સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે /True is true and false is false
ૐ
સાચું એ સાચું છે અને ખોટું એ ખોટું છે /True is true and false is ફાળશે
ગમે તેટલું અંધારું હોઈ ક્યારેય કોઈ સુરજના પ્રકાશને આવતા રોકી શકે?? ગમે તેટલો વરસાદ હોઈ, પવન હોઈ, વાદળ છવાયેલા હોઈ પણ તે ક્યારેય સૂર્યના પ્રકાશને ધરતી ઉપર આવતા રોકી શકે છે? આપણે સૂર્ય પ્રકાશથી મોઢું ફેરવી લઈએ કે આંખો બંધ કરી દઈએ તો શું તેનો પ્રકાશ ઓછો થઈ જશે??? ના, બિલકુલ નહી....
સૂર્યપ્રકાશને તમે ક્યારેય ઢાંકી નહી શકો. આવું જ સત્યની સાથે છે તમે ગમે તેટલી કોશિશ કરો સત્યને ક્યારેય છુપાવી નથી શકતા. કદાચને તમે તેને દબાવી શકો કે થોડા સમય માટે સંતાડી શકો પણ જયારે પણ પરિસ્થિતિ રૂપી વાદળો હટશે એ સૂર્યપ્રકાશની જેમ ચોક્કસ તેનું તેજ પાથરશે જ. આથી જીવનમાં ઘણી બધી એવી સ્થિતિ અને પરિસ્થિતિ આવતી હોઈ છે કે આપણે ત્યારે સાચા ખોટાની પસંદગી કરવી પડતી હોઈ છે.
જીવનની અંદર હંમેશા આપણી પાસે ઓછામાં ઓછા બે રસ્તા કે વિકલ્પો હોઈ જ છે અને તેમાંથી એક સાચા બાજુ જતો રસ્તો હોઈ છે અને બીજી બાજુ ખોટા બાજુ જતો રસ્તો હોઈ છે. તમે ઘણાને એ રસ્તાઓ ઉપર જતા લોકોને જોતા પણ હશો. કદાચ ખોટા રસ્તા ઉપર જનારા વધારે હશે. તે લોકો તમને વધુ સફળ અને વધુ કામયાબ અને વધુ સમૃદ્ધિ સભર લાગતા હશે. જયારે બીજી બાજુ સત્યના રસ્તા ઉપર જવા વાળાની ભીડ ઓછી હશે અને તેઓને તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા પણ જોતા હશે ત્યારે તમને એક સેકેન્ડ માટે એમ થશે કે આ સત્યની રાહ માંગે જ શું? જ્યાં તકલીફો જ તકલીફો છે. અને આપણને એક બહાનું, એક દલીલ જ જોયતી હોઈ છે, ખોટા રસ્તા પર જવા માટે, કારણ કે તે ખૂબ લોભામણો માર્ગ છે. જ્યાં ના તો કોઈ નીતિ છે કે ના કોઈ નિયમ છે. જ્યાં અંદરથી બીક છે અને ડર છે. ખોટો માણસ ક્યારેય નિર્ભય નથી થઈ શકતો. લોકો ભૂલી જાય છે કે ઘરેણાં બનાવવા માટે સોની ધીમે ધીમે પણ સો વાર ટીપે ત્યારે એ ઘરેણું સરખું બને પરંતુ લોઢાને સીધું કરવા માટે લુહારને એક જ જોરદાર હથોડો તે ઉપર પાછડવો પડે છે અને તે એકદમ સીધું થઈ જાય છે.
બસ આવું જ કંઈક સાચું કરનાર અને ખોટું કરનાર કે સાચું બોલનાર અને ખોટું બોલનાર સાથે બનતું હોઈ છે. આખી જીંદગી ખોટું કરનાર, સુખ સમૃદ્ધિમાં રહેનારને સાચાનો એક જ ઘા લાગે છે ને બધું સીધું થઈ જાય છે. તમે ગમે તેટલું ખોટું કરો તેનો અંત આખરે આવે જ છે. આથી જે ખોટું કરે છે, અણહકનું લ્યે છે તેને વ્યાજ સહીત દેવું પડે છે અને તેમાં ઘણી વખત તેના હકનું પણ વયુ જાય છે. જ્યારે સાચું કરે તેને ચોક્કસ તકલીફો, મુશ્કેલીઓનો સામનો કરવો પડે જ પણ તેનું કામ કદાચ મોડું થાઈ પણ ક્યારેય અટકતું નથી.
તો મિત્રો, હંમેશા મળતા વિકલ્પોમાં વિચાર કરજો કે આપણે કઈ દિશામાં જવું છે? જ્યાં બધું સુખ તો છે પણ મનની શાંતિ અને રાતની નિંદર નથી અને કે પછી જ્યાં સુખ ઓછું છે પણ નિર્ભયતા અને શાંતિની નિંદર છે?? ચોક્કસ વિચારજો......
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો