મોહ પૂરો થઈ ગયા પછી...../ After the infatuation is over....
ૐ
મોહ પૂરો થઈ ગયા પછી...../ After the infatuation is over....
જીવનમાં બધાને એક વખત ખરા હૃદયથી પ્રેમ થાઈ અને જો એ પ્રેમ જીવનમાં જીવનસાથી બની જાય તો એમ કહી શકાઈ કે એ વ્યક્તિ દુનિયાની સૌવથી નસીબદાર વ્યક્તિ છે. પરંતુ જીંદગીમાં આપણને પ્રેમ કરતા મોહ વધારે થાઈ છે. જયારે આપણને કંઈ પણ ખોવાની બીક લાગે ત્યારે સમજવું કે એ વસ્તુ, વ્યક્તિ, સંબંધ કે જીંદગી ઉપર આપણને પ્રેમ નહી પણ મોહ છે કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં ખોવાવાનો ડર પણ નથી હોતો.
મોહ અને પ્રેમમાં ખૂબ મોટો તફાવત છે. અત્યારે મોટા ભાગના લોકોને મોહ વધુ થાઈ છે પ્રેમ કરતા. મોહ વધુ સમય નથી ટકતો વધારામાં વધારે વર્ષ સુધી. પ્રેમ તો એવી વસ્તુ છે કે વર્ષો સુધી પ્રેમ કરનારાઓના હૃદયમાં અને સદિયો સુધી તેમના પ્રેમને યાદ કરનારાઓના હૃદયમાં જીવિત રહે છે. મોહમાં આપણને બધું ખોવાનો ડર એટલા માટે હોઈ છે કે આપણે એ વસ્તુ, વ્યક્તિ કે સંબંધને પકડીને આપણી આજુબાજુ રાખવા માંગતા હોઈ છે. મોહમાં આપણને વ્યક્તિ આપણા ધાર્યા પ્રમાણે કરે કે આપણી મરજી મુજબ વર્તે એમ આપણે ઈચ્છીએ છીએ. મોહ ક્યારેય સ્વતંત્રતા સ્વાકારી શકતો નથી. જયારે જયારે આપણને મોહ જાગે ત્યારે ત્યારે આપણે બેચેની કે એક જુદી જાતની લાગણીનો અનુભવ કરતા હોઈએ છે. આ ક્ષણિક મોહમાં ઘણા લોકો પોતાની જીંદગી બરબાદ કરી નાંખે છે.
જયારે પ્રેમમાં તો વાત સાવ જુદી છે. પ્રેમનું બીજું નામ જ સ્વતંત્રતા છે. અત્યારનાં યુવાનો પ્રેમનો અર્થ જ જુદો કરે છે. પ્રેમમાં બંધન નહી પણ એકબીજાને સ્વતંત્રતા આપવામાં આવે છે કારણ કે પ્રેમનું બીજું નામ વિશ્વાસ પણ છે. પ્રેમમાં લોકોને એકબીજા માટે મરવું સહેલું લાગે છે પણ નિભાવવું ખૂબ અઘરું લાગે છે. જયારે નિભાવવો અઘરો લાગે ત્યારે સમજવું કે એ પ્રેમ નહી પણ એક જાતનો મોહ છે પછી તે વ્યક્તિ પ્રત્યે હોઈ, વસ્તુ પ્રત્યે હોઈ કે સંબધો પ્રત્યે હોઈ. જયારે કોઈ એકતરફી પ્રેમ કરતું હોઈ ત્યારે સમજવું કે એ પ્રેમ નથી, મોહ કે આકર્ષણ છે કારણ કે જયારે એ તેમને નથી મળતું ત્યારે તમે એને જવા દેવાની બદલે તેને નષ્ટ અથવા તો નુકસાન પહોંચાડવાની કોશિષ કરો છો જે એકેય દ્રષ્ટિથી પ્રેમ કહીં જ ના શકાઈ. જયારે તમે સાચા હૃદયથી કોઈને પ્રેમ કરોને તમારા પ્રેમનો પડઘો એના હૃદયમાં ના પડે તેવું બની જ ના શકે પરંતુ હંમેશા યાદ રાખવું આ પડઘો આત્માથી આત્માનો પ્રેમ હોઈ ત્યાં જ પડે છે ના કે શારીરિક પ્રેમમાં કે મોહમાં.
આજના યુવાનો શરૂઆતના પોતાનો પ્રેમી કે પ્રેમિકા ના મળે તો પ્રેમમાં મરવાનું પસંદ કરે છે પણ જયારે એ વ્યક્તિ મળી જાય ત્યારે તેની સાથે નિભાવવું અઘરું બનતા છુટા થયાના ઘણા દાખલા સમાજમાં જોવા મળે છે. આને પ્રેમ ના કહીં શકાઈ. આથી જ લોકો કહે છે પ્રેમ કરવો સહેલો છે પણ જીવનપર્યન્ત નિભાવવો અઘરો છે.
પહેલી નજરમાં પ્રેમ ના થાઈ આકર્ષણ થાઈ, તે પછી આકર્ષણ મોહમાં ફેરવાઈ અને જો મોહ પ્રેમમાં ફેરવાઈ તો એના પછી આપણને કંઈ પણ ખોવાનો ડર નથી રહેતો. આ પ્રેમ અને મોહ ખાલી પ્રેમી/પ્રેમિકા કે પતિ/પત્ની નો જ નહી પણ માતા / પિતા અને સંતાનો વચ્ચે અને મિત્રોની વચ્ચે પણ હોઈ શકે છે. આથી જયારે તમે ખરા હૃદયથી કોઈને પ્રેમ કરો ત્યારે તમે તેને પુરા વિશ્વાસ સાથે સંપૂર્ણ સ્વતંત્ર કરો છો. જેમાં કદાચ બેન વ્યક્તિ એકબીજાથી સંપૂર્ણ અલગ જ હોઈ, બંનેના વિચારો, માન્યતાઓ બધું જ એકબીજાથી અલગ હોઈ પણ છતાએ એકબીજાની સમજદારીથી, વિશ્વાસથી જોડાયેલા હોઈ તો એ પ્રેમ છે. પોતાના બાળકો ઉપર પણ મોહ નહી પ્રેમ રાખવાનો છે અને તેને સ્વતંત્રતાથી ઉડવા દેવાના છે પરંતુ વિશ્વાસ અને પ્રેમની ડોરથી પકડી રાખવાના છે. જો આટલું સમજી લેશું ને તો પ્રેમને નિભાવવામાં ભાર નહી પણ આભાર લાગશે અને આપણું જીવન પણ ખુશીઓના ફૂલોથી હંમેશા મહેકતું રહેશે. તો મોહ રાખી ડરી ડરીને જીવવાનું નથી પણ પ્રેમ રાખીને નીડર બનવાનું છે. બરોબર ને મિત્રો!!!
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
shamdivine.blogspot.com







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો