નમે એના જ છાંયડા હોય, ક્યારેય કોઈને જોયા છે આસોપાલવની નીચે વિસામો ખાતા....

 

નમે એના જ છાંયડા હોય, ક્યારેય કોઈને જોયા છે આસોપાલવની નીચે વિસામો ખાતા...

દુનિયામાં ઘણી જાતના માણસો હોઈ છે. જોકે આપણે માનવજાત ગુણો અવગુણોના પોટલાં છીએ. આપણને અભિમાન અને સ્વાભિમાનની ભેદરેખા ખબર પડી જાય તો જીવન ઘણે અંશે સરળ બની જાય. દુનિયામાં આપણને બીજા નથી ડુબાડતા એટલું આપણું અભિમાન ડુબાડે છે. કહેવાય છેને કે અભિમાન તો લંકાપતિ રાજા રાવણનું પણ ના રહ્યું કે જેની પાસે આખી સોનાની લંકા હતી, તો આપણે તો સામાન્ય માનવીઓ છે.

આજે આપણા જીવનમાં સદગુણો કરતા દુર્ગુણોનું વર્ચસ્વ વધી ગયું છે અને મજાની વાત એ છે કે આપણને બધી ખબર છે છતાં નજર અંદાજ કરીએ છીએ અને આપણા ખોટા અભિમાનને સ્વાભિમાનનું નામ દઈને પોષિએ છીએ. અંતે નુકસાન પણ આપણું જ છે. આજ આપણને ક્યારેક તો એટલું અભિમાન આવી જાય છે કે જોતા એમ થાઈ કે આ દુનિયામાં આપણે અમરત્વ લઈને આવિયા છે અને આમ જ બધું આપણું ધાર્યું ચાલ્યે રાખશે. હકીકત તો એ છે કે આપણે જયારે દુનિયામાં આવિયા ત્યારે ખાલી હાથે જ આવ્યાતા, અરે! શરીર ઉપર કપડાં પણ કોઈ બીજાએ આપ્યા અને આખી જીંદગી જે રૂપિયા, પૈસા, સંપત્તિ અને સંબધો ઉપર અભિમાન કર્યુ તે બધું જ અહીંયા જ રહી ગયું, અંતે કોઈ સાથે ના આવ્યું. દુનિયામાં આપણું કંઈ રહી ગયું હોઈ તો આપણા કર્મો અને આપણી સાથે કંઈ આવ્યું હોઈ તો એ પણ આપણા કર્મો જ.

આ નિયમ પ્રકૃતિ પણ આપણને શીખવે છે. જેની પાસે કઈંક નમવાનો એટલે કે નમ્રતાનો સદગુણ છે, એની પાસે જ આપણે જઈએ છે. આ દુનિયા ખૂબ મોટી છે પણ આપણા બધાની દુનિયા ખૂબ નાની છે જે આપણા પરિવાર મિત્રો અને સંબધીઓ દ્વારા બનેલી છે. તેમાં પણ આપણે બધા પાસે મદદ માંગવા નથી જતા. આપણે ત્યાં જઈએ કે જ્યાં આપણને એમ થાઈ કે આ વ્યક્તિ કે મિત્ર મારા સ્વાભિમાનને ઠેસ નહી પહોંચાડે. આવી વ્યક્તિ જો આપણે હોઈ કોઈ માટે તો તો સમજજો કે આપણને ભગવાને એ વટવૃક્ષ બનાવ્યા છે જ્યાં લોકો વગર ખચકાટે મદદ લઈ શકે છે. એટલે કે જે અભિમાન રહિત છે તેની પાસે લોકો જવાનું પસંદ કરે છે.

પ્રકૃતિમા આપણે જોઈએ તો નદીમાં પાણી પીવા જઈએ તો તે મોઢું નથી બગડતી કે પોતાનો વહેણ બીજી બાજુ નથી ફેરવી દેતી, ગાય કે ભેંશ પાસે દૂધ માટે જશો તો તે પણ આપે, ફળ આપવાવાળા વૃક્ષો પણ પથ્થર મારો તો ફળ જ આપે છે પોતાની ડાળ કાપીને નથી ફેંકતું, ઉલ્ટાનું ફળો આવતા નમી પડે છે. બધા માટે સમભાવે છાંયડો આપે છે પછી તે માણસ હોઈ, પ્રાણી હોઈ કે પક્ષી હોઈ. તેની છાયામાં બેસવા આવે ત્યારે તે ફરી નથી જતું. અરે! કડવામાં કડવો લીમડો છે જેની છાયામાં બેસવા બધા આવે છે.

પણ ક્યારેય આસોપાલવના કે તાડના જે ઝાડ હોઈ તેની નીચે આરામ કરતા કોઈને જોયા છે??? ના, કારણ કે તે ખૂબ સીધા અને ઊંચા ઝાડ છે. તે જેમ મોટા થાઈ તેમ ઊંચે જાય છે પણ તેની છાયા એટલી વિશાળ નથી હોતી કે ત્યાં કોઈ બેસી ઠંડક લઈ શકે કે વિસામો મેળવી શકે. આપણું પણ બસ આવું જ છે.

આપણને ઈશ્વર જયારે ધનવાન બનાવે કે આપણને એ લાયકાત આપે કે આપણે બીજાની મદદ કરી શકીએ તો આસોપાલવ અને તાડના ઝાડની જેમ ઊંચે નથી ચડી જવાનું પરંતુ બીજા વૃક્ષોની જેમ નમ્રતા દાખવવાની છે જેથી આપણી પાસે મદદ માંગવા આવનારનું સ્વાભિમાન પણ રહે અને આપણે એમની મદદ કરી છે તેનું અભિમાન પણ ના રહે. જયારે આપણે કઈંક મેળવવું હોઈ ત્યારે હંમેશા નમ્રતાણો સદગુણ હોવો જ જોઈએ. વિદ્યા મેળવવા માટે, કઈંક શીખવા માટે અભિમાન છોડીને જ જઈએ તો જ એ આપણને પ્રાપ્ત થાઈ છે. જયારે નમ્રતાપૂર્વક આપણે કોઈને પ્રશ્ન પૂછીએ તો જ આપણને જવાબ મળે છે.

નમ્રતા બતાવવી એટલે કે નમવું એવો અર્થ નથી. નમ્રતા બતાવવી એટલે કે અભિમાનનો ત્યાગ કરવો.  આપણે બધાએ ભગવાન રામ અને સીતાના કે પછી બીજા ઈશ્વરના લગ્નના કે એવા ફોટા જોયા હશે એમાં હંમેશા જયારે એકબીજાને હાર પહેરાવે ત્યારે હાર પહેરનારનું માથું નીચે નમેલું હોઈ છે એનો મતલબ એટલો કે જયારે આપણે નમ્રતાપૂર્વકનું સમર્પણ કરીએ ત્યારે એકબીજાને પામીએ છીએ. અત્યારે તો જયારે હાર પહેરવાની વિધિઓમાં એકબીજા માથા ઊંચા કરી જાય અથવા સગા કે મિત્રો એટલા ઊંચા કરે વરવધુને કે ક્યારેક તેમાં એમની જ ફજેતી થાઈ અને આ માથા ઊંચા આખી જીંદગી એકબીજાની સાથે થાઈ. આ પતિપત્નીના સંબંધમાં પણ નમ્રતાપૂર્વક એકબીજાના અભિમાનનો ત્યાગ કરી એકબીજાને સમર્પણ કરવાની શરૂઆત આ હાર પહેરવાની વિધિથી જ ચાલુ થાઈ છે. આ જ નમ્રતાનો સદગુણ જીવનના ડગલે ને પગલે ખૂબ કામ આવે છે. આથી નમે એના જ છાંયડા હોઈ છે જ્યાં ગમે તે દુખીયારા આવી મદદનો વિસામો લઈ શકે. બરોબર ને મિત્રો!!!!

ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બ્લોગ્સ વાંચવા માટે shamdivine.blogspot.com ઉપર વાંચી શકો છો. આભાર 



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday