ક્યારેય વિચાર્યું છે કે તુરિયા કડવા નીકળે તો ફેંકી દઈએ પણ કરેલા કડવા હોઈ છતાં તેને શા માટે ખાઈએ છે???

 ૐ 

ક્યારેય વિચાર્યું છે કે તુરિયા કડવા નીકળે તો ફેંકી દઈએ પણ કરેલા કડવા હોઈ છતાં તેને શા માટે ખાઈએ છે???



હું બહુ વિચારવાવાળી વ્યક્તિ નોહતી. જીવનના અમુક અનુભવો આપણને જ્યારે અંદરથી હલાવી જાય ત્યારે આપણને એક જ વિચાર આવે કે આવું શા માટે? મારી સાથે જ કેમ? મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યુ તો મને સજા કેમ??? અને આવા તો કેટલાય સવાલો સાથે જીંદગી ઉભી રહી જાય. આમાં બને એવું કે કાં તો આ સવાલો સાથે હંમેશા ફરિયાદી બની રહો કે કાં પછી એ સવાલોનું વિશ્લેષણ કરતા જાવ, ચિંતન કરતા જાવ અને સમજતા જાવ એટલે બધા જ સવાલોના જવાબ આપોઆપ પોતાની અંદરથી જ આવતા જશે.

હવે દરેક વસ્તુને ખૂબ નજીકથી જોવી, જાણવી અને સમજવી ગમે છે. મને હંમેશા નવું શીખવું અને નવું જાણવું ગમે છે પરંતુ હવે ધીમે ધીમે એવી દ્રષ્ટિ કેળવાતી જાય છે કે દરેકમાંથી કઈંક નવું શીખવાની અને જાણવાણી કોશિષ કરતી રહૂં છું. હમણાં મિત્રો વચ્ચેની ચર્ચામાં ખબર પડી કે દૂધી પણ કડવી નીકળે, જોકે મારે ક્યારેય નથી નીકળી એટલે ખબર નોહતી પણ તુરિયા કડવા નીકળે એ ખબર પણ હતી અને અનુભવ પણ કરીયો હતો. એટલે દર વખતે શાક બનાવતી વખતે સેજેક બટકું કાપી ચાખીને ચકાસી લવ  જેથી કરીને શાક બનાવતા પહેલા ખબર પડી જાય. ઘણી વખત તો એવું બનતું કે ચાખ્યું હોઈ છતાએ ખબર નહી અડધું કડવું હોઈને આવી જાય તો શાક કડવું બને અને પછી તેને ફેંકવું જ રહ્યું. પરંતુ જયારે કારેલાનું શાક કરીએ ત્યારે ના તો એને ચાખીએ છીએ કે નતો એને ફેંકીએ છીએ. તે કડવું છે છતાં હોંશે ખાઈએ છીએ. આ   ઘટના થોડા દિવસો પહેલા જ બની હતી અને આમ તો સાવ સામાન્ય છે પરંતુ મને થોડી વિચારતી કરી ગઈ અને જીંદગી સાથે જોડતી ગઈ.

જયારે જયારે કોઈ વ્યક્તિ કે વસ્તુ તેના મૂળ સ્વભાવથી અલગ હોઈ કે તેના વાસ્તવિક સ્વાભાવથી અલગ જાય એટલે તે આપમેળે જ બહાર ફેંકાઈ જાય છે. તુરિયા કડવા નાં હોવા જોઈએ. કડવું હોવું એ તેનો સ્વાભાવ નથી આથી એ ક્યારેક આવી જાય તો પણ ફેકાઈ જાય છે. જયારે કરેલાનો મૂળ સ્વાભાવ જ કડવો છે અને આપણને ખબર કે તે ગુણકારી છે આથી આપણે હોંશથી ખાઈએ છે.

આવું જ કઈંક આપણું છે અને આપણા સ્વાભાવનું છે. આપણો મનુષ્યનો વાસ્તવિક સ્વાભાવ ખૂબ શાંત, સરળ, પ્રેમાળ, દયાળુ, સાત્વિક અને સકારાત્મક છે. આપણે પરમાત્મા નાં દિવ્ય અંશ છે આથી આપણી અંદર પણ આજ સદગુણો છે પરંતુ આપણે આપણા વિચારો અને કર્મો વડે બદલાવતા જઈએ છીએ અને આપણા મૂળ સ્વાભાવથી સાવ જુદું જ વર્તન કરીએ છીએ આથી આપણી સાથે પણ તુરિયા અને કરેલા જેવો જ વ્યવહાર થાઈ છે. ઘણી વખત તો ક્રોધ અને ઈર્ષાનાં ભાવથી એટલો અજીબ અને વ્યવહાર કરીએ છીએ કે પછી લોકો આપણાથી એક અંતર જ બનાવી લેતા હોઈ છે. આ આપણે બધાએ અનુભવ કરીયો હશે. આપણે હંમેશા બીજાએ શું કરવું જોઈએ? બીજાએ ક્યાં વર્તન બદલવું જોઈએ? એ વિશે ખૂબ વાતો અને ચર્ચાઓ કરીએ છીએ પરંતુ આપણે આપણી જાત ઉપર જ કામ નથી કરતા. છેને વિચારવા અને સમજવા જેવું!!!!આ વિશે તમે શું વિચારો છો એ કમેન્ટ કરી ચોક્કસ જણાવશો.

તો ચાલો મિત્રો, ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

મારા બીજા બ્લોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com ઉપર જાવ. તમારા દરરોજના સુંદર સાથ માટે thank you.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday