આપણે તાકાતવર ક્યારેય બન્યે છે? અને આપણે નબળા ક્યારે હોઈએ છે?/Have we ever become stronger? And when are we weak?
ૐ
આપણે તાકાતવર ક્યારેય બન્યે છે? અને આપણે નબળા ક્યારે હોઈએ છે?/Have we ever become stronger? And when are we weak?
આ જીવનની વ્યાખ્યા માણસે માણસે જુદી છે. જેવી જેની દ્રષ્ટિ એવી એની શ્રુષ્ટિ હોઈ છે અને જેવા જેના વિચારો હોઈ છે તેવા તેના મનના ભાવો હોઈ છે. આપણે બસ જીંદગી જીવીએ છીએ. ક્યારેય એને સમજવાની કોશિષ નથી કરતા. આપણે ક્યારેય એ નજરથી કોઈ વસ્તુ જ નથી જોતા. બસ એક સરખી ઘટમાળમાં ઘસડાતા જઈએ છે. જો કે આપણને ના તો એવી રીતે જોવાનો સમય મળે છે કે નતો આપણને કોઈ સમજાવે છે. શાંતિથી એકલા બેસીને વિચારતા જ નથી.
આપણે જયારે ભણતા ત્યારે આપણને ગણિતના દાખલા કે બીજા વિષયમાં કાંઈ ના આવડે કે ના સમજાઈ તો આપણે મૂંઝાઇ જતા પણ જેવું આપણને કોઈ શીખવાડે કે સમજાવે તો આપણને તે બધું ખૂબ સરળ લાગવા લાગતું. બસ આવુજ કંઈક આ જીવનનું પણ છે. અહીંયા પણ ઘણા અઘરા દાખલાઓ આવતા રહે છે પરંતુ બધુ સમજાવવા વાળાની નિયત ઉપર અને આપણી સમજવાની શક્તિ ઉપર આધાર રાખે છે. ત્યાં ભરોસો અને વિશ્વાસની વાત આવે છે.
આખી દુનિયામાં કોઈક તો એવું હોઈ જ છે કે જેની ઉપર આપણે પૂરો ભરોસો મૂકી શકીએ. જોકે એ વ્યક્તિ આપણો ભરોસો તોડશે નહી એની કોઈ ગેરંટી આપી શકતું નથી. પણ છતાએ આ દુનિયા એક બીજાના ભરોસે ચાલી જાય છે. આ ભરોસો એટલે કે વિશ્વાસ. જે ખૂબ મહત્વનો અને કામની વસ્તુ છે. જે આપણી તાકાત પણ બની શકે છે અને આપણી નબળાઈ પણ. જયારે તાકાત બની સાથે હોઈ છે ત્યારે આપણે દુનિયા જીતી લઈએ છે પરંતુ નબળાઈ બનીને સાથે હોઈ ત્યારે આપણને એટલા નીચે પડે છે કે ત્યાંથી આપણને કોઈ સંભાળી શકતું નથી. આથી આ ભરોસા નામની ચીજને ખૂબ સાચવીને વાપરવાની અને મુકવાની છે. જોકે લોકો કહે છે કે આ કલયુગ છે અને અહીંયા કોઈ કોઈનું સગું નથી. આને સાબિત કરતા કિસ્સાઓ પણ સમાજમાં દુનિયામાં જોવા મળે જ છે પણ સાથે માનવતા ઉપર અને ભરોસા ઉપર ભરોસો કરાઈ તેવા કિસ્સા પણ બને જ છે. સારૂ ખરાબ, બધાજ યુગોમાં હતું જ.
રામનો યુગ લ્યો કે કૃષ્ણનો, બુદ્ધનો યુગ લ્યો કે જિસસનો બધા જ યુગોમાં સંપૂર્ણ ખરાબ કે સંપૂર્ણ સારૂ ક્યારેય હતું જ નહી અને હશે પણ નહી. આથી જીંદગી પોતાની સમજદારીથી જીવવાની છે. આથી સમજી લ્યો કે જયારે તમે તમારી જાત ઉપર ભરોસો કરશો ત્યારે તે તમારો આત્મવિશ્વાસ બનશે અને તમારી તાકાત અને શક્તિ બનશે. જે તમને જીવનની એ ઊંચાઈઓ ઉપર લઈ જશે કે જ્યાં તમે સફળતાને ચુમશો. પણ જયારે આજ ભરોસો બીજા ઉપર મુકશો ત્યારે એ તમારી નબળાઈ બની જશે. તમે ક્યારેય સો ટકા કહીં નહી શકો. અહીંયા તમે લાચાર બની જશો અને લાચારી અને નબળાઈ હંમેશા માણસને પાછા પડે છે અને હૃદયમાં એક ડર જન્મવે છે. ડરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય આગળ નથી વધી શક્તિ. આથી ભરોસો હંમેશા પોતાની જાત ઉપર કરવો તોજ એ તમારી તાકાત બનશે નહીંતર તમારી નબળાઈ અને કમજોરી બની જશે.
ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો