સંબંધોને સાચવવા માટે બુદ્ધિ નહી પણ હૃદયની શુદ્ધિ જોઈએ... / To preserve relationships, the purity of heart is needed not intelligence....

 

સંબંધોને સાચવવા માટે બુદ્ધિ નહી પણ હૃદયની શુદ્ધિ જોઈએ... / To preserve relationships, the purity of heart is needed not intelligence....

આજકાલ દુનિયામાં બધા ખૂબ જ બુદ્ધિશાળી બની ગયા છે. અરે!! કયારેક તો નાનકડું છોકરું પણ એટલા બુદ્ધિ પૂર્વકના જવાબો આપતું હોઈ કે આપણે સાંભળીને દંગ રહી જઈએ. જોકે બધા જ પોત પોતાની જાતને ખૂબ જ હોશિયાર સમજે છે અને પહેલા કરતા આજ માણસો હકીકતમાં ખૂબ શિક્ષિત થયા છે, ખૂબ જ્ઞાની થયા છે અને ખૂબ જ બુદ્ધિશાળી પણ થયા છે. પોતાની જાતને એટલા હોશિયાર સમજે છે કે ક્યારેક પોતાની જ હોશિયારીમાં એવા ફસાઈ છે કે એના પોતા માટે જ એમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.

આપણે હોશિયાર હોઈએ એમાં જરાય વાંધો નથી. વ્યક્તિએ બુદ્ધિશાળી હોવુંજ જોઈએ અને આપણે ભગવાન પાસે બુદ્ધિ માંગીએ પણ છીએ. પણ આ બુદ્ધિ સદબુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિમાં અને સદબુદ્ધિમાં બહુ તફાવત છે. એકલું બુદ્ધિશાળી હોવું એટલે પોતા વિશે જ વિચાર કરવો એટલે કે સ્વાર્થી હોવું. જયારે સદબુદ્ધિ હોવી એટલે હોશિયારીની સાથે, પોતાના કલ્યાણની સાથે બીજાના સુખનો, બીજાના કલ્યાણનો વિચાર પણ હોવો. જયારે હોશિયારીની સાથે સદબુદ્ધિનો સમન્વય થાઈ ત્યારે એક સારુ વ્યક્તિત્વ ઘડાઈ છે. જે પોતાના પરિવારની સાથે બીજા માટે પણ કલ્યાણકારી હોઈ છે. બુદ્ધિની જરૂર બધે જ પડે છે પણ જયારે સંબધો નિભાવવાની વાત આવે ત્યારે બુદ્ધિની કે સદબુદ્ધિની નહી પરંતુ આપણા હૃદયની શુદ્ધિ જોઈએ.

જી હા!! આપણે આજ પોતાના સ્વાર્થ માટે બીજાના ઉપયોગી થવા કરતા ઉપભોગી બની ગયા છે. જીંદગીમાં આપણે પૈસા, ધન, મિલ્કતની પાછળ એવી આંધળી દોટ મૂકીએ છીએ કે આપણી સાથે કોણ છે, કોણ નથી, તેઓને શું જોઈએ છે? એ પણ પૂછવાની કે જાણવાણી દરકાર કરતા નથી. પોતાના સ્વાર્થ માટે આપણે સંબધોને ભૂલી જઈએ છીએ અને તેને લાગણીનાં નહી પણ પૈસાના ત્રાજવે તોલવા મૂકી દઈએ છે. જ્યાં દિલથી લાગણી અને ભાવનાની કિંમત થાઈ ત્યાં સંબધો સચવાઈ છે. બાકી તો ખાલી દેખાડા જ છે. આખી જિંદગી આપણે મારું મારું કરીએ છીએ અને તેની માટે આપણે પારકા અને પોતાના બધા સાથે કદાચ સીધા મોઢે વાત પણ નથી કરતા અને અંતે બધું જ મૂકીને આ દુનિયામાંથી વિદાઈ લઈએ છે. કર્મોના ના ચૂકવાઈ એવા ભાથા બાંધીને.

આખી દુનિયા સામે બુદ્ધિથી વર્તન કરજો પણ પોતાના પરિવાર, મિત્રો, આપણા સંબંધોમાં ક્યારેય બુદ્ધિથી નહી પણ હૃદયની શુદ્ધિથી વર્તજો. આપણા બધાની દુનિયા ખૂબ નાની છે. જોવા જઈએ તો આપણો પરિવાર, પત્ની કે પતિનો પરિવાર એટલે કે બંનેના મા બાપ, ભાઈ બહેન, મિત્રો, સાથે કામ કરતા કર્મચારી મિત્રો, પાડોસીઓ આ બધા મળીને લગભગ સો, દોઢસો કે બોવમાં બવ બસો જેટલા લોકો કે જેની સાથે આપણે સંબંધ હોઈ. એમાંથી પણ લેવડ દેવાડનો તો ખૂબ ગણ્યા ગાંઠ્યા જ હોઈ છતાએ આપણે સમજદારીના અભાવે અને સ્વાર્થના ભાવે એટલા દુઃખો ઉભા કરીએ છીએ કે જાણે આપણને ભગવાને પાનસો વર્ષની (500 વર્ષની ) જીંદગી જીવવા માટે આપી હોઈ. આ વિશે ચોક્કસ વિચારજો......

મારું કહેવું એમ નથી કે જીવનમાં ક્યારેય કોઈ તકલીફ કે મન દુઃખ ના થાઈ. થાઈ ચોક્કસ થાઈ પણ થોડી જતું કરવાની ભાવના હોઈ, થોડી સંબંધોમાં સચ્ચાઈ હોઈ, પોતપોતાના વિચારો અને લાગણીઓ દર્શવવાની કહેવાની પૂરી તક હોઈ અને સૌવથી મોટી વસ્તુ એકબીજા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોઈ અને એકબીજાને હૃદયથી સમજવાની સમજણ હોઈ તો મને લાગે છે ક્યારેય કોઈ સંબંધમા કડવાશ કે ખટાસ આવી જ ના શકે. આ બધું જ હોવા છતાં પણ જો સામેથી બુદ્ધિપૂર્વકનો જ વ્યવહાર થતો હોઈ તો પછી સંબંધોમાં કડવાશ વધારવા કરતા અમુક અંતર કે દુરી બનાવી લેવી જોઈએ. પણ બીજાના વ્યવહાર અને સંબંધોને તપાસતા પહેલા પોતાને અવશ્ય તપાસી લેજો. હંમેશા દિવા નીચે જ અંધારું હોઈ છે. બાકી આપણે દુનિયાને બદલવા કરતા પોતાને બદલવી સરળ પડશે.

બાકી જયા હૃદયની લાગણીઓનું નીર ચોખ્ખુ છે ને ત્યાં એ હૃદયમાં આપણી લાગણીઓનું પ્રતિબિંબ દેખાયા વગરનું રહેતું જ નથી. આ વિશે ગંભીરતાથી વિચારજો કારણ કે જીંદગી પાનસો વર્ષની નહી માંડ પચાસ વર્ષની છે, એ પછી જીવ્યા તો ઈશ્વરનું આપેલું બોનસ સમજજો. તો ચાલો રજા લવ. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day