કેટલું ખર્ચવું અને કેટલું બચાવવું??? / How much to spend and how much to save ???

 

કેટલું ખર્ચવું અને કેટલું બચાવવું??? / How much to spend and how much to save ???

આપણે બધા જીવનમાં સૌવથી અગત્યનું કંઈ કામ ગણતા હોઈ તો એ છે પૈસા કમાવવાનું. બીજી પણ ઘણી બધી વસ્તુઓ અને વ્યક્તિઓ છે જીવનમાં પરંતુ એ બધાને આપણે આનંદ વગર પૈસાએ કરાવી શકશું પણ મોજતો પૈસા હશે તો જ થશે આથી સંબધો પછી હૂં પૈસાને બીજું સ્થાન આપીશ. આપણે બધા કહીએ તો છીએ કે પૈસા તો હાથનો મેલ છે પણ ક્યારેય મેલ સમજી ફેંકી નથી દેતા પરંતુ મા લક્ષ્મીના આશીર્વાદ ગણી રાખી મૂકીએ છીએ. અરે એક સિક્કો પણ મળ્યો હોઈ તો લઈ લઈએ છે, મેલ સમજી ધૂળમાં જ નથી રહેવા દેતા. સાચું ને!!!

આજે જયારે પુરુષોની સાથે સ્ત્રીઓએ પણ બધી જ જવાબદારી ઉપાડી લીધી છે ત્યારે તેઓની માટે પણ બેવડી જવાબદારી વધી ગઈ છે. પૈસા કમાવવા, ઘરની અને બાળકોની જવાબદારી અને સાથે સાથે બચતની પણ જવાબદારી. જો ઘરમાં સ્ત્રી પુરુષ બંને કમાતા હશે તો સમજુ લોકોએ બધી જવાબદારી સરખી રીતે વહેંચી લીધી હશે આથી બધું સરળતાથી ચાલતું હશે. જો એકલો પુરુષ કમાતો હશે તો આર્થિક જવાબદારી એની હશે પરંતુ બચતની જવાબદારી બંનેની હશે કારણ કે પુરુષને ભવિષ્યમાં આવી પડતી જરૂરિયાતો માટે બચત પણ કરવાની રહે છે અને ઘર પણ ચલાવવાનું રહે છે જયારે સ્ત્રીએ પોતાના ઘર ચલાવવા મળેલા પૈસામાં ઘર અને બચત બંને કરવાની રહે છે. હોશિયાર સ્ત્રી હંમેશા પોતાની પાસે થોડી બચત તો કરે જ છે. આથી સમજદાર પતિ પત્ની હોઈ તો ખૂબ સરસ રીતે બધું સાંભળી લે છે. સંયુક્ત પરિવાર હોઈ ત્યાં બધી જવાબદારી વડીલોની હોઈ છે આથી બધું નિયમસર હોઈ છે પરંતુ નિયમ નાના મોટા બધા માટે સરખા હોઈ તો જ આર્થિક વ્યવહાર સરખો ચાલે છે નહીંતર હંમેશા કજિયા અને કંકાસ હોઈ જ છે. આથી પૈસો કમાવો તો સરળ છે પરંતુ એને સરખી રીતે વાપરવો અને સાચવવો થોડો અઘરો છે આથી આ બુદ્ધિ જો હોઈ તો એ ઘણું બધું કરી શકે છે.

આજના જમાનામાં પૈસા કમાવવા પહેલા કરતા ઘણા સરળ છે. આ અત્યાધુનિક ટેક્નોલોજીનો આભાર માનીએ કે બધી જ માહિતી આપણી આંગળીના ટેરવે જ છે. આપણે જે શીખવું હોઈ કે પછી જે જાણવું હોઈ તે બધું મિનિટોમાં જાણી શકીએ છીએ. અત્યારે ધંધા નોકરી બધું ઓનલાઇન અને ઘરબેઠા કરી શકીએ છીએ. આ બધી સુવિધા સામાન્ય માણસે પહેલા કોઈએ કલ્પી પણ નોહતી પણ આપણે આજે એ સમયમાં જીવી રહ્યા છીએ તો એનો લાભ લેવો જ જોઈએ. આજથી લગભગ પંદર વર્ષ પહેલા હૂં જયારે કમ્પ્યુટ કોર્સ શીખવા જતી ત્યારે ઘણા વડીલો પણ શીખવા આવતા ત્યારે હૂં એમને શીખવાનું કારણ પૂછતી ત્યારે તેઓ ખૂબ સરસ વાત કહેલી કે, થોડા વર્ષો પછી જેને કમ્પ્યુટર વાપરતા નહી આવડે તેઓ અભણ કહેવાશે અને આજે એવું લાગે પણ છે. આથી હંમેશા શીખતું રહેવું અને હા, તેનાથી આપણે હંમેશા યુવાન અનુભવ કરશું અને શીખવાની કોઈ ઉંમર નથી. આપણામાં નવું જાણવાણી જિજ્ઞાસા હોવી જોઈએ.

આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા લોકો શાન્તિનું જીવન જીવતા. બહુ કંઈ ભેગું કરવાની કે માથાકૂટ નહી. પછી એના પછીની જે પેઢી આવી તે સુખ સુવિધાઓ વધારતા ગયા અને પોતાના બાળકોની અને તેના બાળકોની ને તેના બાળકોની પણ ચિંતા કરી સાત પેઢીઓ માટે ભેગું કરવા કમાવા લાગ્યા અને ઘણાએ ભેગું કર્યુ પણ ખરું પણ પોતે ના વાપરી શક્યા. પછી આવી આજની પેઢી કમાવ અને વાપરો કાલ કોને જોઈ છે. એમાં પણ જો બધું તૈયાર સાત પેઢી વાળી બચત મળી હોઈ તો પરસેવાની કે મહેનતની કિંમત ના જ હોઈ આથી આવ્યો માલ કે નાખો વખારે એવી સ્થિતિ થઈ જાય છે. આથી જ અતિની ગતિ નહી એની જેમ બધું માપમાં સારુ.

હંમેશા વાપરવા માટે જ કમાઈએ છીએ અને ભવિષ્યમાં જરૂર પડે તો કામ લાગે એટલે થોડી બચત કરવી જોઈએ. બધાના નસીબમાં ટાટા, બિરલા, અંબાણી કે બિલગેટ્સ થવાનું ના લખ્યું હોઈ આથી હોશિયારથી મહેનત કરો બાકી મહેનત તો મજુર પણ કરે જ છે. આપણા વડીલો કહેતા કે ચાદર હોઈ એટલા જ પગ ફેલાવવા આથી પગ વધારે ફેલાવવાની આદત હોઈ તો મોટી ચાદર ખરીદવા જેટલી તો નીતિથી અને ઈમાનદારીના રસ્તે ચાલીને મહેનત કરવી જ, સફળતા મળતા વાર લાગશે પણ તે કાયમીની હશે. એટલું જ ખર્ચવું જોઈએ કે માથે દેવું ના થઈ જાય. રાત્રે સુખની અને શાંતિની નિંદર જોઈતી હોઈ તો આ કરવું ખૂબ જ જરૂરી છે. બાળકો માટે મા બાપે કરવું જોઈએ અને ફરજ પણ ખરી પણ એટલું બધું પણ ના કરવું જોઈએ કે તેઓ આળસુ બની જાય. બાળકોને રસ્તો બતાવો અને સમજાવો, એ રસ્તા ઉપર ચાલવા તેમને ખુદને જ દયો. પડશે, વાગશે પણ પાછળ જુએ તો તમને ઉભેલા જોવે પણ તમારે તેમને હિંમત આપવાની છે અને ફરીથી એના પગ ઉપર જ ઉભા થવા દેવા. જો આમ થશે તોજ તેમને મહેનતની અને પૈસાની કિંમતની સાથે પોતાના સ્વાભિમાનની કિંમત સમજાશે. પોતાની જીંદગી પણ જીવો અને આપણી સાથે હોઈ તેમની જીંદગી પણ સુંદર અને સરળ બનાવો. સ્વાર્થી નહી સાચા, સ્પષ્ટ અને મીઠાં બનો.

તો મિત્રો આપણી ઉપર દેવું થાઈ એટલું ખર્ચવું નહી અને આપણા બાળકો આળસુ બની જાય તેટલું બચવવું નહી. તો ચાલો આ વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરી ચોક્કસ જણાવશો અને તમારા સાથ માટે ખૂબ આભાર. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ  આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!