ભૂલ અને ભગવાન માનો તોજ દેખાય....
ૐ
ભૂલ અને ભગવાન માનો તોજ દેખાય.....
આપણે મનુષ્યો ખૂબ ચાલાક છીએ. કોઈ દિવસ ક્યાંય પકડમાં ના આવીએ. છીએ તો ભૂલોનો ભંડાર પણ માનીએ તોને. અરે!! આપણે માનવજાત ભગવાનને પણ ભુલાવીએ એટલા ચાલાક છીએ.
આપણે ભૂલો તો ડગલેને પગલે કરીએ છીએ પણ માનતા નથી. નાની નાની ભૂલો તો ઠીક પણ મોટી હોઈ તો પણ તેનો અસ્વીકાર કરીએ છીએ. ઘણી વખત પરિવારમાં કોઈ એક વ્યક્તિની ભૂલ હોઈ પણ એના પરિણામો આખો પરિવાર ભોગવતો હોઈ એવી જ રીતે સમાજમાં રાષ્ટ્ર્રમાં બધે કોઈ એક વ્યક્તિ કે જે નેતા હોઈ કે સમાજના વડા હોઈ તેમની એક ભૂલના કારણે આખો સમાજને અસર થાઈ છે. છતાં એ ભૂલ કરનાર વ્યક્તિ ગમે તે કહેશે પણ પોતાની ભૂલ નહી મને.
આપણે ભલે કોઈ મોટા નેતા કે સમાજ સુધારક ના હોઈ પણ આપણા પરિવારની જ વાત કરીએ તો આપણા ઘણા એવા કામો હશે કે આપણે ભૂલ કરતા હોઈએ છે પણ એ ભૂલને આપણે જો સ્વીકાર કરીએ તો તેમાં આપણે સુધારો કરી શકીએ અથવા બીજી વખત ધ્યાન રાખીએ. પરંતુ આપણે જયારે ભૂલોનો સ્વીકાર નથી કરતા ત્યારે ત્યાં તેને સુધારવાનો અવકાશ જ બંધ થઈ જાય છે. અમુક ભૂલોને માનીને સમયસર સુધારી લેવાથી બધાને ફાયદો થાઈ છે. બાકી ઘણીવખત બીજાને એમની દ્રષ્ટિથી આપણામાં કે આપણા કાર્યોમાં ભૂલ લાગતી હોઈ પણ આપણને તે યોગ્ય લાગતું હોઈ છે. પણ જયારે આવું થાઈ ત્યારે હંમેશા આપણી ભૂલ બતાવનાર વ્યક્તિ કોણ છે તે અવશ્ય જોવું જોઈએ અને લાગે કે એ કહે તે બરોબર છે તો આપણા કાર્ય ઉપર ચોક્કસ વિચાર કરવો. જયારે આપણે આપણી ભૂલોને માનતા નથી અને એ કાર્ય આગળ ને આગળ કરતા જાયે ત્યારે એક સમય એવો આવે કે આપણે આપણી સાથે બીજાને પણ ડુબાડીએ છીએ.
શું ભૂલોનો સ્વાકાર કરવો એટલો અઘરો છે?? આપણે શા માટે ભૂલોનો સ્વાકાર કરતા ડરીએ છીએ??
ના, ભૂલોનો સ્વીકાર કરવો અઘરો નથી. સૌવથી પહેલા તો મેં આ ભૂલ કરી છે તે માનવું જ અઘરું છે. આપણે આપણી ભૂલોને સાચી ઠેરવવા બનતી બધી દલીલો કરી લઈએ છે પછી આપણે બધી બાજુથી જોતા લાગે તો જ માનીએ છીએ. ભૂલનો સ્વીકાર કરનાર વ્યક્તિ હંમેશા સાચી હશે કારણ કે પોતાની ભૂલ માનવા માટે પોતાનું અભિમાન છોડવું પડે છે. જયારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છે જાણી જાઈને માનીને સ્વીકારી લ્યે તો સમજવું તે વ્યક્તિ વિનમ્રની સાથે સાથે સાચી પણ છે. ભૂલો બતાવનાર પણ આપણા સાચા હિતેચ્છુ હોઈ છે કારણકે દુનિયામાં બધાને પોતાના સાચા કે ખોટા વખાણ કરવાવાળા તો ખૂબ ગમે છે પણ તમે સાચું કહીં તેમની ભૂલ બતાવવા જશો તો તમે કાં તો એક મિત્ર મેળવશો અથવા એક હરીફ કે દુશ્મન. અત્યારે કોઈને વધારે ભૂલો બતાવવાથી તેને દુશ્મન બનતા વાર નથી લાગતી. ભૂલો પણ એજ કરે છે જેને કંઈ કરવું છે બાકી ભૂલો થવી એ કાર્યની બીજી બાજુ છે આથી ભૂલોથી ડરવાનું નથી. જો આપણાથી થઈ જાય તો સહજતાથી સ્વીકારી સુધારી લઈએ તો એ ભૂલ ભૂલ ન રહેતા જીંદગીની મોટી શીખ બની જાય છે.
સૌવથી અગત્યની વાત તો એ છે કે સમયસર સ્વીકારી લઈએ તો એ ભૂલ નુકસાનથી બચાવી લેશે અને આ કામ હોશિયાર વ્યક્તિ સમજી જલ્દીથી કરી લેશે પરંતુ અભિમાની વ્યક્તિ પોતાની ભૂલને સાચી ઠેરવવા ભૂલો ઉપર ભૂલો કરતો જશે અને છેવટે પોતે તો ડૂબશે પણ સાથે જે હશે એ બધાને પણ ડુબાડી દેશે.
તો મિત્રો! કાર્ય કરો ખૂબ કરો, ખૂબ આગળ વધો પરંતુ જયારે જયારે થઈ કે આ મારાથી ભૂલ થઈ ગઈ છે અથવા કોઈ આપણું એ બતાવે તો વિચાર કરજો અને લાગે તો સમયસર સ્વીકારી એને સુધારી આગળ વધજો. ભૂલ માનવાથી આપણે નીચા નથી થઈ જતા પરંતુ વિનમ્ર બનીએ છીએ, નવું શીખીએ છીએ. ભૂલ કરવામાં કોઈ ખરાબી નથી પણ તેને ન માનવામાં અને ન સુધારવામાં બસ નુકસાન નુકસાન અને નુકસાન જ છે. ચોક્કસ વિચારજો.........
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો