કેટલી અજબ ચીજ છે આ ધન પણ જેને ભેગું કરતા કરતા મોટા ભાગના લોકોનું નિધન થઈ જાય છે... / What a strange thing, wealth is, where people die whilst trying to accumulate it all their lives...
ૐ
કેટલી અજબ ચીજ છે આ ધન પણ જેને ભેગું કરતા કરતા મોટા ભાગના લોકોનું નિધન થઈ જાય છે... / What a strange thing, wealth is, where people die whilst trying to accumulate it all their lives...
આજ દુનિયામાં એવા માણસો છે કે જે દિવસ રાત કામ કરે છે અને બે વખતનું ખાવાનું મેળવે છે. બીજા એવા છે, ખાવાનું તો મેળવે છે પણ થોડી બચત પણ કરે છે. બીજો એક વર્ગ એવો પણ છે કે જેની પાસે ધનની કોઈ કમી નથી છતાં આવતી પેઢીઓ માટે ભેગું કરવામાં મશગુલ છે. ઘણાના જીવનમાં દિવસ રાત એક જ ધૂન હોઈ ક્યાંથી, કેવી રીતે, કેટલા પૈસા કમાઈ લેવા.
બધાના નસીબમાં, ધન અને વાપરવા માટેનો સમય એ બંને જુદા જુદા નથી હોતા. પરંતુ આપણી વિચારસરણી એવી છે કે અત્યારે કમાવાની ઉંમર છે તો કમાઈ લઈએ પછી મજા જ કરવાની છે, ને કંઈ ચિંતા નહી. પણ હકીકતમાં જયારે કમાવવાની ઉંમર હોઈ ત્યારે જ વાપરવાની ઉંમર પણ હોઈ છે, તે આપણે સદંતર ભૂલી જઈએ છે. આ કમાવવાની ઉંમર સુંદર સપના જોવાની, એને પુરા કરવાની, ખૂબ મહેનત કરીએ તેનું ઇનામ પોતાની જાતને આપવાની જ હોઈ છે. કમાવવાની ઉંમર પહેલા અને તે પછી આપણે બીજા ઉપર આધાર રાખનારા હોઈ છે. ધનની બાબતમાં ના હોઈ તો શારીરિક બાબતમાં હોઈએ કેમ કે આ શરીર હંમેશા આમ જ સાથ નથી દેતું રહેતું. નાનકડા હોઈએ ત્યારે એક રમકડું જોઈતું હોઈ તો પણ મમ્મી પપ્પાની પાસે કેટલું કરગરવું પડતું અને ઘડપણમાં પૈસા હોવા છતાં શરીર સાથ નથી આપતું અને આપણને પૈસા દેતા પણ બીજાની લાચારી કરવી પડે છે. પહેલા નાના હોઈએ એટલે અને પછી ઘડપણ હોવાથી શરીર કે મન બંને સાથે છોડી દયે છે અને આપણા જ બાળકો આપણને ઘડપણમાં સંભળાવે કે તમે પહેલા કેમ કંઈ ના કર્યુ??? ત્યારે આપણને એક ઓચિંતો આંચકો લાગે છે.
આવું બનવું સ્વાભાવિક જ હતું કારણ કે બે પેઢીઓ વચ્ચેનું અંતર હોઈ છે. એ વખતે આપણને કોઈ કહે એટલે આપણને ત્યારે દુઃખ પણ બોવ લાગી આવે. હકીકત તો એ હોઈ છે કે આપણે જ આપણા કર્મોની અને ભૂલોની જવાબદારી લેતા નથી અને આપણે ઘડપણના આરે ઉભેલા આપણા બાળકો કે જેઓ યુવાનીના આરે ઉભેલા છે તેમને જવાબદાર ગણીએ છીએ. અને કહીએ પણ છીએ કે, " આ બધું ભેગું તારી માટે કર્યુ, બાકી અમને પણ મોજ કરતા આવડતી જ ". આ શબ્દોમાં ખૂબ જ અફસોસ વ્યક્ત થાઈ છે.
હકીકત તો એ છે કે બુઢાપો ભૂતકાળમાં જીવે છે એટલે દુઃખી છે અને યુવાની ભવિષ્યમાં રહે છે એટલે દુઃખી છે પરંતુ બાળપણ વર્તમાનમાં જીવે છે એટલે ખૂબ ખુશ અને નિર્દોષ છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આપણે હજી પણ આપણા બાળકોને (યુવાન ) એ યુવાન બાળકોને આ કડવા સત્ય ( કમાવ ત્યારે જીવો )વિશે નથી કહેતા પણ તેઓને પણ એજ ધન કમાઈ લ્યો પછી મજા કરજો એજ સલાહ આપીએ છીએ.
દુનિયામાં બધા જ કંઈ મોટા ઉદ્યોગપતિ અને કરોડપતિ નથી હોતા કે નથી બની શકતા. જો બનવાના હોઈ તો થોડી મહેનતમાં પણ નસીબ ખૂબ સાથ આપે છે. જીવન તો સદીયોથી વર્તમાનમાં જ છે પણ આપણે સ્વીકારતા અચકાઈએ છીએ અને બીજી બાબતમાં તો વર્તમાનમાં જીવવાની સલાહ આપીએ છીએ પણ ધનની બાબતમાં નહી. ત્યાં આપણો નારો "વર્તમાનમાં કમાવ અને ભવિષ્યમાં વાપરો" એ હોઈ છે. એમાં હું પણ આવી જાવ છું.
યાદ રાખજો મિત્રો, આપણે બાળકોને બધું જ શીખવીએ છીએ ત્યારે આ પણ ખૂબ જરૂરી છે કે ધન કમાવ, ખૂબ કમાવ પણ એ ધનને પોતાનું નિધન થાઈ તે પહેલા વાપરી જાણો. કારણ કે અત્યારે જેમ ધન મેળવવાના રસ્તા વધુ છે તેમ ઈશ્વરે આપણી જિંદગીના શ્વાસ લેવાના દિવસો પણ ઓછા કરી નાખતો જાય છે. આજ સો વર્ષ જીવવા વાળા માણસો નથી. આજે મોતની લોટરી ગમે ત્યારે અને ગમે તેની લાગી જાય છે. આ વિશે ચોક્કસ ચોક્કસ વિચારજો...........
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો