અમુક નેક કામ એવા હોઈ કે જેનો સાક્ષી ઈશ્વર જ હોઈ / Some good deeds must be witnessed by only God
ૐ
અમુક નેક કામ એવા હોઈ કે જેનો સાક્ષી ઈશ્વર જ હોઈ / Some good deeds must be witnessed by only God
આજના ઝમાનામાં લોકોએ અને ટેક્નોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે. જે કોઈ માહિતી જોઈતી હોઈ કે કોઈને કંઈ પણ માહિતી કે સંદેશો પહોંચાડવો હોઈ તો ફક્ત કઈંક સેકન્ડોનું જ કામ છે. નાના મોટા બધા જ ભરપૂર ઉપયોગ કરે છે. લોકો આ ટેક્નોલોજીના સુંદર માધ્યમ દ્વારા પોતાના સુખની અને દુઃખની જાણ દુનિયાને કરે છે. ખુશ હોઈ તો જણાવે અને દુઃખ હોઈ તો પણ જણાવે.
આજ કાલ સમાજસેવાના કાર્યો પણ ભરપૂર થાઈ છે. કોઈ ગરીબ હોઈ તેને અન્નપાણીની જરૂર હોઈ કે, કોઈ બીમારી હોઈ તો તેને કોઈ સેવાની જરૂર હોઈ, કોઈ ક્યાંય હેરાન થતું હોઈ તો આવા બધા જ કામો માટેના N G O સંસ્થાઓની માહિતી આ ટેકનોલોજી દ્વારા મિનિટોમાં મેળવી શકો છો. વિધાર્થીઓને પણ શેક્ષણિક મોટા ભાગની બધી માહિતી તેમાં મળી જાય છે. કેટલું અદ્ભૂત!!!! કેટલું સુંદર!!!!!
આ માહિતીઓ અને એકબીજાની ખુશીઓ અને દુઃખો વિશેની માહિતીઓ મોકલવામાં આવે એ તો બધું બરોબર છે. સેવાના કાર્યો કરતી સંસ્થાઓ પણ મદદ માટે અને પોતાના કર્યોની જાણ જરૂરમંદ લોકો સુધી પહોંચે ત્યાં સુધી તો બધું બરોબર છે અને સમજાઈ પણ પરંતુ આજકાલ અમુક વીડિયો કલીપ માટે શું કહેવું એ જ ખબર નથી પડતી. લોકો અમુક વખત તો એવા વીડિયો કલીપ મોકલતા હોઈ છે કે આપણને થાઈ કે માનવતા સાવ મરી પરવારી છે. ક્યાંય કોઈ વાહન અકસ્માત થયો હોઈ, કોઈ ભીડમાં અચાનક ધક્કામુકી થઈ હોઈ અને લોકોની ખરાબ દુર્દશા થઈ હોઈ ત્યારે એવે વખતે અમુક લોકો મદદ કરવાની જગ્યાએ તેમના સ્માર્ટ ફોનમાં એ ઘટનાનું રેકોર્ડિંગ કરતા હોઈ અને પછી થોડીવારમાં તો કેટલાય બીજા ફોનમાં એ માહિતી પહોંચી જતી હોઈ છે. જો તે લોકો અકસ્માતનું રેકોર્ડિંગ કરવાની જગ્યાએ મદદ કરે તો એકાદ બેના જીવન બચાવી શકાઈ.
આ બધું હજી ઠીક છે પણ અમુક વખત તો લોકો સેવાના અને મદદના કર્યાના એ કામો કે જેમાં એ વ્યક્તિને પણ બતાવતા હોઈ છે કે જેની તેઓ મદદ કરતા હોઈ. આ બાબતમાં લોકો સારુ કામ તો કરે છે પણ લોકો સામે તેના સારા કામનું પ્રદર્શન પણ કરે છે. જે દાન ધર્મનું કામ તેઓ કરે છે તેની જાહેરાત સોશિયલ મીડિયામાં જોરશોરથી કરે છે. ત્યારે તેઓને પોતાનું સારુ કાર્ય તો બધાને બતાવવું ગમે છે પણ તે એ ગરીબ વ્યક્તિનો વિચાર નથી કરતા કે તેની કોઈ ઈજ્જત અને આત્માસમ્માન પણ હશે. એની ગરીબાઈ એની મજબૂરી હશે પણ આપણે આપણી નામના, યશ અને કીર્તિ માટે તેઓની સેવા કર્યાના બદલામાં આત્મસમ્માનને ક્યાંયને ક્યાંય ઠેસ પહોંચાડીએ છીએ.
નેકીના સેવાના કાર્યો એવી રીતે કરવા જોઈએ કે ડાબો હાથ કામ કરે તો જમણાં હાથને ખબર પણ ના પડે. સારા સેવાના કાર્યો લોકોની સેવા અને મદદ કરવા માટેની ભાવના સાથે થવા જોઈએ. યશ કીર્તિતો બીજા કામોમાંથી પણ મેળવી શકીએ છીએ. હકીકતમાં આપણે કોઈની મદદ કરતા હોઈ તો એ વ્યક્તિ શિવાય અને આપણા શિવાય બીજા કોઈને સાક્ષી બનાવવું જ હોઈ તો ઈશ્વરને બનાવવું. જો આપણે હકીકતે કોઈની મદદનું, કોઈની સેવાનું કાર્ય નિઃસ્વાર્થ ભાવથી કરીએ તો ઈશ્વર હંમેશા આપણી સાથે હોઈ છે અને આપણા કામનો એ સાક્ષી હોવાથી આપણે બીજી કોઈ પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આથી જીવનમાં હકીકતમાં પુણ્યના અને ઈશ્વરની કૃપાના ભાગીદાર થવું હોઈ તો સેવાના એ કર્યોના સાક્ષી લોકોને બનાવવા નહી પણ ઈશ્વરને બનાવવો. આજ કર્મ એવા હોઈ છે કે જયારે આપણે તકલીફ પડે તો ઈશ્વર આપણી મદદે હોઈ અને ઈશ્વર જયારે આપણી મદદે હોઈ ત્યારે આપણે લોકોથી ડરવાની કે માંગવાની જરૂર જ રહેતી નથી.
તો મિત્રો આપણે આપણા બધા કાર્યોના સાક્ષી ઈશ્વરને જ બનાવીએ. બરોબર ને!!!!!!! તો ચાલો બધા ફરી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો