ક્યારેય વિચાર્યું છે કે આપણું મન રોગી છે કે નિરોગી???/Ever thought that our mind is sick or healthy ???

 

ક્યારેય વિચાર્યું છે કે આપણું મન રોગી છે કે નિરોગી???/Ever thought that our mind is sick or healthy ???

આજ આપણે આપણી તંદુરસ્તીને લઈને ખૂબ જ જાગૃત અને સચેત બન્યા છે. જો કે આટલા જાગૃત પહેલા નોહતા. આજ પણ મને યાદ છે કે મારા નાનીના ઘરે ગામડે જતા ત્યારે ખૂબ ઘી અને માખણવાળી ખીચડી ખાતા, રોટલી રોટલા ઉપર એકદમ રસબસ્તું માખણ અને ઘી ચોપડતા જોકે એને ચોપડવું નહી પણ માખવું કહેવાય, ચોપડીએ તો અત્યારે છીએ. ઘી ગોળ તો અલગ જ. ખરેખર તો આ બધું ત્યારે ખૂબ આનંદથી અને વજન વધવાના ડર વગર એકદમ નિષફિકર થઈને ખાતા. અરે જયારે ગુરુકુળમાં ભણતા ત્યારે પણ ડાલ્ડા ઘી વાળા રોટલા રોટલી અને અઠવાડિયામાં એક વખત ભાખરી ગોળ મળતા તેની પણ ખૂબ પ્રેમથી કેલેરીની કે વજન વધવાની ચિંતા વગર ખાતા. ત્યારે ના કોઈ વડીલ ટોકતું ના ક્યારેય આપણે ચિંતા કરતા બસ આનંદ જ કરતા. આજ તો પાણીની કેલેરી પણ જોઈએ છે.

આજે જેટલી દવાઓ અને ખાવાની વિવિધતા વધી છે તેટલી જ બીમારીઓ અને રોગોની વિવિધતા પણ વધી છે. આ બધાની જળમાં એટલે કે મૂળમાં આપણે જ છીએ. આપણા શરીરની તંદુરસ્તી તો આપણે જોઈ શકીએ અને સમજી શકીએ છીએ અને એને લઈને આપણે ખૂબ મહેનત પણ કરીએ છીએ. જિમમાં કસરત માટે જોડાઈએ, ખોરાકમાં ફેરબદલી કરીએ અને ઘણીબધી વિટામિન અને મિનરલસની ગોળીઓ પણ ખાઈએ છીએ. જોકે હૂં સમય બદલાય છે એમ કહીં સમયને દોષ નહી દવ પણ આજે મનુષ્ય બદલાયો છે તેની માનસિકતા બદલાણી છે અને તેના જ આ ફળો આપણે ચાખી રહ્યા છે. અમુક વર્ષો પહેલા માણસો શાંતિનું  જીવન જીવતા હતાં જેમાં એકબીજાની આગળ નીકળવાની અને વધુ સારુ અને પૈસાદાર થવાની હરીફાઈ નોહતી. પછી થોડો સમય એવો આવ્યો કે માણસોને બસ પૈસા જ દેખાતા અને તેની માટે પોતાની નીતિમતા પણ ખોવાતા ડરતા નહી. જોકે આજે પણ છે જ પણ થોડી પોતાના કર્મો પ્રત્યેની જાગૃતિ પણ વધી છે. જોકે દરેકમાં બગાડવું ખૂબ જ સરળ હોઈ છે પણ ફરીથી બનાવવા માટે સમય તો લાગશે. અનાજનું ઉત્પાદન કરતી જમીનને વધુ ઉત્પાદન કરવા માટે રાસાયણિક દવાઓનું એટલું બધું ઝેર આપ્યું છે કે અત્યારે આપણી માટે જ મુશ્કેલી ઉભી થઈ છે. હવે સમજણ આવી છે પણ સુધારો થતા વાર લાગશે. આજે ફરીથી લોકો ઓર્ગેનિક ખેતી અને વસ્તુઓ પાછળ પાછા ફર્યા છે આથી કોશિષો કરવાથી સફળતા તો મળશે જ. આથી શુદ્ધ અન્ન હશે તો શરીર અને મન તો શુદ્ધ જ હશે. પરંતુ આપણે આપણા મનની તંદુરસ્તીને ઘણી અવગણીયે છીએ. જોકે શુદ્ધ અને તંદુરસ્ત મન હશે તો બધું જ જીવનમાં તંદુરસ્ત હશે. પછી તે શરીર હોઈ, સંબંધ હોઈ કે આપણા કર્મ હોઈ.

હવે આ આપણું મન તંદુરસ્ત છે કે બીમાર એ કઈ રીતે ખબર પડે???? એ માપવા માટે ના તો એનું કોઈ મશીન છે કે ના એની કોઈ દવા છે કે નતો એની માટેનો કોઈ બ્લડ ટેસ્ટ કે એવું કંઈ છે!!!!! પણ મને એની માટે બેચાર  સાદા અને સરળ ઉપાય લાગે છે એ હૂં તમને કહું છું. જયારે આપણને વગર કારણે નાની નાની વાતમાં જયારે ચિંતા કરતા થઈ જાયે ત્યારે મનની તંદુરસ્તી જોખમમાં છે, જયારે મનને હોઈ છતાં હંમેશા વધારે ને વધારે મેળવવાની ભૂખ  ( વસ્તુ, પૈસા, પ્રેમ વગેરે વગેરે) વધવા લાગે ત્યારે મનની તંદુરસ્તી જોખમમાં છે, જયારે બીજાની તરક્કી અને સુખ જોઈને આપણને બેચેની કે નીંદર આવતી બંધ થઈ જાય ત્યારે મનની તંદુરસ્તી જોખમમાં છે, જયારે બીજાની ખુશીના પ્રસંગમાં આપણે કઈ ને કઈ સમસ્યાઓ ઉભી કરીએ ત્યારે સમજી લેવું કે આપણા મનની તંદુરસ્તી બગડી રહી છે. ક્યારેક શાંતિથી વિચારવું કે આપણે આવું બધું તો નથી કરી રહયાને. ક્યારેક નહી દરરોજ સાંજે સુતા પહેલા અને સવારે ઉઠીને આ વિશે પાંચ મિનિટ ચોક્કસ વિચારવું. આપણે આખો દિવસ બધું તપાસીએ છીએ પણ આપણા મનને અને તેની મનોદશાને તપાસતા નથી. શારીરિક બીમારીઓ ના થાઈ તે માટે આપણે નિયમિત તપાસ કરાવીએ છીએ અને પૈસા પણ ખરચીએ છીએ પણ આ શરીરનું માલીક જે મન છે તેની તંદુરસ્તી તપાસવાનું મફત અને મહત્વનું છે છતાં પણ કરતા નથી અને જેમ ચાલે તેમાં ચાલ્યે રાખીએ છીએ. પરિણામે મનની ગાંઠો શરીરમાં પ્રવેશી શરીરને રોગી બનાવી દયે છે.

તો મિત્રો, સાવધાન થઈ જાવ, આપણા શરીરને જેટલું નુકસાન ખાવાથી નહી થાઈ તેના કરતા વધુ નુકસાન બીમાર અને નિરોગી મન દ્વારા થશે આથી પોતાના મનની અને તેની મનોદશાની તપાસ દિવસમાં બે વખત ચોક્કસ કરો. જો બીજાની ખુશીએ તમે ખુશ થતા હોવ તો તમે એક તંદુરસ્ત તન અને મનના માલીક છો.

તો ચાલો મિત્રો, ફરી મળ્યે ત્યારે સુધી અને હંમેશા બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બોલોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com

તમારા સુંદર સાથ માટે ખૂબ ખૂબ આભાર thank you.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!