે પણ પોતાના પિતાની વિરુદ્ધમાં એક શબ્દ પણ સહન નહી કરી શકે.
પિતા પ્રત્યે દીકરીનો પ્રેમ નિસ્વાર્થ હોઈ છે જયારે પુત્ર કદાચ પિતાની ધન સંપત્તિ માટે કરતો હોઈ. આ વાતને કોઈ નકારી ના શકે કારણ કે આજના સમાજમાં આપણે આવા કિસ્સાઓ અમીરથી માંડીને ગરીબ સુધીના ઘરોમાં જોઈએ જ છે. અવારનવાર આવા કિસ્સાઓ છાપામાં પણ વાંચીએ જ છીએ. આજ સમય તો એજ છે પણ માણસ બદલાઈ ગયો છે પણ આપણે આપણી જવાબદારી જ નથી લેતા અને સમયને દોષ દઈએ છે.
આજ દીકરા દીકરીઓ બધા સરખા છે. આજ બંનેને કાયદાકીય રીતે પિતાની ધનસંપતીમાં સરખો જ હક મળે છે એ વાત જુદી છે કે ઘણા જૂની રૂઢિઓ અને વિચારો ધારાવતા લોકો માનતા નથી પણ આ હકીકત છે. પણ અહીંયા એક વસ્તુ ચોક્કસ કહેવી ગમશે કે જેને માતાપિતાની ધનસંપત્તિમાં ભાગીદારી જોઈતી હોઈ તેને તેના સુખ દુઃખમાં પણ ભાગીદાર બનવાનું હોઈ. તેમની માંદગીમાં સેવાની જવાબદારી જેટલી પુત્ર અને પુત્રવધુની થાઈ તેટલી જ જવાબદારી દીકરી અને જમાઈની થાઈ. જો ધનસંપતીમાં ભાગીદારી જોઈતી હોઈ તો તો વધારે થાઈ. આખી જીંદગી જે માતા પિતા પોતાના બાળકોને આપે છે તે જ માતાપિતા જયારે ઘડપણમાં હોઈ ત્યારે એજ સંતાનો દગો કરતા પણ અચકાતા નથી.
દરેકે માતાપિતા એ એમના બાળકોને સુંદર જીવન મૂલ્યો વારસામાં આપવા જોઈએ. જો એ હશે તો બધું જ સુંદર રીતે બનતું જશે. આજ જે આપણી દીકરી છે કાલ બીજા ઘરની વહુ છે અને બીજા ઘરની જે દીકરી છે તે આપણા ઘરની વહુ છે. તેવી જ રીતે આપણો દીકરો એ બીજા ઘરનો જમાઈ છે અને બીજા ઘરનો દીકરો આપણો જમાઈ છે. આથી જયારે લગ્ન થાઈ ત્યારે એકબીજાને અપાતા વચનો ખાલી પુત્રવધુને અને દીકરાને નહી પરંતુ એ જે ઘરના દીકરી - જમાઈ બને છે તે ઘર અને માતાપિતા પ્રત્યે પણ તેની જવાબદારી થાઈ છે કે આજ જયારે બધા સંપત્તિમાં સરખા ભાગીદારી માંગે છે ત્યારે. તો આપણે આપણા બાળકોને એ સુંદર સંસ્કારો સાથે જ મોટા કરવાનાં છે કે દીકરા દીકરી બધા સરખા એમ પુત્ર અને જમાઈ સરખા, દીકરી અને વહુ સરખા. જયારે આમાં આજના માતા પિતાની કહેણી અને કરણી સરખા હશે ત્યારે કોઈ સંતાન ધનસંપત્તિ માટે નહી ઝઘડે. કદાચ ને સરખી ભાગીદારી ના પણ માંગે પરંતુ દીકરી પણ માતાપિતાની લાડકી હોઈ છે આથી માતાપિતા કંઈ આપવા માંગે ને તો દીકરા વહુને પણ તકલીફ નહી થાઈ જો એ જીવનમૂલ્યોને સમજ્યા હશે કે માતાપિતાની અને પોતાની ભાઈબેનની લાગણીઓને સમજ્યા હશે.
આથી આજ તો એ જમાનો નથી રહ્યો કે સંતાનો પિતાથી ડરે કે તેની સાથે વાત કરવામાં શરમ આવે પણ આજ તો બાળપણથી પિતા સાથે એક મિત્રતા ભર્યો વ્યવહાર બાળકોનો હોઈ છે આથી દરેક વાતો એકબીજાને કહે છે સમજે છે.આથી હંમેશા યાદ રાખો મિત્રો, આપણે માતાપિતાનું ઋણ તો નથી ચૂકવી શકવાના પણ કોશિશ કરીએ કે આપણા તરફથી એમને કોઈ તકલીફ ના થાઈ. આપણે ભલે ગમે ત્યાં હોઈએ, ગમે તેટલા દૂર હોઈએ જ્યારે તેમને જરૂર હોઈ ત્યારે ત્યાં એમની પાસે હોઈએ. માતાપિતા એમના બાળકોને તકલીફ થાઈ એમ વિચારીને વાત ના કરે પણ આપણે એની તકલીફ સમજવા છતાં નજરઅંદાજ કરીએ તો એ પણ સારુ નાજ કહેવાઈ. બધું બદલાયું સાથે જીવનપદ્ધતિ પણ બદલાઈ પણ માતાપિતા અને સંતાનો તો એજ છીએ આપણે એટલે હંમેશા એકબીજાનું ધ્યાન રાખવું જ રહ્યું. બાકી હયાત હોઈ ત્યાં સુધી લાડલડી લ્યો કે લાડલાડાવી લ્યો બાકી પછી સારી ખરાબ યાદો જ વાગોળવાની રહે છે.
તો ચાલો કંઈ પણ ખોટું લાગ્યું હોઈ તો માફ કરજો પણ યાદ રાખજો આપણે બદલાશું તો જ સમય બદલાશે. આથી બધાને એકદિવસ માટેના નહી પણ દરરોજ માટેના પિતૃદિવસની શુભેચ્છાઓ અને ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏









ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો