ભૂલોથી ડરીને ચાલે તે કદી કંઈ ના કરી શકે /He can never do anything for fear of mistakes

 ૐ

ભૂલોથી ડરીને ચાલે તે કદી કંઈ ના કરી શકે  /He can never do anything for fear of mistakes

" માણસમાત્ર ભૂલને પાત્ર ", આ કહેવત તો આપણે બધાએ સંભાળી જ હશે. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નહી હોઈ કે જેણે ક્યારેય કોઈ ભૂલ કરી જ ના હોઈ. જાણતા કે અજાણતા બધાથી ક્યારેક તો ભૂલ કરી જ હોઈ કે થઈ ગઈ હોઈ.  પણ દરેક ભૂલ જીવનમાં ઘણું બધું શીખવાડી જાય છે.

ગાંધીજી જયારે નાના હતા ત્યારે તેમને   થોડી ખરાબ આદતો પડી ગઈ હતી અને તેની માટે તેમણે પોતાના જ ઘરમાં ચોરી કરવાની ભૂલ કરી હતી. જયારે આ વાતની જાણ તેમના પિતાજીને થઈ ત્યારે તેમણે ગાંધીજીને કંઈ ના કહ્યું પણ તેમની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું. થોડા દિવસો પછી ગાંધીજીને પોતાની ભૂલ સમજાઈ  અને તેમણે ખરા હૃદયથી પિતાજી પાસે માફી માંગી. ત્યારે પછી તેમણે ક્યારેય ના ખોટું બોલ્યું કે ના કોઈ દિવસ ખોટું કર્યુ. જયારે ગાંધીજીને તેમની ભૂલ સમજાઈ ત્યારે તેમણે તેમાંથી શીખ્યું અને તેને સમય રહેતા સુધારી લીધી. આવી વસ્તુઓ જ માણસને મહાન બનાવે છે.

આપણે બધા મોટા ભાગની ભૂલો અજાણતા જ કરીએ છીએ અને અજાણતામાં થયેલી ભૂલો માફીને લાયક હોઈ છે. જાણીજોઈને કરતી ભૂલ ભૂલ નહી પણ ગુનો છે અને તે માફીને લાયક નથી. કોઈ માણસ સંપૂર્ણ નથી અને આથી તેનાથી ભૂલ થઈ જાય છે પણ જે માણસ પોતાની ભૂલને ઓળખી, તેને સ્વીકારી, તેને સુધારી લ્યે છે તે ખરેખર બુદ્ધિશાળી અને હોશિયાર છે. જયારે તમે તે ભૂલને સુધારી નથી શકતા ત્યારે તેનો સ્વીકાર કરી માફી માંગી લેવી એનાથી ઉત્તમ કંઈ જ નથી. ભૂલ કરનારે એ નથી જોવાનું કે સામેવાળી વ્યક્તિ માફ કરશે કે નહી પણ આપણે આપણી ફરજમાં આવે તે કરી લેવાનું.

ભૂલનો સ્વાકાર કરી લેવાથી અને માફી માંગી લેવાથી કોઈ નાનું કે મોટું નથી થઈ જતું. ભૂલની માફી માંગી લેવાથી હૃદય ઉપરથી એક બોજ ઉતરી જાય છે અને આપણે હલકા અનુભવ કરીએ છીએ. સામેની વ્યક્તિ પણ જો મોટાઈ રાખી, ઉદારતા દાખવી માફ કરી દયે તો તો કહેવું જ શું?? જો એવું થાઈ તો સોનામાં સુગંધ ભળે. હંમેશા માફ કરવાવાળો મહાન ગણાય છે.

દરેક ભૂલ કંઈક ને કંઈક શીખવીને જ જાય છે. આથી આપણી ભૂલમાંથી શીખ લેવાની અને ફરીથી એવી ભૂલ ના થાઈ તેનું ખાસ ધ્યાન રાખવાનું. જીવનના દરેક દિવસનો અંત એક નવી શીખ સાથે જ પૂરો થાઈ છે. જયારે તમે રાત્રે સુતા પહેલા તમારા દિવસ વિશે વિચારશો તો તમને કઈંક તો એવું મળી જ આવશે કે જે તમને કઈંક શીખવીને ગયું હશે અથવા તમે તે કાર્ય કે વ્યક્તિ પાસેથી કઈંક શીખ્યું હશે. જિંદગીમાં ક્યારેય ભૂલોથી ડરવું નહી. ભૂલ કરવી એ આપણે કંઈક શીખી રહ્યા છે તેની પહેલી નિશાની છે આથી ભૂલોથી ડરીને કાર્ય જ ના કરવું, એ બુદ્ધિશાળી મનુષ્ય ના કહેવાય. ભૂલ પણ એ જ કરે છે જે કંઈક કરવાની હિંમત રાખે છે. ડરપોક વ્યક્તિ પોતે પણ કંઈ નથી કરતી અને બીજાને પણ બીવડાવે છે, એની હિંમત તોડે છે. જો આવી વ્યક્તિ તમારી આસપાસ હોઈ તો તેનાથી દૂર જ રહેવું.

તો મિત્રો!!  શીખવું હોઈ તો કંઈક કાર્ય કરવું પડે અને કાર્ય કરીએ તો ભૂલો પણ થાઈ પરંતુ ભૂલોથી ડરવાનું નથી તેના પગથિયાં બનાવી તેની ઉપર શીખના પગલાં મૂકી સફળતાઓના શિખરો ફતેહ કરવાનાં છે.

તો મિત્રો, ભૂલોથી ડર્યા વગર આગળ વધો અને કઈંક નવું જરૂર શીખો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....