લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી, એ બંને ખૂબ અલગ અલગ છે......./ Emotion in relation and emotional relation, both are very different. Just think about it...

 

લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી, એ બંને ખૂબ અલગ અલગ છે......./ Emotion in relation and emotional relation, both are very different. Just think about it...

ક્યારેય વિચાર્યું છે કે આપણાંમાં ભગવાને લાગણીઓ ના મૂકી હોત તો આપણે બધા કેવા હોત???? પ્રેમની લાગણી, ગુસ્સાની લાગણી, દયાની લાગણી, ઈર્ષાની લાગણી અને બીજી પણ ઘણી બધી..... ખાસ વાત એ છે કે આ બધી જ લાગણીઓ મનુષ્યની સાથે બીજા પણ દરેક જીવમાં ઈશ્વરે મુકેલી છે. પરંતુ મનુષ્ય જ એક એવો જીવ છે કે જે તેની લાગણીઓ બોલીને  બતાવી શકે છે. પશુ, પંખી અને બીજા નાનકડા જીવોમાં પણ આ બધી જ લાગણીઓ હોય છે અને તેઓ પણ એકબીજાને બતાવતા જ હોઈ છે. ક્યારેક ધ્યાનથી એમને જોજો ખૂબ મજા આવશે જોવાની.

આ લાગણીઓ વગરનું જીવન સાવ નીરસ જીવન હોત. આ લાગણીઓ જ છે જે આપણને બધાને એકસાથે બાંધીને કે જોડાયેલા રાખે છે. પછી ભલે તે પ્રેમની લાગણી હોઈ કે શત્રુતાની લાગણી હોઈ. જેમ વસ્તુઓને જોડવા માટે ગુંદરની જરૂર પડે છે તેમાં વ્યક્તિઓને એકબીજા સાથે જોડાવા માટે લાગણીની જરૂર પડે છે. રસ્તા ઉપર હજારો માણસો જતા આવતા હોઈ છે પણ આપણને બધા પ્રત્યે કાંઈ દયા, પ્રેમ કે ગુસ્સો નથી આવતો. અરે!! દુનિયામાં આટલા બધા પૈસાદાર લોકો છે પણ આપણને કાંઈ બધાની ઈર્ષા નથી થતી પણ આપણું કોઈ આપણા કરતા વધારે પૈસાવાળું હોઈ કે નવી ગાડી, ઘર કે વસ્તુ લીધી હશે તો આપણે એમની સાથે કાં તો ઈર્ષાની લાગણીથી કે પછી તેમની માટે ખુશીની લાગણીથી જોડાઈ જશું. બરોબર ને!!!

તો આ લાગણીઓ આપણા જીવનમાં આપણા સંબંધોમાં ગુંદરનું કામ કરી આપણને જોડીને રાખે છે. એ વાત જુદી છે કે આપણે એ બોલીને બતાવીએ કે ના બતાવીએ. એક જાતના વાઈબ્રેશનથી જોડાઈ જઈએ છે.   આ લાગણીઓમાં ઘણી શક્તિશાળી ઉર્જા રહેલી હોઈ છે. ક્યારેક એટલી પ્રબળ હોઈ છે તમે હજારો માઈલો દૂર હોઈ તો પણ તમને અનુભવાઈ છે. આ આપણે બધાએ જીવનમાં નોટિસ કર્યુ જ હશે. ક્યારેક આપણે વગર કારણે દુઃખી કે આનંદીત થતા હોઈએ છીએ ત્યારે મને લાગે કે ચોક્કસ કોઈક તો એવું છે કે મને કોસી રહ્યું છે અથવા મારી માટે પ્રાર્થના કરી રહ્યું છે કે જેથી મને આ હિંમત, શક્તિ અને તાકાત મળી રહી છે. આવી પારસ્થિતિમાં આપણે કંઈ જ કર્યુ ના હોઈ છતાં આ લાગણીનાં વાઈબ્રેશન આપણને આવો  અનુભવ કરાવતા હોઈ છે.

આપણા સંબંધો પણ આ લાગણીઓ ઉપર જ ટકેલા છે. જો આપણી લાગણીઓ સકારાત્મક હશે એટલે કે પ્રેમની, દયાની, મદદની, મિત્રતાની હશે ત્યાં આપણા સંબંધો ખૂબ સારા હશે એટલે કે જ્યાં આપણા સંબંધોમાં સકારાત્મક લાગણીઓ હશે તો આપણા સંબંધો વધુ મજબૂત, વધુ નજીક અને ખૂબ જ સુંદર હશે. જેને આપણે સંબંધોમાં લાગણી કહીં શકીએ તે સંબંધો આપણા પરિવારના કે લોહીના સંબંધો હોઈ શકે. જેમાં લાગણી હોઈ કે ના હોઈ જીવનભર નિભાવવાના જ હોઈ છે. તમે માનો કે ના માનો. અહીંયા સંબંધમાં લાગણીઓ છે. સાચુંને!!!

જયારે લાગણીનાં સંબંધ તો એવા સંબંધ હોઈ જ્યાં ના લોહીની સગાઇ હોઈ કે ના પરિવારોનું બંધન હોઈ છતાં પણ એ સંબંધમાં મીઠાસ હશે, એક વિશ્વાસ હશે અને એને નિભાવવાનો બોજ નહી પણ આનંદ હશે. આવો સંબંધ કદાચ મિત્રતમાં કે પ્રેમી / પ્રેમિકામાં પ્રત્યે હોઈ શકે છે. પ્રેમલગ્નમાં લગ્ન પછી કદાચ લાગણીઓની ઓછપ આવે તો એ સંબંધ નીરસ થઈ જાય. અરેન્જ લગ્નમાં ધીમે ધીમે લાગણીઓ વધતી જાય છે આથી કદાચ સંબંધ વધુ મજબૂત બની જતો હશે. આવા લાગણીનાં સંબંધો જો આપણી પાસે હોઈ તો એને જીવનભર સાચવવા જોઈએ. લાગણીનાં સંબંધમાં લાગણી બતાવવાની ના હોઈ ખાલી એકબીજા પ્રત્યે અનુભવ કરવાની હોઈ છે જયારે સંબંધમાં લાગણીઓ બતાવવાની હોઈ છે. જોકે સાચા દિલના સંબંધો હોઈ ત્યાં તો આંખના ઈશારે વાતો થઈ જતી હોઈ છે. આથી આ વિશે ચોક્કસ વિચારજો અને જોજો જોઈએ તમારે બધા સાથે લાગણીનાં સંબંધ છે કે પછી સંબંધમાં લાગણીઓ  બતાવવી પડે છે!!!

ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બ્લોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com

તમારા સાથ માટે ખૂબ ખૂબ આભાર.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday