ઘણું જ બદલાઈ ગયું!!!!/ Much has changed !!!!
ૐ
ઘણું જ બદલાઈ ગયું!!/ Much has changed !!
બધું જ બદલાઈ રહ્યું છે, આપણે નાનાથી મોટા થઈએ, દિવસથી રાત અને રાતથી દિવસ થાઈ, ઋતુ પ્રમાણે પ્રકૃતિ બદલાઈ અને આપણા જીવવાની ઢબ પણ સાવ બદલાઈ ગઈ. સાચુંને!!!! આપણે નાના હતા ત્યારે પેલા ડબલા વાળા ફોન હતા. ત્યારે આપણે આ મોબાઈલ, videocall, whatsapp ને બધા વિશે તો વિચાર પણ નોહતો કર્યો. હા, ત્યારે એમ થતું કે આપણે ફોનમાં વાત કરીએ છીએ તેની જેમ એકબીજાને જોઈ શકીએ તો કેવી મજા આવે!!!! અને આજ આ ટેક્નોલોજીએ કરી બતાવ્યું. આજ આપણું જીવન કેટલી બધી સુખ સગવડતાઓ વાળું બની ગયુ છે. ગમે તે કરવું હોઈ સ્વિચ જ દબાવવાની. છતાં માણસો સમય જ નથી મળતો તેવી ફરિયાદો કરે છે.
પહેલા દરેકમાં માણસને નિરાંત હતી, ઉતાવળ જ નહી. લગનપ્રસંગ હોઈ તો મહેમાનોની અવરજવર ત્રણ ચાર દિવસ હોઈ. ભલે પાંચસો પકવાન ના હોઈ જમણવારમાં પણ પ્રેમ અને માન અચૂક પીરસાતું. લગ્નની કંકોત્રીઓ હાથો હાથ દેતા, આજ whatsapp માં મોકલાવી દઈએ. સમય સમયની વાત છે. પહેલા નવા નવા સગપણ થયેલા યુગલો પ્રેમપત્રો લખતા, તેમાં એક એક અક્ષરમાં લાગણી છલકતી, એકબીજા ના પત્રો સાચવીને રાખતા અને કાઢી કાઢીને કેટલીય વાર વાંચતા. આની પણ એક મજા હતી.
દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ માટે કાર્ડ અને પત્રો લખતા. આજ whatsapp માં મેસેજ કરી દઈએ. આજ પણ બધું જ કરીએ છીએ, તહેવારો ઉજવીએ છીએ, પ્રસંગો કરીએ છીએ, લોકોને મળીએ છીએ પણ બધું જ જાણે કરવા ખાતર કરતા હોઈ એવું લાગે. ટેક્નોલોજી દુનિયાને નજીક લાવવામાં સો ટકા સફળ થઈ છે પરંતુ એક જ ઘરમાં રહેતા માનવીના હૃદયને દૂર લઈ જવામાં પણ સફળ રહી છે.
આજ બધું જ ખૂબ સરળ છે. ગમે તે માહિતી જોઈતી હોઈ, ગમે તે વસ્તુ જોઈતી હોઈ, ગમે તે વ્યક્તિને શોધવી હોઈ, બધું જ ખૂબ સરળ છે. અત્યારે જે સુખસહેબી આપણે ભોગવીએ છીએ તે રાજા મહારાજાઓને પણ નોહતી. વિચાર કરો આજ આપણે ગરમી થાઈ તો એરકન્ડિશન છે પણ તે ઝમાનામાં હતું આવું??? આજ આપણે ચાંદ અને મંગળનું અંતર પણ કાપી લીધું છે જે પહેલા વિચાર કરવો પણ ખૂબ અઘરો હતો. બધું જ બદલાયું છે અને બદલાવું પણ જોઈએ, એજ પ્રકૃતિનો નિયમ છે. બસ ના બદલાવા જોઈએ તો એ છે, આપણી મૌલીકતા, આપણા સંસ્કારો, આપણા ઓરિજિનલ સદગુણો પ્રેમ, દયા, કરુણા, ઈમાનદારી, સચ્ચાઈ, નિઃસ્વાર્થભાવે કરાતા પરોપકાર વગેરે....... આ બધાની સાથે જો આપણે આજની આ સુખસગવડતાભરી આધુનિક ટેકનોલોજી વાપરશું તો કોઈ દુઃખી કે ગરીબ નહી રહે. આજ આપણા જીવનની અંતિમ વિદાઈ પણ આના દ્વારા જ જોઈએ છે તો પછી બીજા બદલાવ તો શું કરીએ??? આ ક્ષણની અને પળની જીંદગીમાં બદલાવ માટે હંમેશા તૈયાર જ રહેવું. કોને ખબર જીંદગીના બીજા વળાંક આગળ બીજો શું બદલાવ હોઈ???
આપણા જીવનમાં આ કોરોનાએ પણ ખૂબ બદલાવ કરાવી દીધા. આમાં ઘણું ગુમાવ્યુ અને આપણે ઘણું શીખવાનું પણ મળ્યું. કંઈ પણ કાયમી નથી તો કોરોનાની શું તાકાત!! વાવાઝોડાની જેમ આવ્યું છે આપણા કેટલાય સ્વજનોને લઈ ગયુ પરંતુ ઘણું બધું યાદ કરાવી દીધું અને ઘણું નવું શીખવાડી પણ દીધું. આપણી સુપર ફાસ્ટ ભાગતી જીંદગીને અટકાવીને વિચાર કરતી પણ કરી દીધી. માનવીની, સંબંધોની, જીવનમૂલ્યોની અરે પૈસા અને બીજી ભૌતિક વસ્તુઓની કિંમત પણ શીખવાડી ગયુ છે.
તો મિત્રો! આગળ પણ આમ જ બધું બદલાતું જ રહેશે. ઘણું સારુ હશે અને ઘણું અણગમતું પણ સ્વીકાર તો કરવો જ રહ્યો. બરોબર ને!! તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો