ક્યારેય તમે આની માટે પ્રાર્થના કરી છે???/Have you ever prayed for this ???
ૐ
ક્યારેય તમે આની માટે પ્રાર્થના કરી છે???/Have you ever prayed for this ???
આજે સવારે જયારે હું બેઠી હતી અને બહાર જોતી હતી ત્યારે થોડીક ચકલીઓ અને કબુતરો મારા ગાર્ડનમાં ચણતા હતાં અને એટલા પ્રેમથી અને સરસ રીતે ચણતા હતાં કે જોઈને આનંદ થતો હતો. જ્યાં થોડીવાર થઈ ત્યાં તો બીજા થોડા પક્ષીઓ આવ્યા અને તેઓ પણ ચણવા લાગ્યા. એમાંથી થોડાએ તેમને ભગાડવાનો પ્રયત્ન પણ કરીયો પણ પછી બધા ઉડી ગયા. મને એક વિચાર આવ્યો કે આ લોકોની પણ એક અદ્ભૂત દુનીયા હશે કે જ્યાં પરિવાર હશે, મિત્રો હશે, તેમની વચ્ચે લડાઈ ઝઘડાને બધું હશે. તેમની પણ વાતો કરવાની તેમની ભાષા હશે. તેઓ પણ કદાચ કેટલા જન્મો પછી પક્ષીના અવતારોમા જનમ્યા હશે...... કેટલું અજબ લાગે જયારે આવી રીતે કંઈ વિચારો કરીએ ત્યારે.....
આપણે બધા જ એ પરમપિતા પરમેશ્વરના દિવ્ય અંશો છીએ અને દિવ્યાત્માઓ છીએ. જેમણે બધાએ પોતપોતાના કર્મો અનુસાર જુદા જુદા શરીરો રૂપી કપડાં પહેરી રાખ્યા છે. હિંદુ માન્યતા ધરાવતા લોકો આ વાત માનતા હશે પરંતુ બીજા લોકો કદાચ પૂર્વજન્મ કે બીજા જન્મો વિશે નહી માનતા હોઈ. પરંતુ આ હકીકત નથી કે માણસ જેવો માણસ હરતો ફરતો, બોલતો ચાલતો, મજાક મસ્તી કરતો જયારે ઓચિંતાનો હૃદય હુમલાથી કે પછી બીમારીમાં હોઈને મૃત્યુ પામે ત્યારે એની અંદર એવી કોઈ વસ્તુ ( આત્મા )હોઈ છે જે નીકળી જતા આ શરીર કરમાવવા લાગે છે ફૂલોની જેમ ફૂલોમાં તો કરમાયાં પછી સુગંધ હોઈ છે પરંતુ બીજા ભૌતિક શરીરોમાં તો દુર્ગંધ હોઈ છે આથી લોકો જલ્દીમાં જલ્દી એને લઈ જઈને અંતિમવિધિ કરી આવે છે. જેને આપણે દિલોજાનથી પ્રેમ કરતા હોઈએ એને પણ આપણે નથી રાખતા પણ એમના આત્મા માટે પ્રાર્થના બધા જ ધર્મના લોકો કરે છે. જો આપણે આત્મા પરમાત્મામાં ના માનતા હોઈએ તો તો આપણે એમની માટે પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. પણ એવું નથી, ભલે આત્મા ના કહો પણ એવું કંઈક તો આ શરીરમાં છે જ કે જેના નીકળી જવાથી આ શરીરની કોઈ જ કિંમત નથી રહેતી. આ વાત તો દરેક મનુષ્યોએ માનવી જ રહી.
આવાં વિચારો ક્યારેક અંદરથી આપણને હલાવી નાંખે છે. આપણે જે શરીરો માટે તેના સુખ દુઃખ માટે આટલી તકલીફો લઈએ છે તેમાંથી જયારે આ તત્વ ( આત્મા )છે તે નીકળી જશે એટલે થોડીક ક્ષણોમાં એ વ્યક્તિ હતી કે નહી એવી થઈ જશે. પણ છતાએ આપણે એમની માટે પ્રાર્થના કરીએ છીએ. આપણા ઘરમાં આપણા દાદા દાદી કે બીજું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોઈ તો એમને અગરબત્તી કરીએ, તેમના આત્માના સુખ શાંતિ માટે પ્રાર્થના કરીએ, તેમના આશીર્વાદ માંગીએ, આ બધું આપણે કરીએ છીએ. એ આપણા સ્વજનો ગમે ત્યાં જન્મ લે ત્યાં એમના સુખ માટે પ્રાર્થના કરીએ છીએ. અને મને નવાઈ ત્યારે લાગે છે કે આપણે ક્યારેય આપણે એ જગ્યાએ હશું એની કલ્પના જ નથી કરતા. હંમેશા એમ જ વિચારીએ કે આપણને તો ઈશ્વરે અમર કરીને મોકલ્યા હોઈ એમ વરતીએ છીએ.
પણ મને આજે એજ વિચાર આવ્યો કે જેવી રીતે આપણા સ્વજનો આપણને છોડી અનંતની યાત્રાઓ કરે છે તેની જેમ આપણે પણ આવ્યા હશું!! આપણે પણ પાછલા જન્મના સ્વજનો, પરિવાર, બાળકો કે બધાને છોડીને મૃત્યુ શયામાં સુતા હશું!!! કેટલાય ગયા જન્મના પરિવારો આપણા સુખશાંતિ માટે પ્રાર્થના કરતા હશે!! આપણો સ્વાભાવ ખરાબ હશે તો કદાચ આપણી ઉપર ખીજ પણ ઉતારતા હશે!!! કેટલું વિચિત્ર અને અદ્ભૂત છે આ બધું!!!! પણ આપણે સામાન્ય માનવીઓ છીએ અને આપણે બધા ના તો આપણો પાછલો જન્મ જોઈ શકીએ છીએ કે ના તો આગલો જન્મ પરંતુ આપણે એ પરમપિતા પાસે આપણા પૂર્વજો માટે જે સુખશાંતિની પ્રાર્થના કરીએ છીએ તેની જેમ જ આપણે આપણા પાછલા જન્મના પરિવાર માટે પણ સુખશાંતિની પ્રાર્થના કરવી જોઈએ. કોને ખબર છે કે ફરીથી આપણે એજ પરિવારમાં બીજા કોઈ વ્યક્તિરૂપે પાછા આવ્યા હોઈ???? તો આ યુનિવર્સના નિયમ મુજબ જે આપશું એજ આપણી પાસે પાછુ આવતું હશે!!!! તો....... છેને વિચારવા જેવું............ ચોક્કસ વિચારજો અને તમે શું વિચારો છો એ કમેન્ટ કરી ચોક્કસ જણાવશો.
તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખુબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏 બીજા મારા બ્લોગ્સ વાંચવા માટે જુઓ.
shamdivine.blogspot.com
તમારા અવિરત સાથ માટે ખૂબ આભાર.





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો