સુંદર વિચારો માટે શું કરવું??/What to do for beautiful thoughts ??
ૐ
સુંદર વિચારો માટે શું કરવું??/What to do for beautiful thoughts ??
આપણું મન સતત કંઈને કંઈ વિચારતું જ રહે છે. આ મરકટ મન ક્યારેય વિચારો વગરનું નહી હોઈ. ઘણી વખત આપણને ખબર હોઈ છે કે આપણે શું વિચારીએ છીએ અને ઘણી વખત આપણી જાણ બહાર વિચારતું હોઈ છે. એટલે કે આપણે કંઈ કામ તો કરતા હોઈ પણ મન એ કામ વિશે નહી પણ બીજા જ વિચારો કરતું હોઈ છે. આવું લગભગ બધા સાથે બનતું હોઈ છે.
એવું કહે છે કે જેવા જેના વિચારો તેવી એની દુનિયા. આપણે કોઈ વિચાર સતત કરતા રહીએ એટલે એ વિચારને ક્યારેક તો આપણે અમલમાં મૂકીએ જ. જયારે તે વિચાર અમલમાં મૂકીએ ત્યારે તે આપણું કર્મ બની જાય છે. અને જેવું કર્મ તેવું જ તેનું ફળ મળે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે કર્મ ઉપર આપણો અધિકાર છે પરંતુ કર્મફળ ઉપર નહી. પરંતુ જો કર્મો સારા હશે તો તેના ફળ ( પરિણામ ) સારા જ હશે. તો આ કર્મોના બીજ પણ આપણા વિચારો દ્વારા જ વાવાઈ છે તો વિચાર કરતા પહેલા પણ વિચારવું પડશે.........
આપણા વિચારો ઉપર આપણી આજુબાજુનું વાતાવરણ, વ્યક્તિ, વાંચન, ખોરાક અને સોબત ખૂબ મોટી અસર કરે છે. આપણે બધા જ ઈશ્વરના દિવ્ય અંશ છીએ પરંતુ આ વાત આપણે સતત યાદ નથી રાખતા. આપણે દરરોજ ખોરાક ખાઈએ છીએ. જેના વડે આપણા શરીરનું ઘડતર થાઈ છે. તંદુરસ્ત શરીરનું મન પણ તંદુરસ્ત હોઈ છે. આથી શુદ્ધ સાત્વિક ખોરાકની સાથે એ પણ જરૂરી છે કે જે કમાણી દ્વારા આપણા ઘરમાં ખોરાક આવે છે તે નિતીની અને પરસેવાની હોઈ. આથી જેવું અન્ન તેવું મન અને જેવું મન તેવા જ વિચારો. આપણી આજુબાજુનું વાતાવરણસને સ્થળ સુંદર, શાંત, દિવ્ય અને સાત્વિક હશે તો વિચારો પણ એવા જ હશે. આથી મંદિરમાં આવતા વિચારો આપણને દારૂખાનામાં ના આવે અને દારૂખાનામાં આવતા વિચારો મંદિરમાં નો આવે.
સૌવથી મહત્વનું છે તે આપણી સોબત છે. આપણી સોબત બે પ્રકારની હોઈ છે પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કોઈ વ્યક્તિ, મિત્રો, પરિવાર એ બધા. જો આ બધા સારા સકારાત્મક વિચારોવાળા હશે તો આપણે પણ ધીમે ધીમે એવી રીતે વિચારતા થઈ જઈએ છે. અને એનાથી ઉલ્ટુ ખરાબ કે નકારાત્મક વિચારોવાળા હશે તો પણ તેના જેવા બનતા વાર નથી લાગતી.
બસ આવીજ રીતે આપણું વાંચન કેવું છે તેની ઉપર પણ આપણા વિચારો બદલાતા રહે છે. સતત અસ્લિલ અને ખરાબ વાંચનથી આપણા વિચારો બગડે છે તેવી જ રીતે સાત્વિક, સકારાત્મક વાંચનથી વિચારો સુધારે છે. આથી ખૂબ જરૂરી છે આપણે આપણી આજુબાજુના લોકોથી અને આપણી જે કાયમીની જેની સાથે ઉઠક-બેઠક છે તેને તપાસતા રહીએ કારણ કે યુરોપના રૂપાળા અને ઉજળા માણસો સાથે રહેવાથી આપણી ચામડીનો રંગ નહી બદલાઈ પણ આપણા વિચારો એના જેવા ચોક્કસ થઈ જશે. આથી જ કહેવત છે ને રંગ ના આવે પણ સંગ ચોક્કસ આવે. ખરાબ મિત્રોનો સંગ કે સોબત કરવા કરતા સુંદર પુસ્તકોનો સંગ આપણને જીવનમાં ખૂબ ઊંચે લઈ જાય છે. સારા વાંચનથી અચૂક આપણા વિચારો સુંદર બંને જ છે. દરરોજ જાજુ નહી તો એક પાનું વાંચો અને એ પણ વધુ હોઈ તો દરરોજ એક સુવિચાર વાંચો.
જીવન ખૂબ અમૂલ્ય અને કિંમતી છે. તેને સુંદર રીતે જીવવું અને તેનો આનંદ લેવો જોઈએ. દરેક નાની નાની ખુશીઓ જીવનમાં આવે તેને માણો. દરેક વસ્તુની કિંમત પૈસા નથી હોતી. સારા, સકારાત્મક વિચારોવાળો મનુષ્ય પણ કંઈ ઓછો ધનવાન નથી. આથી આપણા મનની ફરતે પણ વાડ બનાવવી કે કોઈ ગમે તેવા વિચારો આપણા મનમાં ફેંકી ના જાય..... બરોબરને મિત્રો???
ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, આનંદમાં રહો અને ઉચ્ચ વિચારો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો