ક્યારેક ઈચ્છા તો એવીય થાઈ કે કોઈને હેરાન કરું પણ પછી થાઈ કે શાંતિથી જીવે છે જ કોણ???/Sometimes I want to annoy someone but then I feel that who lives in peace ???

 

ક્યારેક ઈચ્છા તો એવીય થાઈ કે કોઈને હેરાન કરું પણ પછી થાઈ કે શાંતિથી જીવે છે જ કોણ???/Sometimes I want to annoy someone  but then I feel that who  lives in peace ???

આપણા બધાની અંદર એક નાનકડું બાળક હંમેશા હોઈ છે. તે નાનકડું બાળક હંમેશા સમયે સમયે બહાર આવે છે. બાળપણ હંમેશા ભોળું અને નિર્દોષ હોઈ છે. તેમાં આપણે ઘણા તોફાન મસ્તી કરતા રહેતા હોઈએ છે. બાળપણમાં આ તોફાન મસ્તી માટે આપણને ઘણા ઇનામો પણ મળ્યા હશે અરે!! સજાના ઇનામો. આ તોફાન અને આ અલગારી મસ્તીના લીધે જ તો બાળપણ જાણીતું છે. જો બાળકો તોફાન મસ્તી ના કરે તો કોણ કરે, ઘરના વડીલો??? જોકે આ બાળકને હંમેશા ભીતરમાં જીવતું રાખવું અને જયારે એમ થાઈ કે બધું સાવ નીરસ અને નિરાશાજનક લાગે ત્યરે બાળકની જેમ બધું કુતુહલથી જોવું બધામાં નવીવતા જોવા મળશે.

જયારે આપણે નાના હતા ત્યારે આપણે ઘણી મસ્તીઓ કરી જ હશે. કોઈ સૂતું હોઈને એના કાનમાં પીંછાથી ગલગલીયા કરવા એને હેરાન કરવું, આજુબાજુમાં કોઈના ફળિયામાં  કોઈ ફળનું ઝાડ હોઈ તો ના પડે તોયે તોડવા જવા, નાની વસ્તુઓ માટે મિત્રો સાથે ઝઘડા કરીને કિટ્ટા કરવા અને સવારે પાછા મનાવીને બિચા કરવા, આવી તો અનેક મસ્તીઓ ચાલુ જ રહેતી. આજ જયારે મોટા થઈ ગયા છીએ ત્યારે આપણા બાળકોનું બાળપણ કદાચ પૈસા કમાવાની દોડમાં, પરિવારની જવાબદારીઓમાં આપણે એટલું બધું નથી માણી શકતા ત્યારે આપણે આપણા સંતાનોના બાળકોના બાળપણને માણવાની ઈચ્છા થાઈ છે ને નસીબ હોઈ તો માણીએ પણ છીએ. પરંતુ બધા એવા ભાગ્યશાળી નથી હોતા.

આટલી બધી મસ્તીઓ અને દરરોજ નવાનવા તોફાનો કરવા બધા પાછળ ખૂબ શક્તિ ખર્ચાતી પરંતુ ક્યારેય એવું નોહતું બન્યું કે રાત્રે નીંદર ના આવી હોઈ. ગમે ત્યાં સુઈ જતા. રાત્રે સુતા ક્યાં હોઈએને સવારે ઉઠીએ ક્યાં!! જમીન ઉપરથી મમ્મીએ તેડીને સુવાડી દીધા હોઈ પ્રેમથી ખાટલામાં. પોતાના ભાઈ બેન સાથે નાની વાતમાં ઝઘડો, નાની વસ્તુઓના ભાગ પાડીને ખાવુ પીવું અને આવી તો ઘણી બધી યાદો યાદ આવતા આજ પણ હસી પડાઈ છે. કેટલું સુકુન અને શાંતિ હતી એ જીવનમાં......

આજ હજી પણ જયારે અંદરનું એ બાળક જાગે ત્યારે થાઈ કે ચાલ ફરી એવી મસ્તી તોફાન કરીએ અને કોઈને હેરાન કરીએ પણ પછી એમ થાઈ કે આજ તો બધા જ હેરાન હેરાન અને પરેશાન જ છે. બધાને કંઈને કંઈ તકલીફ તો છે જ. કોઈને શાંતિ પણ નથી અને કોઈ શાંતિથી જીવતું પણ નથી તો આમાં હેરાન હોઈ અને હેરાન કેવી રીતે કરવું?????? કોઈ શાંતિથી સુવે છે જ ક્યાં કે એના કાનમાં પીંછાથી ગલગલીયા કરે????? સાચુંને!!!! જો આવું હોઈ આજુબાજુમાં અને ખાસ કરીને મિત્રોમાં, તો ચોક્કસ બધા પોતાની અંદરના બાળકને જગાડો તણાવથી મુક્ત થવા બાળક બનવું જરૂરી છે.

યાદ કરજો, મોટા થયા પછી તમે નાનકડા બાળકો સાથે જે સમય પસાર કરીયો હશે એ સમયે તમે સાવ બાળક બની ગયા હશે અને તણાવ મુક્ત પણ........ બરોબરને...... ચોક્ક્સ વિચારજો.......તો ચાલો ફરી મળીયે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday