જ્યારે કંઈ ના કરી શકો, ત્યારે પ્રાર્થના જરૂર કરો....../ When you can't do anything, you need to pray ....

 

જ્યારે કંઈ ના કરી શકો, ત્યારે પ્રાર્થના જરૂર કરો....../ When you can't do anything, you need to pray ....

જીવનમાં ઘણી એવી પરિસ્થિતિઓ આવતી હોઈ છે કે આપણે ત્યારે ખૂબ લાચાર બની જતા હોઈ છે. ચારે બાજુ  અંધકાર જ દેખાતો હોઈ, ક્યાંયથી કોઈ આશાનું કિરણ દેખાતું ના હોઈ, બધી જ કોશિશો નાકામયાબ રહી હોઈ, દરેક સગાઓએ અને પોતાનાઓએ મદદના હાથ પાછા ખેંચી લીધા હોઈ ત્યારે જે લાચારી અને પરવશતાનો અનુભવ દુઃખ આપે છે તે ખૂબ તીવ્ર અને અસહ્ય હોઈ છે.

આવી વિકટ પરિસ્થિતિનો અનુભવ જીવનના કોઈ પણ વળાંક આગળ મળે જ છે. ત્યારે એવા સંજોગોમાં કાં તો માનવી પરિસ્થિતિમાંથી હિંમતભેર બહાર આવે છે કે કાં પછી હંમેશને માટે ભાંગી પડે છે. આવા સમયે આપણા બધા પાસે એક જ આશરો હોઈ છે અને તે છે પ્રાર્થનાનો. ગમે તેવી  વિકટ પરિસ્થિતિ આવે તેમાં આપણી પાસે બેજ રસ્તા કે વિકલ્પો હોઈ છે કાં તો હાલાત સામે લડી લ્યો કે તેની સામે નમતું મૂકી દયો. લડી લેવાથી ઘણા ફાયદા થશે, નવું શીખશું, આત્મવિશ્વાસ વધશે, અંદરથી મજબૂત બનશું વગેરે વગેરે.... જયારે નમતું મુકવાથી ધીમે ધીમે કાયર બનતા જશું અને હંમેશા પોતાની જાતને નાકામ સમજી પોતાનો આત્મબળ અને આત્મવિશ્વાસ ગુમાવતા જશું.

આવી વિકટ પરિસ્થિતિઓમાં શાંત, સ્થિર અને મજબૂત રહેવા માટે આપણને એ દિવ્ય શક્તિ કે જેને ઈશ્વર માનીએ છીએ તેને સતત પ્રાર્થના કરતી રહેવી જોઈએ. જે ઈશ્વરમાં માને છે તેની માટે પ્રાર્થનાનો રસ્તો લેવો સરળ છે પરંતુ જે નથી માનતા તેમની માટે થોડું અઘરું છે.

એ દિવ્ય શક્તિઓને, પરમાત્માને પ્રાર્થના કરતું રહેવાથી કંઈક રસ્તો તો અચૂક મળે મળે ને મળે જ. જયારે આપણી બધી કોશિષો નાકામ રહે ત્યારે સમજી લેવું કે એ પરમપિતાની આપણી માટેની યોજના કઈંક જુદી છે. તે આપણી પાસે કઈંક કરાવવા માંગે છે એટલે આપણે ત્યારે પરમાત્મા સામે સંપૂર્ણ સમર્પણ કરી દેવું જોઈએ.  એ વિકટ પરિસ્થિતિમાં ડૂબતાને તણખલાનો સહારો પણ ઘણો થઈ જાય છે. જ્યારે ઈશ્વરને પ્રાર્થનાઓ દ્વારા આપણી તકલીફો, મુસીબતો, દુઃખોને આપી દઈએ ત્યારે હકીકતે પોતાની જાતને ખુબ હળવા અનુભવ કરીએ છીએ અને ક્યાંકથી પણ કોઈને  કોઈ રસ્તો દેખાઈ આવે છે.

જયારે આપણે આવી પરિસ્થિતિમાં આવીએ ત્યારે સૌવથી પહેલા આપણે કોઈને દોષ દઈએ તો એ છે ઈશ્વર. આપણે તેમની સાથે ખૂબ લડાઈ કરીએ છીએ, પોતાની ભૂલ અને જવાબદારી સ્વીકાર કરવાને બદલે. આપણી આ સ્થિતિની આપણી જવાબદારી માથે લઈએ ત્યારે આપણને આપણી ભૂલ સમજાઈ જાય છે અને પછી અવિરત એ પરમપિતાને પ્રાર્થના ચાલુ થઈ જાય છે.

મિત્રો, આવી વિકટ પરિસ્થિતિમાં પ્રાર્થના શિવાય કોઈ વિકલ્પ જ નથી તો પછી એ કરવામાં પણ કોઈ સમસ્યા ના જ હોવી જોઈએ. ખૂબ મહત્વની વાત એ કે આ પ્રાર્થના સતત અને અવિરત હોવી જોઈએ. ગાંધીજી તો પ્રાર્થનાને હૃદયનું સ્નાન કહેતા. તો મિત્રો, ઈશ્વરને એજ પ્રાર્થના કરીએ કે કોઈને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો જ ના પડે પરંતુ આપણા કર્મોની બલિહારી છે આથી જો ક્યારેય એવી પરિસ્થિતિ આવેને તો આ સંસારરૂપી સાગરમા  મુશ્કેલીઓની નાવમાં પ્રાર્થનારૂપી પતવાર લઈને બેસી જજો ચોક્કસ ભવસાગર સહેલાઇથી તરી જશો.

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.