આંતરાષ્ટ્રીય યોગ દિવસ / International યોગ day

 

આંતરાષ્ટ્રીય યોગ દિવસ / International યોગ day 

ઘણી વખત આપણે આપણી જ ખૂબીઓ વિશે અજાણ હોઈ છે. જયારે સામેની વ્યક્તિ એ વિશે આપણને કહે અથવા આપણા વખાણ કરે ત્યારે આપણે એ વિશે થોડું વિચારીએ છે. એ પછી બીજા બે ચાર આપણા એ ગુણોની કે આપણી પ્રશંસા કરે ત્યારે ગંભીરતાથી લઈએ છે અને તેની ઉપર ગંભીરતાથી કાર્ય કરીએ છીએ. બસ તેવી જ રીતે આપણે ભારતીયો આપણી આધ્યાત્મિક, સાંસ્કૃતિક, યોગિક અને વિવિધતામાં જે એકતા છે, તે કસ્તુરી હરણની કસ્તુરી જેવી છે. જેવી રીતે કસ્તુરી મૃગને કસ્તુરીની સુગંધ તો આવે છે અને તેને તે ચારે બાજુ શોધે છે પરંતુ અજ્ઞાનવશ પોતાની અંદર જ છે એમ નથી જોતું કે વિચારતું, બસ શોધમાં ભટક્યા જ કરે છે.

પહેલા આપણે ભારતીયો પાસે કદાચ ટેકનોલોજી જ્ઞાન એટલું નોહતું પરંતુ આધ્યાત્મિકતા, યોગ, જુદી જુદી સંસ્કૃતિની વિવિધતા આ બધું જ આપણી પાસે સદીયોથી હતું જ. જોકે અત્યારે તો આપણે ટેકનોલોજીમાં પણ આગળ છે અને સ્વાવલંબન ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે બધાએ ગૌરવ લેવું જ જોઈએ. અમને પણ વિદેશોમા ભારતીય અને એમાં પણ ગુજરાતી હોવાનું ગૌરવ છે.

આપણી આટલી બધી ધરોહરોમાં એક અમૂલ્ય છે તે છે યોગ. જે આજ આખી દુનિયામાં પ્રચલિત છે. વિદેશોમાં કદાચ ભારત કરતા વધુ લોકો યોગ કરતા જોવા મળશે કદાચ. અહીંયા ઘણી બધી શાળાઓમાં પણ બાળકોને યોગ, ધ્યાન શીખવાડવામાં આવે છે. આ આપણા યોગ જેને આપણે આજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓણખાણ અપાવી શક્યા છીએ. એક સમય હતો કે આપણે આપણી વૈદિક અને આધ્યાત્મિક સંસ્કૃતિ ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોડવા લાગ્યા હતા પરંતુ આજ આપણને આપણા મૂલ્યો સમજાયા છે અને આપણી સંસ્કૃતિ અને સંસ્કાર મૂલ્યો તરફ વળ્યાં છે. આ યોગ પણ તેમાનું એક છે.

આજ તંદુરસ્ત રહેવા માટે બધા સજાગ થયા છે. આજ સૌવથી મોટું ધંધાર્થી બજાર આ હેલ્થ, ફિટનેસ અને સુપર ફૂડનું જ છે. આજ જલ્દી પાતળા થવાની હોડ લાગી છે અને તેની માટે અસંખ્ય જિમ ખુલી ગયા છે જ્યાં પુષ્કળ પૈસા લોકો વાપરે છે.

યોગ એક એવી પદ્ધતિ છે કે જે ફક્ત આપણા શરીરને જ નહી પણ મનને પણ મજબૂત બનાવે છે. યોગની સાથે જયારે ધ્યાન અને પ્રાણાયામ જોડાઈ જાય છે ત્યારે તે અદ્ભૂત રીતે કાર્ય કરે છે. જેમાં શરીરના સ્તરથી માંડીને મન, બુદ્ધિ, આત્મા અને પરમાત્માના મિલન સુધી રસ્તો જાય છે.

યોગની અંદર ધીરજ પૂર્વક આગળ વધવાનું રહે છે. જેમાં બધા આસનોનો સમાવેશ થાઈ છે. જેમાં સૂર્યનામાસ્કર મને પ્રિય છે. જેની અંદર પરમાત્માની સાથે જે પાંચ તત્વો છે, ધરતી, આકાશ, વાયુ, સૂર્યપ્રકાશ રૂપે અગ્નિ અને જળ તે બધાનો આભાર સાથે આખા શરીરનો પૂર્ણ વ્યાયામ પણ થઈ જાય અને સાથે સાથે શરીરના બધા જ ભાગોનું ખેંચાણ થવાંથી લચકપણુ (flexibility )પણ વધી જાય છે.

બીજા ઘણા બધા આસનો છે જેના અઢળક ફાયદાઓ છે. આપણે આપણા સમયે ઘરે પણ કરી શકીએ. ઋષિ પતંજલીએ આપણને અષ્ટાંગ યોગ આપેલો જેમાં, યમ, નિયમ, આસાન, પ્રાણાયામ, પ્રત્યહાર, ધારણા, ધ્યાન અને સમાધિ નો સમાવેશ થાઈ છે. જે આપણા આખા જીવન દરમિયાન પ્રયત્ન કરવાનો રહે છે. યોગ નાના મોટા બધા માટે ફાયદાકારક છે. શારીરિક અને માનસિક બંને સ્તરે ફાયદો કરે છે. તમે જો ધીમે ધીમે અને સરળ આસનોથી ચાલુ કરશો તો તમારું શરીર ધીમે ધીમે flexible થઈ જાય છે અને પછી અઘરા આસનો પણ કરી શકીએ છીએ.

આજ જયારે યોગ ને આંતરાષ્ટ્રીય સ્તર પર ઓળખાણ મળી છે તો દરેક ભરતીયે આ ધરોહર પોતાના ફાયદા માટે અને બીજાને પણ તેની ભલાઈ માટે શીખવવા અને કરવા જોઈએ. આ યોગ કોઈ જાતિ, ધર્મ કે સંપ્રદાય સાથે જોડાયેલ નથી કારણ કે જાતિ, ધર્મ અને સંપ્રદાય આજથી બે હાજર વર્ષ પૂર્વે જ આવ્યા છે પણ યોગનો ઉલ્લેખ ભગવત ગીતામાં પણ છે જયારે એક જ ધર્મ હતો માનવતાનો આથી દરેક મનુષ્ય યોગ અપનાવી શકે છે અને પોતાના શારીરિક વિકાસની સાથે માનસીક અને આત્મિક શાંતિ અને આનંદ મેળવી શકે છે.

તો મિત્રો આ વિશે ચોક્કસ વિચારજો!!!!! તો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, યોગ કરો અને તંદુરસ્ત રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

અહીંયા મારા ધ્યાનના બ્લોગની લિંક આપેલી છે મિત્રો વાંચવી હોઈ તો...   https://shamdivine.blogspot.com/2021/04/meditation.html



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday