બની શકે તો બનાવો, બગાડોમાં...../Make it if possible, don't spoil it....

 

બની શકે તો બનાવો, બગાડોમાં...../Make it if possible, don't spoil it.....

કોઈ પણ વસ્તુને બનાવતા જેટલો સમય લાગે છે તેટલો સમય બગાડવામાં નથી લાગતો. એક સામાન્ય જ ઉદાહરણ લઈએ. તમે ક્યારેય નાનકડા બાળકને લોગોની ઈમારત બનાવતા કે પઝલ બનાવતા જોયું છે? કેટલી ધગસથી અને ઉત્સાહથી બનાવતું હોઈ છે, એને બનાવતા એને અડધી કલાક લાગે . એ જ ઇમારત કે પઝલને બગાડવા માટે તેને પાંચ સેકન્ડ જ બસ છે. આપણે જયારે ઘર ચણાવતા હોઈ ત્યારે તેને બનતા મહિનાઓ લાગી જાય છે પરંતુ તેને પાડવું હોઈ તો થોડીક ક્ષણો જ પૂરતી છે.

આવું જ કંઈ સંબંધોમાં પણ બનતું હોઈ છે. આપણે મનુષ્યો સામાજિક પ્રાણી છે. તેને સંબંધો વગર નથી ચાલતું. પરિવારમાં અને મિત્રોની વચ્ચે રહેતા આપણે હંમેશા આપણી લાગણીઓ વ્યક્ત કરતા રહીએ છીએ. આ સંબધો વિશ્વાસ, સચ્ચાઈ અને પ્રેમના પાયા ઉપર ટકતા હોઈ છે. નાનકડા બાળકના પઝલની જેમ સંબધો બનાવતા વાર લાગે છે પણ બગાડવાં માટે એક ક્ષણ જ પૂરતી છે. એક નાનકડો શંકાનો કાંટો સંબંધોમાં જો લાગી જાઈને તો એ આખી જીંદગી પીડા આપે છે. અને એ કાંટો નીકળી પણ જાય કદાચ પણ એ સંબંધ પહેલા જેવો નથી રહેતો.

આપણને જયારે પણ આ સંબધોને જોડવાની તક મળે તો તેમાં સોઇનું કામ કરજો કાતરનું નહી કારણકે સોઈ  બે વસ્તુને જોડવાનુ કામ કરે છે જયારે કાતર બે વસ્તુને જુદા કરવાનું, કાપવાનુ કામ કરે. આજ દુનિયામાં કાતર જેવા ઘણા છે પણ સોઈ જેવા બહુ થોડા છે. અત્યારે સંબંધોમાં પારદર્શિતા ઓછી જોવા મળે છે. બધા જ કંઈને કંઈ સંતાડતા રહેતા હોઈ છે. ઈમાનદારી, પ્રામાણિકતા, સચ્ચાઈ બધાને ગમતી હોઈ છે અને બધા જ સામે વાળી વ્યક્તિ પાસે એની અપેક્ષા રાખતા હોઈ છે પણ પોતે એ સચ્ચાઈ, ઈમાનદારી અને પ્રામાણિકતા બતાવી નથી શકતા. આથી એની જ આશા રાખો કે જે તમે બીજાને આપી શકો.

આજ સંબધો બનાવવા વાળા કરતા બગાડવા વાળા ઘણા છે. બીજા સંબધો તો ઠીક પણ જયારે પતિ-પત્ની ના પવિત્ર સંબંધમાં ખટાસ આવે ત્યારે પરિવારોનો પાયો જ હલી જાય છે. પણ જે કોઈ કારણ હોઈ પણ જયારે આપણને ઈશ્વર મોકો આપે તો સળગતામાં ઘી હોમવાની જગ્યાએ ઠંડુ પાણી નાખી તેને ઠારવાનું કામ કરવાનું.   એ પરિવાર એ સંબંધને જોડવાનુ, સમજાવવાનું કામ કરવું. બનાવવા વાળો ભગવાનનો દરજજો મેળવે છે પણ બગાડવા વાળો કોઈ શૈતાનથી ઓછો નથી. જોકે જે વ્યક્તિ બીજાના ઘર, સંબંધ અને પરિવાર તોડે છે તેને પણ એક દિવસ કુદરતના ન્યાયની કિંમત ચૂકવવી જ પડે છે. હંમેશા સાચાને સાથ આપો અને જે સચ્ચાઈને  સ્વીકારી શકે તે સંબંધ પણ નિભાવી શકે.

જે કુદરત, પ્રકૃતિને ઉછેરવમાં હજારો વર્ષો લગાડે છે તેજ કુદરતને તેનો વિનાશ કરવા માટે એક મિનિટનો ભૂકંપ જ કાફી થઈ પડે છે. હંમેશા બગાડતા પહેલા યાદ રાખો કે તેને બનતા વર્ષો લાગ્યા છે. હા ઘણી વખત નાવાના સર્જન માટે જૂનું તોડવું પડે છે પરંતુ સંબધોમાં જો કંઈ તોડવું જ હોઈ તો જૂની ખોટી રૂઢિઓ, માન્યતાઓ અને સંબધોને શોષણ કરનારા રિવાજો તોડો પછી જોજો કેટલું સુંદર બની જાય છે ચારેય બાજુ!!!!

તો ચાલો મિત્રો સર્જનના સહકારી બન્યે, વિનાશના નહી. ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

હું કહુંને તમે આપો તો માંગણી જેવું લાગે, પરંતુ માંગ્યા વગર આપો તો લાગણી જેવું લાગે....