આજ અષાઢીબીજ.....

 

આજ અષાઢીબીજ.....

આજ અષાઢ મહિનાનો બીજો દિવસ એટલે કે બીજની તિથિ, જેને આપણે અષાઢી બીજ તરીકે ઓળખીએ છીએ અને ઉજવીએ છીએ. આ એક મોટો તહેવાર પણ છે. અષાઢીબીજ એ કચ્છીઓનું નવું વર્ષ પણ કહેવાય છે. આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં તેમની સાથે તેમની બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ પણ સાથે હોઈ છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રામાં જોડાઈ છે. લગભગ બધે જ આ રથયાત્રા કાઢવામાં આવે છે. આપણે બધા જ પ્રભુ જગન્નાથ અને તેમની કથાઓ અને ચમત્કારો વિશે જાણીએ જ છીએ. કહેવાય છે કે મહાભારતના યુદ્વ પછી જયારે શ્રી કૃષ્ણ ભગવાને દેહ છોડ્યો ત્યારે તેમના દેહની અંતિમવિધીમાં તેમનું હૃદય જેમ હતું તેમ જ રહ્યું અને તે જ હૃદયની સ્થાપના આ જગન્નાથ પ્રભુની લાકડાની મૂર્તિમા કરવામાં આવી. દર બાર વર્ષે મૂર્તિ બદલાઈ છે પણ આ પ્રભુના હૃદયની સ્થાપના પુરા વિધિવિધાન સાથે કરવામાં આવે છે, જે ખાસ પૂજારીઓ આંખે પટ્ટી બાંધીને કરે છે. કોઈએ પણ તે પ્રભુના હૃદયને જોયું નથી. તેને બ્રહ્મ પદાર્થના નામે ઓળખવામાં આવે છે. આ બધું ખૂબ રહસ્યમય છે પણ આસ્થા હોઈ ત્યાં શંકાને સ્થાન નથી. આથી ઈશ્વરને તો સ્વયં અનુભવવાના હોઈ છે અને દરેકની પોતાની જ એક યાત્રા હોઈ છે. જે બધાએ ઘણા જન્મો પછી પૂરી કરવાની હોઈ છે. આતો વાત થઈ આજની મુખ્ય બાબતની પણ અષાઢ મહિનો વરસાદ માટેનો ખાસ મહિનો છે ભારત માટે.

અહીંયા આપણે ઇંગ્લેન્ડમાં લગભગ દરરોજ વરસાદ આવે એટલે બહુ નવાઈ કે તેનો રોમાંચ નહી પણ ભારતમાં નવ મહિના પછી અને એ પણ અસહ્ય ગરમી અને તડકા પછી જયારે વરસાદની શરૂઆત થાય છે ને ત્યારે એ ખુશી અને રોમાંચ લોકોમાં જોવા જેવા હોઈ છે. તેમાં પણ એ પહેલા વરસાદથી ભીંજાયેલી એ કોરી ધરતી જે સુગંધ ફેલાવે છે ને તેની આગળ આખી દુનિયાના બધા જ પરફયુમ ફીકા પડે. ચારે બાજુ વાતાવરણમાં એક ખુશહાલ માહોલ જોવા મળે. વાવણીઓ થઈ ગઈ હોઈ,   અવનવા તહેવારોની શરૂઆત થઈ ગઈ હોઈ અને ગરમી અને તાપથી છુટકારો મળ્યો હોઈ છે આથી લોકોમાં ખૂબ આનંદ હોઈ છે. સૌવથી વધારે નાનામોટા ઘણા તહેવારો અષાઢ અને શ્રાવણ મહિનામાં ઉજવાઈ છે.

ભારતની મોટાભાગની ખેતી આ વરસાદ ઉપર ટકેલી હોવાથી આ વરસાદના ત્રણ મહિના તેમની માટે ખૂબ અગત્યના હોઈ છે. આજે ઘણી આધુનિક ખેતી કરતા થયા છે પણ હજુ પાણીની જેટલી બચત થવી જોઈએ તેટલી થતી નથી અને કિંમતી પાણી વેડફાઈ જાય છે. કદાચ પાણી બચાવોની ઘણી પદ્ધતિઓ આવી હશે પણ સામાન્ય લોકો અને દરેક ખેડૂત તેનાથી અજાણ હોવાથી એટલો ફાયદો નથી લઈ શકતો. આ માટે જરૂરથી પગલાં લેવાવા જોઈએ. આજથી અમુક દાયકાઓ પછી પાણીની મોટી અછત વર્તાશે. બીજા ગ્રહો કરતા પૃથ્વી એટલે જ જુદી પડે છે કે ત્યાં પાણી અને ઓક્સિજન છે પરંતુ આપણી બેદરકારી આપણને બધાને મોંઘી પાડવાની છે. માટે પાણી અને પ્રદુષણ વિશે ખાસ સજાગ થઈને નક્કર પગલાં લેવાની જરૂર છે. લોકોમાં એ બાબતને લઈને ખૂબ જાગૃતિ ફેલાવવાની જરૂર છે. દુનિયાના ઘણા એવા દેશો છે કે જેમણે  ઓછા પાણીમાં વધુ ખેતી અને ઉત્પાદન લઈ શકાઈ તેવી પધ્ધતિઓનો વિકાસ કર્યો છે. જે શીખવા જેવી અને અપનાવવા જેવી છે.

આજે અષાઢીબીજના પાવન પર્વ ઉપર આપણા પ્રભુ જગન્નાથની કૃપા આપણા બધા ઉપર હંમેશા વરસતી રહે અને આપણા દેશમાં અને આ ઈશ્વરની સુંદર દુનિયામાં દરેક માનવ સૃષ્ટિ અને દરેક જીવસૃષ્ટિ સુખેથી અને આનંદથી રહે એવી વિશ્વકલ્યાણની ભાવના સાથે બધાને અષાઢઈબીજની ઘણી ઘણી શુભકામનાઓ. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બ્લોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com

આપના સાથ માટે ખૂબ ખૂબ આભાર.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday