આપણું નસીબ ક્યારે સાથ આપે છે...../ When does our destiny give us accompany ....
ૐ
આપણું નસીબ ક્યારે સાથ આપે છે...../ When does our destiny give us accompany ....
આપણે ઘણી વખત આપણા વડીલો પાસે સાંભળ્યું હશે કે, પહેલાના ઝમાનાના માણસો ખૂબ ભોળા હતા. તેઓમાં કોઈ છળકપટ નોહતું એટલે કે તેઓ ખૂબ ચોખ્ખા દિલના હતા. ખૂબ શાંતિમય લાંબું અને નિરોગી આયુષ્ય ભોગવતાં. વગેરે વગેરે......
જોકે આ વાત સાચી પણ છે. પહેલા લોકો એસી નેવુંની આજુબાજુ તો આરામથી પહોંચી જતા. તેમને ના તો ચશ્મા હોઈ કે ના મોઢામાં બત્રીસી અને વૃધો યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરે. અત્યારે જે ચિત્ર વિચિત્ર બીમારીઓ છે તેના નામ પણ નોહતા સાંભળીયા. શારીરિક બીમારીઓ વિશે જ જાણતા હતા, માનસીક રીતે પણ બીમારીઓ હોઈ તે ઘણા થોડા વર્ષો પહેલા જ ખબર પડી છે. આટલુ બધું ત્યારે સુંદર હતું તો અત્યારે એવું શું થઈ ગયુ કે આપણને ક્યાંય શાંતિ નથી?? આપણે શા માટે બીમારીઓના ઘર બની ગયા છે?? આપણને શા માટે એવું લાગ્યા રાખે કે માથા ઉપર જાણે બોજનો ટોપલો સતત ઉપાડીને ચાલી રહ્યા છે?? આપણને હંમેશા કોઈ ડર સતાવ્યા રાખે છે?? શા માટે????
મને આ બધાનું એક જ કારણ લાગે છે અને તે છે આપણે અંદરથી જુદા છીએ અને બહારથી પણ જુદા હોઈએ છીએ. આપણે નિખાલસ નથી બની શકતા. આપણે ક્યાંકને ક્યાંક પેટમાં પાપ રાખીને કાર્ય કરીએ છીએ. અરે આપણે આપણા અંગત સંબંધોમાં પણ પેટમાં પાપ રાખીએ છીએ અને જ્યાં સુધી આપણે પેટમાં પાપ રાખીને કાર્ય કરશુંને ત્યાંસુધી ના તો કોઈ કાર્ય સરખી રીતે થશે કે ના આપણે નિર્ભય કે નીડર બની શકશું. જ્યાં સુધી આપણે પેટમાં રાખીને કાર્ય કરશું ત્યાં સુધી હંમેશા ડર લાગ્યા કરશે અને આપણને આપણું નસીબ પણ સાથ નહી આપે.
તો શું સરળ થવું એટલું અઘરું છે?? કેવી રીતે સરળ થવું?? કેવી રીતે નિખાલસ બની શકાઈ?? શા માટે આપણે પેટમાં પાપ રાખીને કાર્ય કરીએ છીએ?? શું નસીબ જેવી કોઈ વસ્તુ હોઈ છે કે ખાલી આપણે આપણી આળસુ વૃત્તિનો બચાવ કરીએ છીએ??
પુષકળ સવાલો અને જવાબ એક જ કે નિખાલસ બનો. કોઈ પણ કાર્ય કરીએ પૂરી ઈમાનદારીથી અને પેટમાં પાપ રાખ્યા વગર કરો. જીંદગી ખૂબ સરળ, સરસ અને સુંદર છે. આ પૃથ્વી ઉપર ઈશ્વરની જ એવી ગોઠવણ છે કે આપણે અહીંયા છે ત્યાં સુધી જ સંબંધોનો અને સમૃદ્ધિનો આનંદ લઈ શકીએ. તો પછી આ તારું આ મારું કરીને જીવવું એના કરતા આપણી પાસે જે કંઈ છે તેને આપણું કરીને કેમ ના જીવી શકીએ!!!!!
એ વાત બરોબર કે આપણે ખૂબ મહેનત કરીને એ બધું કમાયા હોઈએ અને આપણે જે કમાયા હોઈએ તેમાં આપણો જ અધિકાર થાઈ. આ વાત બધાને સમજાઈ જ જાય પરંતુ જયારે આપણું ના હોઈને બીજાનું પડાવી લેવાની મનોવૃત્તિ હોઈ ત્યારે બધી તકલીફો ઉભી થાઈ છે. બસ આવું હોઈ ત્યાં નિખાલસ અને પ્રામાણિક બનવાનું છે. સંબંધ હોઈ કે સંપત્તિ પરંતુ આપવાથી એમાં વધારો થાઈ છે પછી તે દાન કર્યુ હોઈ, કોઈની મદદ કરી હોઈ કે પછી કોઈને દિલથી સમ્માન આપ્યું હોઈ બધું જ વ્યાજ સહીત પાછુ આવે છે. પરિવારોમાં થતા ખટરાગમાં પણ બધું એકલું જ હડપ કરી જવાની લાલસામાં જ તકલીફો ઉભી થાઈ છે. પૃથ્વીની સંપત્તિમાં વહેંચવામાં ભેદભાવ કરનાર ભૂલી જાય છે કે બધું અહીંયા જ મૂકીને જવાનું છે તો એકબીજાને અન્યાય શું કરવા કરવો????
બસ અહીંયા જ બધા સમજદારી બતાવવામાં ઓછા પડે છે. જે બાળકોની માટે આપણે સંપત્તિ મૂકીને જવાના છે, કે તેની માટે દલીલો કરીએ છીએ તે કોઈ અનંતની યાત્રામાં સાથે નથી આવવાનું. બરોબર ને!!!! તો પછી ઈમાનદારી પૂર્વક, પ્રામાણિકતાથી કે નિખાલસતાથી આપણે કેમ નથી વ્યવહાર કરી શકતા??? બધા જ સમજદારી દાખવે અને નિખાલસતાથી, પ્રામાણિકતાથી વિચાર કરે તો બધું જ એકદમ સીધું અને સરળ જ છે. પણ અહીંયા દલીલ એમ કરે કે એ નથી છોડવા તૈયાર તો હું શું કરવા છોડું!!!! છોડવુંતો બધું અહીજ પડશે કારણ કે સાથે તો આખી જીંદગી જે શરીરમાં રહીએ છે તે પણ લઈ જવાની મનાઈ જ છે તો પછી આ બીજી સંપત્તિને તો શું રોવું??? આ વિશે ફરી ફરીને વિચાર કરજો, ચિંતન કરજો અને જવાબ શોધજો. કારણ કે આમાં ઉકેલ ના આવે તો આજ સંબંધ અને સંપત્તિ માટેની લડાઈની જે ગાંઠો છે તે મન દ્વારા ક્યારે શરીરમાં પ્રવેશી ભયંકર રોગનું રૂપ ધારણ કરી લ્યે છે તેની ખબર પણ નથી પડતી. માટે જીવો, નિખાલસ બની જીવો, માથે બોજ લઈને નહી હળવા થઈને જીવો અને જયારે સાચા હશો ત્યારે નિર્ભયતા ને નીડરતા તો આવી જ જશે અને ત્યારે નસીબ બે ડગલા આગળ કે પાછળ નહી પણ સાથે જ ચાલશે. બધું ઈચ્છા પ્રમાણે થાઈ એ જ તો સારુ નસીબ. સાચુંને .....
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏








ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો