પોતાની પ્રગતિમાં એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે....../Be so busy in your own progress that there is no time to look at the weaknesses of others ......
ૐ
પોતાની પ્રગતિમાં એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે....../Be so busy in your own progress that there is no time to look at the weaknesses of others ......
આજ ઝમાનો બદલાઈ ગયો છે. લોકોની વિચારસરણી બદલાઈ ગઈ છે. સમય હંમેશા એજ રહે છે પણ આપણે બદલાઈએ છે. આપણે મનુષ્યો કંઈપણ જવાબદારી સીધી રીતે આપણી માથે લેતા જ નથી આથી કહીએ છે કે સમય સાવ બદલાઈ ગયો છે.
આજે લોકો જેટલા સકારાત્મક બનવાનો જેટલો પ્રચાર કરે છે તેટલો પહેલા નોહતા કરતા કારણ કે પહેલાના સમયમાં માણસો બધા સકારાત્મક વિચારોવાળા વધારે હશે કદાચ?? અથવા તો કહીં શકાઈ કે લોકોમાં સદભાવના વધારે હશે!!! આજે માણસોની જીંદગીમાં જેટલી સુખ સગવડતાઓ વધી છે તેટલી જ જીંદગીમાં શાંતિ વધવાની બદલે જીંદગી હાઈહોઈ વાળી થઈ ગઈ છે. જેટલી નવી નવી દવાઓ શોધાઈ છે તેની સામે બીમારીઓ પણ એટલી જ ઉભી થઈ છે. જોકે સૌવથી મોટી જવાબદારી આ દુનિયાને બનાવવાની અને બગાડવાની કોઈની હોઈ તો એ આપણી મનુષ્યોની છે. આજે દુનિયામાં બે પ્રકારના લોકો છે, જેમાં અમુક લોકો નવરા છે તે સાવ જ નવરા કામકાજ વગરના જ છે અને બીજા એવા કે જેમની પાસે એટલું બધું કામ છે અને કામ કરવાનું એક જુનુન છે કે તેમની પાસે બીજી કોઈ ફાલતુ વસ્તુ કરવા માટે સમય જ નથી.
બીજાની ખોદણી કરવાનો, બીજાનું ખરાબ વિચારવાનું, બીજાની નબળાઈઓને જોવાનું કામ આ સાવ નવરો વર્ગ છે તેમણે સંભાળી લીધી છે. અને એટલી સિદ્દતથી સંભાળી લીધી છે કે એ તેઓની માટે ફુલટાઈમ કામ બની ગયું છે. ઘણા આપણી આજુબાજુમાં પણ આવા માણસો હશે જ કે કદાચ આપણે પણ આવું કરતા હોઈએ!!!! અહીંયા આપણે પણ જરાં થોભી વિચારવાની જરૂર છે. આજ આપણે શું વિચારીએ છીએ? શું બોલીએ છીએ? અને શું કરીએ છીએ તે જાણવું ખૂબ જરૂરી છે. આપણી પોતાની ઉન્નતિ અને પ્રગતિ માટે જાણવું જરૂરી છે. પરંતુ આપણે હંમેશા આપણી ફિલ્મ બનાવવા કરતા બીજાની ફિલ્મ જોવાની અને બનાવવાની મજા આવે છે કારણ કે તેમાં બહુ મહેનત નથી કરવી પડતી. બીજાની નબળાઈઓ જોવામાં આપણે આપણામાં કંઈ ના હોઈ છતાં આપણે આપણી જાતને શ્રેષ્ઠ માનીએ છીએ કારણ કે ત્યાં સરખામણી કરવી સરળ છે. જોકે પોતાને ખબર હોઈ છે કે હું સાવ નવરો છું પણ પોતાના કામ ના કરવાનાં વલણને ન્યાય આપવા માટે તે કઈંક કરી રહ્યો છે એમ વિચારે છે. આ બીજાની નબળાઈઓ જોવની અને બીજાની ખોદણી કરવાની પ્રવૃત્તિમાં સમયની તો બરબાદી છે જ પરંતુ આપણી પણ અવગતી જ છે.
સાવચેત બનીએ મિત્રો! આવા બેકારના સમયમાં સમય પસાર કરવાની બદલે આપણી જાતની ઉન્નતિ અને તેની પ્રગતિ માટે સમય પસાર કરીએ. પોતાની જાતને નવરી બેસવા જ ના દયો કારણ કે નવરું મન અને શરીર બંને ખરાબ વિચારો, બીમારીઓ અને નકારાત્મક બાજુ વધુ આકાર્ષાઈ છે. નવરા માણસો જ નહી પણ જેઓ મનથી દુઃખી છે તેઓ પણ પોતાની શક્તિને રડવા પાછળ કે દુઃખી થવા પાછળ પસાર કરવાની બદલે એજ શક્તિનો ઉપયોગ પોતાની જાતનો વિકાસ અને પ્રગતિ કરવામાં કરે તો એ બીજા માટે પણ પ્રેરણાદાયક બની રહે છે. આજે પોતાની હરીફાઈ બીજા સાથે નહી પણ પોતા સાથે જ છે એમ માનીને પોતાની ઉન્નતિ અને પ્રગતિ પાછળ સમય વાપરનાર હંમેશા ધનની સાથે સુંદર વિચારોના અને સદગુણોના પણ ધની હોઈ છે. બીજાની નબળાઈઓ આપણને ત્યારેજ દેખાઈ છે જયારે આપણી અંદર પણ એ નબળાઈ હોઈ અને બીજાની નબળાઈઓ જોવી એ એક દુર્ગુણ જ છે જેમાં આપણી કે બીજાની કોઈની પ્રગતિ કે ઉન્નતિ નથી ફક્ત સમય અને શક્તિની બરબાદી જ છે. ચોક્કસ વિચારજો મિત્રો!!!
ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા બ્લોગ્સ વાંચવા માટે
shamdivine.blogspot.com





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો