ક્યારેય વિચાર્યું છે?? સુખ અને દુઃખમાં આપણે શેની પરીક્ષા આપવાની હોઈ છે???/ Ever thought ?? What do we have to test in happiness and sorrow ???
ૐ
ક્યારેય વિચાર્યું છે?? સુખ અને દુઃખમાં આપણે શેની પરીક્ષા આપવાની હોઈ છે???/ Ever thought ?? What do we have to test in happiness and sorrow ???
આમ જોવા જઈએ તો જીંદગી પોતપોતાની હોઈ છે પણ જીવન બધાના હોઈ છે. પોતપોતાની જીંદગીમાં બધાને પોતના સુખ દુઃખ પોતાની સમજણ પ્રમાણે લાગતા હોઈ છે. બધાના જીવનમાં સુખ જ સુખ કે પછી દુઃખ જ દુઃખ હોઈ એવું નથી બનતું. જીવન એટલે જ સુખ દુઃખનો સુંદર સમન્વય. જેમ આપણે કોઈ થાળીનું સ્વાદિષ્ટ ભોજન લેતા હોઈ એવું આપણું જીવન હોઈ છે. થાળીમાં કેટલી બધી જાતની વાનગીઓ હોઈ છે. હોટેલ કે રેસ્ટોરન્ટમાં થાળી ખાવા જઈએ તો ઓછામાં ઓછી પચીસથી વધારે વાનગીઓ તો હોઈ જ. જો સુખી સંપન્ન ઘર હોઈ તો એમની થાળીમાં પણ બાર પંદર વાનગીઓ તો હોઈ જ પરંતુ ગરીબ ઘર હોઈ તો એની થાળીમાં પણ દાળ, ભાત, શાક, રોટલી તો હોઈ જ. હવે આ ભોજનની થાળીમાં બધાને બધી વસ્તુ ભાવતી જ હોઈ એવું ક્યારેય ના બને એવીજ રીતે આપણું જીવન પણ ભોજનની થાળીની જેમ અનેક સુખ દુઃખની સુંદર પળો રૂપી વાનગીઓથી ભરેલું છે જેમાં સુખની પળોની બનેલી વાનગી ભાવે છે અને દુઃખની પળોની બનેલી વાનગીઓ નથી ભાવતી પણ ખાવી જ પડે છે. બસ આજ જીવન છે.
દરેકના જીવનમાં ઉતાર ચઢાવ તો આવે જ છે. જીંદગીના અવિભાજ્ય અંગ છે સુખ દુઃખ. તમે ક્યારેય જોયા છે કોઈને કે જેના આખા જીવનમાં સુખ જ સુખ હોઈ કે પછી દુઃખ જ દુઃખ હોઈ???? ના, ક્યારેય નહી દરેકના જીવનમાં સુખ અને દુઃખ વત્તા ઓછા પ્રમાણમાં હોઈ જ છે પરંતુ આ સુખના સમયમાં અને દુઃખના સમયમાં તમે કેવી રીતે વર્તો છો અને કઈ રીતે વર્તન કરો છો તે ખૂબ જ અગત્યનું છે. આ સુખ અને દુઃખ આપણી પરીક્ષા લેવા આવતા હોઈ છે. ભગવાને એટલે જ ગીતામાં કહ્યું છે કે જે મનુષ્ય સુખ દુઃખમાં સમભાવ રાખે છે તેને કોઈ પણ પરિસ્થિતિ કે મનુષ્ય દુઃખી નથી કરી શકતું.
સુખનો સમય હોઈ ત્યારે માણસ પાસે પુષ્કળ પૈસા સુખ સમૃદ્ધિ પરિવાર બધું જ હોઈ છે અને ત્યારે જીવન ખૂબ સુંદર લાગતું હોઈ છે. પરંતુ આ જ એ સમય છે કે જ્યાં આપણે આપણા અભિમાન, સ્વાભિમાન અને નમ્રતાની પરીક્ષા આપવાની હોઈ છે. સુખના સમયમાં જે માનવી વિનમ્ર રહે તે જ સાચો માણસ કહેવાય. આપણા હાથમાં મહેનત અને કોશિષ જ છે બાકી તેનું પરિણામ ઈશ્વરના હાથમાં જ છે. જયારે સુખના સમયમાં આપણે અભિમાન રહિત થઈ બીજાને મદદ કરીએ, બીજાના સુખદુઃખમાં ભાગ લઈએ અને ગરીબ માણસને પણ આપણી પાસે મદદ માંગવામાં સંકોચ કે નાનપ ના અનુભવાઈ એજ આપણા સુખના સમયની સાર્થકતા કહેવાય.
સમયનું ચક્ર ફરતું રહે છે અને દુઃખના દિવસો આવે ત્યારે પણ આપણી કસોટી થાઈ છે. જી હા, આપણા ધૈર્યની. સુખના દિવસો લાંબા હોવા છતાં ઓછા જ લાગે છે જયારે દુઃખના દિવસો ઓછા હોવા છતાં પણ ઘણા લાગે છે. સુખમાં સાથ આપનારા દુઃખમાં ક્યાં ગાયબ થઈ જાય તેની આપણને ખબર પણ નથી પડતી. પારકા તો ઠીક પણ પોતાના પણ પારકા બની જાય છે આથી જ દુઃખનો સમય ખુબ લાંબો અને કષ્ટદાયક લાગે છે. પરંતુ આ જ સમય છે જેમાં આપણી ધીરજની અને હિંમતની કસોટી થઈ છે. આ સમય પણ ખૂબ ધીરજ પૂર્વક મહેનતથી, ઈમાનદાર કોશિષોથી અને હિંમતથી જ પસાર થશે. કદાચ કોઈ સાથ આપે પણ ખરું અને કદાચ કોઈ સાથ આપવાની બદલે મૂકી પણ દયે પણ આપણે જરાં પણ ડગ્યા વગર પૂરી ધીરજ રાખી હિંમતથી આગળ વધતું જ રહેવાનું છે.
હંમેશા યાદ રાખો મિત્રો સુખ દુઃખમાં સમભાવ હશે તો કોઈ પણ પરિસ્થિતિમાં મન વિચલિત નહી થાઈ. જીવનમાં કંઈ પણ કાયમી નથી હંમેશા યાદ રાખો "આ પણ વયુ જશે" પછી વર્તમાનમાં સુખ હોઈ કે દુઃખ આજ વીતી એટલે ગયુ સમજો.
તો મિત્રો, યાદ રાખો જીવન ખૂબ સુંદર છે. મોજથી જીવો અને મન ભરીને જીવો. ચાલો ત્યારે ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો