આપણી સૌવથી મોટી તકલીફ કઈ??/What is our biggest problem ??
ૐ
આપણી સૌવથી મોટી તકલીફ કઈ??/What is our biggest problem ??
આપણે મનુષ્યો હંમેશા કંઈને કંઈ કરતાજ રહીએ છે. આપણે કર્મ કરીયા વગર રહી જ નથી શકતા. પછી ભલે તે કર્મ શારીરિક હોઈ, માનસીક હોઈ કે પછી વચનથી હોઈ. હંમેશા આપણે જે કંઈ પણ કરીએ છે તેના પરિણામ વિશે થોડો અંદાજ તો બાંધી જ લઈએ છે. એ વાત જુદી છે કે ભગવાને પરિણામ ઉપર નહી પણ કર્મ ઉપર ધ્યાન રાખવાનું કહ્યું છે. આથી જયારે આપણે જે પરિણામ ધાર્યું હોઈ તે પ્રમાણે ના થાઈ તો આપણે એ પરમાત્માને ચોક્કસ કોષીયે છીએ.
જયારે પણ આપણું ધાર્યું પરિણામ ના આવે ત્યારે આપણે રોદણા ચાલુ કરી દઈએ છીએ. આપણે હંમેશા આપણા કર્મો કરીએ ત્યારે કર્મની જગ્યાએ તેના પરિણામ વિશે વિચારતા હોઈએ છે આથી ધાર્યું ફળ ક્યારેક મળે છે અને ક્યારેક નથી મળતું. પરંતુ જો આપણે પરિણામની ચિંતા કરવા કરતા એ કામ ઉપર ધ્યાન આપીએ તો એનું પરિણામ સારુ જ આવે. આ આટલી સાવ સીધી અને સાદી જ વાત છે પણ નહી, કાળા માથાનો માનવી ઊંધુ જ કરે.
બીજી સૌવથી મોટી તકલીફ હોઈ તો એ કે તે હંમેશા જલ્દી જલ્દી કરવા માટે જે ટૂંકો રસ્તો છે એટલે કે કામ જલ્દીમાં જલ્દી પતિ જાય તેવો શોર્ટકટ પસંદ કરે છે. આ જલ્દી, તરત અને ઉતાવળે કરવામાં તે કામ બનવા કરતા બગાડે છે. એટલે કે ઉતાવળ એટલી કે એ કામ તરત જ થઈ જાય તેવું ગમે અને તેની માટે ઘણી વખત કામની ગુણવતા ઉપર પણ સમજૂતી કરવી પડે છે. આથી આવું બને ત્યારે તરત અને સરસની લાલચમાં કામ સુધારવાની બદલે વધુ બગાડવાની કતાર ઉપર આવી જાય છે.
આ બધું તો ઠીક પણ માનવ સહજ સ્વાભાવ હોવાથી બધું મફત મળે તેમ ઈચ્છતા હોઈએ છીએ. મફત મેળવવાની લાલચમાં જે મેળવે છે તેના કરતા તો કેટલુંય વધારે ગુમાવીએ છીએ. આ મફતની લાલચમાં અને પોતાના સ્વાર્થ માટે ઘણી વખત બીજાનું મોટું નુકસાન કરી બેસે છે. આવું થાય ત્યારે ઘણી વખત અફસોસ પણ નથી થતો. આપણે એટલી ઝડપથી જીંદગીની દોડ દોડીએ છીએ કે એમા બધું મેળવવામાં જીવન મૂલ્યો પણ ભૂલી જઈએ છે. જે સંપત્તિ, પૈસા, ધન આ બધું આપણે સાથે લઈ જવાના હોઈ તો તો સમજાઈ પણ અફસોસ એવું નથી........ આ વિશે ચોક્ક્કસ વિચારજો.......
આથી આપણી જે મોટી તકલીફ છે કે બધું જ આપણને તરત, સરસ, અને મફત આ બધું એકીસાથે જોઈએ છે તે છે અને આ બધું ક્યારેક કદાચ શક્ય બને પણ હંમેશા નહી. આથી દરેકમાં ગુણવતાને મહત્વ આપો. કંઈ જ સરળતાથી નથી બનતું કે નથી ચમત્કાર થતો. કિસ્મતના તાળાની કોઈ ચાવી હોઈ તો એ બુદ્ધિપૂર્વકની મહેનત જ છે. જીવનમાં કંઈ જ તરત, સરસ અને મફત નથી મળતું. એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસ છોડવો પડે છે. ચોક્કસ વિચારજો......અને કમેન્ટ કરી જરૂર જણાવશો.
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા, બધા ખુબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો