આપણને બીજાના અવગુણ શોધવાનો સમય મળતો હોઈ તો સમજવું કે આપણે હજી બેરોજગાર છીએ.../Understand that we are still unemployed if we have time to find fault with others....
ૐ
આપણને બીજાના અવગુણ શોધવાનો સમય મળતો હોઈ તો સમજવું કે આપણે હજી બેરોજગાર છીએ.../Understand that we are still unemployed if we have time to find fault with others....
આપણે અને આપણી આજુબાજુમાં આપણે ઘણા લોકોને સમય જ નથી મળતો એવી ફરિયાદ કરતા સાંભળ્યા જ હશે. કસરત કરવાનું કહો તો કહેશે, કરવી તો છે પણ સમય જ નથી, ઘરે આવવાનું કહો તો કહેશે, હમણાં તો ખૂબ કામ છે સમય જ નથી મળતો, વગેરે વગેરે........ પરંતુ ક્યારેક રસ્તામાં મળી જાવ કે જાણ્યે - અજાણ્યે ફોન ઉપર વાત થાય અને જયારે એમાં પણ કોઈને કંઈ થયું હોઈ કે કોઈના વિશે વાતો કરવી હોઈ તો કલાકો ઉપર વાતો કરતા હોઈ છે અને એ સમય ક્યાં નીકળી જાય તેની ખબરેય નથી રહેતી. ઘણી વખત તો રસ્તા ઉપર કલાક કાઢી નાખીએ.
જ્યારે આવી રીતે આપણે વાતો કરતા હોઈ ત્યારે આપણે સતસંગ કે ભજન નથી ગાતા પણ કોકની ખોદણી જ કરતા હોઈ છે. અરે! એટલી હદ સુધી કરીએ કે લગભગ p h d જ થઈ જાય. આવી રીતે કોઈ વિશે ( જોકે આવી ખોદણી આપણે આપણા હોઈ તેના વિશે જ કરતા હોઈએ છે ) વાતો કરતા કે તેમના અવગુણો ગણવામાં જે સમય ગુમાવ્યે તેનો અફસોસ પણ નથી થતો. પાછા તો છેલ્લે આપણે કહીએ પણ ખરા કે, આતો આજ ઘણા સમયે ભેગા થયા તે વાત કરી નેતર સમય જ ક્યાં છે????
જો આવું બનતું હોઈ આપણા બધા સાથે અને આવી રીતે વર્તતા હોઈએ તો ચોક્કસ આપણે સાવ નવરા અને બેરોજગાર છીએ. આપણે આપણા સમયનો ઉપયોગ આપણી જ પડતી તરફ કરીએ છીએ. જયારે આપણે કોઈ બીજા વિશે વાતો કરીએ કે તેમના અવગુણો જોઈએ ત્યારે આપણી અંદર એક દુર્ગુણ જન્મે છે. ક્યારેક તો સાવ ખોટી જ વાતો કરતા હોઈએ છે. એ વ્યક્તિ કદાચ એવી હશે પણ નહી પરંતુ આપણે આપણી દ્રષ્ટિએ જ જોતા હોઈએ એટલે ખોટી લાગતી હોઈ પણ તે કદાચ તેની જગ્યાએ સાચી પણ હોઈ. અને ધારો કે સાચી ના હોઈ તો પણ શું આપણે તેના અવગુણો વિશે વાત કરશું તો એ સુધરી જશે અથવા તો એમાં કંઈ ફેરફાર થઈ જશે???? ના!! એનામાં તો કોઈ ફેર નહી પડે પરંતુ આપણો સમય અને આપણું મગજ બગડશે અને આપણી શક્તિ ઘટશે.
હકીકતમાં જો આપણને તે વ્યક્તિનો કોઈ અવગુણ ખટકતો જ હોઈ તો એની સાથે વાત કરો અને ચોખવટ કરો. જોકે આવા અવગુણો આપણા સગાવહાલા કે મિત્રોમાં કે આડોશી પાડોશીના જ આપણે જોતા હોઈ છે. બાકી જયારે એમનેમ જ કોઈની ખોદણી કરતા હોઈ ત્યારે તે ચોક્કસ કોઈ ફિલ્મ કલાકાર કે કોઈ નેતા વગેરે હોઈ છે, જેની સાથે આપણે કંઈ જ લેવાદેવા હોતી નથી અને સો ટકા ટાઈમ પાસ જ કરતા હોઈએ છે. એટલે કે ચોક્કસ બેકાર અને બેરોજગાર જ છીએ.
આપણા બધા પાસે દિવસના ચોવીસ કલાક જ છે. ઘણા તેનો ઉપયોગ કિંમતી ખજાનાની જેમ ખર્ચ કરે છે અને ઘણા મફતમાં મળતી હવાની જેમ કરે છે. દુનિયામાં કરવા જેવું ઘણું છે અને ખૂબ સુંદર છે. દુઃખી દુનિયામાં ઘણા છે, અરે આજુબાજુ જોશો તોયે મળી આવશે. ચોક્કસ એમની મદદ કરવામાં સમય વાપરીએ અને બેરોજગાર નહી પણ સમયનો સદુપયોગ કરવા વાળા સુંદર વ્યક્તિ બનીએ. મિત્રો સાથે ચોક્કસ હસીએ બોલીએ પણ બીજાના અવગુણોને લઈને નહી.
તો મિત્રો, આ વાત આજ મગજમાં આવી તે કરી નાખી બાકી બધાનો પોતપોતાનો સમય છે. ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો