તકલીફમાં જ તક છે તેને શોધતા શીખો / Learn to look for opportunities in adversity

 

તકલીફમાં જ તક છે તેને શોધતા શીખો / Learn to look for opportunities in adversity

આજ સાચું કવ તો મારે ખૂબ મોડું થઈ ગયુ આજનો બ્લોગ લખવામાં. સામાન્ય રીતે દરરોજ બ્લોગનું ટાઇટલ ધ્યાનમાં બેસું ત્યારે જ આવી જાય પણ આજ એકદમ ચોખ્ખું ના સમજાણું અને આજ થોડું કામ આવી જવાથી સમયની ગડબડ થઈ ગઈ પરંતુ દરરોજ તમારો કિંમતી સમય આપી મારાં બ્લોગ્સ વાંચો છો અને મને તમારા વિચારો પણ જણાવો છો એટલે હું કંઈ ના લખુ તો એ ઠીક ના કહેવાય એટલે અત્યારે મોડું તો મોડું પણ કંઈક તો લખીશ જ.

આજનું જ ઉદાહરણ લવ તો ઘણી વખત આપણે ધાર્યું હોઈ તે કામ થાઈ જ નહી એને બીજું જ કામ આવી જાય ત્યારે આપણે ઘણીવખત નક્કી નથી કરી શકતા. ક્યારેક આપણું કામ રહેવા દઈને બીજાનું કામ કરી દેવું પડતું હોઈ છે ત્યારે આપણું કામ રહી ગયું તેના અફસોસ કરતા બીજાનું કામ કરી આપ્યું હોઈ તેની ખુશી વધારે હોઈ છે. આપણે સુંદર રીતે સમયનું આયોજન કર્યુ હોઈ તો બધું સરળતાથી થઈ જાય છે.

દરેક વખતે આપણે ધારીએ તે પ્રમાણે સમય, સંજોગો કામ નથી કરતા. આવું બને ત્યારે આપણે તકલીફ કે મુશ્કેલી જેવું લાગે છે.આપણે બધા માનવ સહજ સ્વાભાવના કારણે જયારે પણ કોઈ તકલીફ આવે ખૂબ ગભરાઈ જઈએ. માથે હાથ દઈને બેસી જઈએ છે. દરેક તાળાની ચાવી હોઈ જ છે પરંતુ ક્યારેક તે ખોવાઈ જાય અને શોધતા પણ ના મળે  તો આપણે એ તાળું એમ જ લટકાવી નથી રાખતા!!!   આપણે તાળું તોડી નાખીએ. અત્યારે તો આપણે નકોચાવાળા દરવાજા બહુ ઓછા હોઈ છે લોક વાળા દરવાજા કરાવીએ છીએ ત્યારે પણ કા તો આખો દરવાજો બદલાવીએ અથવા એ આખો લોક જ બદલાવી નાખીએ છીએ, ચાવી મળે ત્યાં સુધી કંઈ એમ બંધ જ નથી રાખતા.

આવું જ કંઈક આપણી તકલીફો સાથે થવું જોઈએ. અત્યારે લગભગ શારીરિક તકલીફોમાં તો આ તાળા ચાવી વાળો ફોર્મ્યુલા જ કામ કરે છે. ઘૂંટણ ઘસાઈ તો બદલવાઈ, હાથપગ કપાઈ તો એ પણ ખોટા હાથપગ સાથે બદલવાઈ, હૃદય પણ અત્યારે તો ટ્રાંસપ્લાન્ટ કરાઈ છે. તો શરીરની તકલીફમાં તો ડોક્ટર પીડા દૂર કરવાની તક શોધી જ લ્યે છે. પછી તે દવા વડે હોઈ કે ઓપરેશન વડે. અત્યારે માનસિક તકલીફ માણસોને વધારે છે. આ થોડું અઘરું છે. આ માનસીક તકલીફમાં માણસ દેખાવે તો સાજો સારો હોઈ પણ અંદરથી બીમાર હોઈ છે, તેની વાણી અને વર્તન બંને બદલાઈ જાય છે. આ તકલીફ માટે માટે પણ દૂર કરવાની તક હોઈ જ છે, બસ જરૂર હોઈ તો સારા મનોવૈજ્ઞાનિક  ડોક્ટરની અને આપણી કોશિશોની. પ્રયત્ન કરવાથી બધું સરળ થઈ જાય છે.

આ ઉપરાંત મોટાભાગના માણસોને અત્યારે ધનની, રૂપિયા પૈસાની તકલીફ છે. ઓછા હોઈ એને વધુ કમાવવાની અને જેની પાસે વધારે હોઈ તેને એનાથી પણ વધારે ભેગા કરવાની. અત્યારે માણસ આ ધનની તકલીફને દૂર કરવામાં એટલો મશગુલ છે કે તેની માટે શારીરિક અને માનસિક તકલીફોને  નજરઅંદાજ કરે છે અને આગળ જતા ખૂબ હેરાન થાઈ છે કારણ કે જે ધન મેળવવા પાછળ સમય પસાર કાર્યો હોઈ તે જ ધન તેને મદદ નથી કરી શકતું એ તકલીફ દૂર કરવામાં ત્યારે બધું જ વ્યર્થ લાગે છે જીવનમાં. એ સમયે આપણે સીવથી વધારે લાચાર હોઈએ છીએ કે ખૂબ પૈસા, ધન, મિલકત બધું જ હોવા છતાં વીતેલો સમય, મનની શાંતિ અને જીંદગીની ક્ષણ ખરીદી નથી શકતા.......

તકલીફો, દુઃખ, પીડા આ બધું તો જીંદગીના અવિભાજ્ય ભાગ છે આથી આ તકલીફોને સ્વીકારીને જીવનમાં આગળ વધવું જ રહ્યું. સમજવાનું તો એ છે કે તકલીફ શબ્દમાં જ તક છે, એ તકને જ પકડી લેવાની છે. જયારે આપણને આ તકલીફો ભરેલા સમયમાંથી તક શોધતા આવડી જશે ત્યારે આપણને કોઈ હરાવી નહી શકે. આથી કહેવાય છે કે, સમય ચૂક્યું સો વર્ષ જીવે.

જે માણસ તકલીફોમાં તક શોધી લ્યે છે તે ગમે ત્યાં, ગમે તેવી પરિસ્થિતિમાં, ગમે ત્યારે પોતાને જેવું મળે તેવું જીવન જીવી શકે છે અને પોતાની સાથે બીજાને પણ હિંમત આપતાં રહે છે. આ તકલીફમાં તકો તરત નહી દેખાઈ તેની માટે મન શાંત અને બુદ્ધિ સ્થિર રાખીને જોવાનું. આની શરૂઆત દરરોજ આવતી નાની નાની તકલીફોથી કરી શકાય. જયારે નાની તકલીફોમાં તક જોવાની આદત પડશે ત્યારે મોટી તકલીફો મોટી લાગશે જ નહી.

ચાલો મિત્રો, આ વિશે ચોક્કસ વિચારજો અને તમારા વિચારો જણાવશો. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day