કોઈના દુઃખના ભાગીદાર ના બનો તો કાંઈ નહી પણ કોઈના સુખની ઈર્ષા તો ના જ કરતા....../ If you don't become a partner of someone's sorrow, then nothing, but don't be jealous of someone's happiness

 🕉

કોઈના દુઃખના ભાગીદાર ના બનો તો કાંઈ નહી પણ કોઈના સુખની ઈર્ષા તો ના જ કરતા....../ If you don't become a partner of someone's sorrow, then nothing, but don't be jealous of someone's happiness.

આપણો મનુષ્ય સ્વભાવ ખૂબ વિચિત્ર છે. તેને સમજવો થોડો અઘરો છે. આપણે હંમેશા કહીએ તો છીએ કે બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થવું જોઈએ પણ શું હકીકતે આપણે એવું કરી શકીએ છીએ??? વિચારવા જેવું છે ને સાથે સાથે આપણી જાતને પણ તપાસવા જેવી છે કે આપણે આવી પરિસ્થિતિમાં હોઈએ તો કઈ રીતે વરતીએ છીએ. આજ માનવસ્વભાવના આ પહેલું ઉપર વિચાર કરીએ જોઈએ.

જયારે આપણે નાના હોઈએ ત્યારે આપણે સંપૂર્ણ રીતે કોરી પાટી (slate ) જેવા હોઈએ છે. આપણી આ મન રૂપી પાટીમાં આપણી આજુબાજુના લોકોના વર્તન અને વ્યવહાર ખૂબ અસર કરતા હોઈ છે. નાનકડું બાળક જેટલું બીજાને જોઈને શીખે છે તેટલું તે કોઈની શિખામણ સાંભળીને નથી શીખતું. આપણા ઘરનું વાતાવરણ, તેના સંસ્કારો, પરિવારના સભ્યોની માન્યતાઓ આ બધું જ એક બાળકના જીવન ઘડતરમાં અગત્યનો અને મહત્વનો ભાગ ભજવે છે. આપણે નાનપણથી જે જોઈએ છે તે શીખીએ છીએ અને તે પ્રમાણે કરીએ છીએ. ઘણી વખત અમુક સંસ્કારો પૂર્વજ્ન્મના હોઈ છે તેમ પણ હું માનું છું. આથી બીજાની ખુશીઓમાં આનંદ કરવો, તેમની ખુશીઓને પોતાની ગણીને ખૂબ હોંશે હોંશે કામ કરવું, ખૂબ આનંદ કરવો વગેરે ખૂબ સહજતાથી થઈ જાય છે. હૃદયનો સાચો આનંદ ચહેરા ઉપર છલકાઈ જ આવે છે. ઘણી વખત અમુક લોકો આવા લોકોને હરખપદુડા કે " બેગાની શાદીમે અબ્દુલા દીવાના" પણ નામ આપતા હોઈ છે. પરંતુ આવો તેમનો સ્વાભાવિક જ સ્વાભાવ હોઈ છે અને તે ખૂબ સારો અને અલભ્ય ગુણ છે તેમ હું માનું છું.

આપણને બધાને બીજાની ટીકા કરવાની મજા આવે છે. જ્યારે કોઈ કંઈ સારુ કામ કરતું હોઈ અને આપણે જયારે તેની ટીકા ચાલુ કરીએ ત્યારે અવશ્ય આપણી જાતનું નિરીક્ષણ કરવું જોઈએ. શું આ ટીકા છે તે વ્યાજબી છે?? આપણને એના કાર્ય વિશે ટીકા કરવાનો કોઈ હક છે? તેમ છતાં જો આપણે તેમની કે તેના કાર્યની ટીકા કરતા હોઈએ તો શું આપણે હકીકતે તેના કાર્યમાં સુધારો કરવા માંગીએ છીએ કે પછી સુધારાના બહાને ઈર્ષાવશ થઈ તેમનું કાર્ય બગાડવાની તૈયારી કરીએ છીએ???  જો આપણે એમ કરતા હોઈએ તો તે ખૂબ જ નિંદનીય કાર્ય ગણાશે.

જો કોઈનું ખરાબ થતું જોઈને આપણને દિલમાં થોડીકેય ખુશી થાઈ કે દિલ એક આનંદનો અનુભવ કરે તો આપણે ખૂબ સાવચેત થઈ જવાની જરૂર છે. કારણ કે તે આપણી અંદર બીજા પ્રત્યેની ઈર્ષાના બીજ વાવે છે જેમાં સામેવાળાનું કંઈ નથી બગડતું પણ આપણે આપણી જ ઈર્ષાની અગ્નિમાં બળીને સાવ ખાક થઈ જઈએ છે. ત્યારે આપણે બીજાની ખુશીઓ અને સુખના તો ઠીક પણ આપણી ખુશીઓ  અને સુખના પણ ભાગીદાર નથી બની શકતા.

આ વિશે ચોક્કસ વિચારમંથન કરજો. આપણને બીજાના દુઃખે દુઃખી થવું તો સરળ લાગે છે અને ભાગીદાર થઈએ પણ છીએ પરંતુ બીજાને સુખે સુખી થવાની વાત થોડી અઘરી છે. આપણે બીજાના સુખમાં સામેલ પણ થઈએ છે પણ મનની ઈર્શાભાવને લઈને તેમના સુખને જોઈને સુખી નથી થઈ શકતા. આ તમે માનો કે ના માનો પણ જીંદગીનું વાસ્તવિક અને કડવું સત્ય છે. બધા પોતાના ભાગનું અને  પોતાના નસીબનું જ ખાઈ છે. આપણા નસીબમાં હશે તો કોઈ છીનવી નહી શકે અને જો નસીબમાં નહી હોઈ તો કોઈ ગમે તેટલું આપે તોયે એ સુખ હોઈ કે સંપત્તિ કોઈ દિવસ  ટકશે નહી.  આ વિશે ચોક્કસ વિચારજો!!મિત્રો!!

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત  રહો અને ખૂબ આનંદમાં  રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા મારા બ્લોગ વાંચવા માટે shamdivine.blogspot. com  ઉપર જાવ.



Thank you 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!