દાન કરવાથી પૈસા જાય છે, લક્ષ્મી નહી....../ if we do charity goes money not laxmi....

 

દાન કરવાથી પૈસા જાય છે, લક્ષ્મી નહી....../ if we do charity goes money not laxmi....

આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે એવી ધનસંપતી ભેગી કરીએ કે આપણે મર્યા પછી પણ આપણી સાથે લઈ જઈ શકીએ અને જયારે જરૂર પડે ત્યારે વાપરી શકીએ અને આપણી માટે સુખ-શાંતી ખરીદી શકીએ. જોકે આપણે આપણી જીંદગીનો મોટોભાગ લગભગ ધન કમાવવા પાછળ જ વાપરીએ છીએ અને આપણી માટે તથા આપણી આવતી પેઢીઓના સુખનો વિચાર કરી તેની માટે પણ ભેગું કરીએ જ છીએ.

પણ ક્યારેય વિચાર્યું છે કે આપણે આટલુ ધન, આટલા બધા રૂપિયા અને આટલી બધી મિલ્કત ભેગી તો કરીએ છીએ પણ આપણે તેનો પૂરો ઉપયોગ કરી શકીએ છીએ???? આપણે હંમેશા વિચારીએ કે આપણી પાસે જયારે હશે ત્યારે કરશું આથી આપણે બેવડું જોર લગાવીને કમાવા લાગી જઈએ છે. કોઈ મદદ માંગવા આવે તો પણ કહીએ કે ભાઈ અમારું માંડ માંડ પૂરું કરીએ છીએ તો તમને કેવી રીતે મદદ કરી શકીએ!! જો હોત તો ના ન પાડત, કઈંક આવા જ જવાબો આપણે આપતાં હોઈએ છે. પરંતુ આપણે આપણી પાસે પૂરતું ના હોઈ ને બીજાને થોડી મદદ કરીએ તો એમની દુઆ કે આશીર્વાદ પ્રાપ્ત થાઈ તો એ એવી કમાણી છે જે મર્યા પછી પણ કામ લાગે છે. આથી ભૌતિક કમણીની સાથે સાથે દુઆઓની અને આશીર્વાદની કમાણી પણ કરતું જવાનું. એટલે કે થોડું દાન પણ કરવાનું.

ઈશ્વરે આપણને એટલી સક્ષમ પરિસ્થિતિ આપી હોઈ કે આપણે કોઈની મદદ કરી શકીએ કે તો એ ખૂબ ઉત્તમ છે. આમે પણ બધા જ ધર્મોમાં દાન, ચેરિટી કરવાનું કહ્યું છે અને તેનું મહત્વ પણ ખૂબ છે. દાન આપણે આપણા પાપ કે પછી કુકર્મ ધોવા માટે નહી પણ આપણે આ ધરતી ઉપર આવિયા છે તો એનું ઋણ પણ આપણી ઉપર છે આથી હું દાન કરું છું એ અભિમાન સાથે નહી પણ હું આ કુદરતનું ઋણ ચૂકવું છું એ નમ્રતા સાથે કાર્ય કરવાનું છે. આથી નામના માટે નહી પણ આપણામાં નમ્રતા બની રહે તે માટે આપણે દાન કરવાનું છે. આપણી પરિસ્થિતિ પ્રમાણે કરવાનું છે. દિલથી અને ખરા હૃદયથી કરેલું દાન પ્રભુ અવશ્ય સ્વીકાર કરે છે અને આપણા પુણ્યો રૂપે ભેગી થતી પુંજી તેની બેંકમાં જમા પણ કરી લ્યે છે. આ એવી પુંજી છે કે આપણે મર્યા પછી ઈશ્વર ખુદ આપણને વાપરવા આપે છે. આપણી કમણીના અમુક ભાગના ભાગીદાર આ ધરતી ઉપર રહેતા લોકો  પણ થાઈ જ આથી આપણી શક્તિ પ્રમાણે મદદ કરવી.

આપણને ભગવાને ઘણું આપ્યું હોઈ અને તેમાંથી થોડું દાન કરીએ તો ક્યારેય એમ નહી વિચારવાનું કે મારા રૂપિયા પૈસા જાય છે કે ઓછા થઈ જશે. આપણા હાથની કે ઘરમાં રહેલી ઘડિયાળની બેટરી પૂરી થઈ જાય અને બંધ પડી જાય તો શું સમય બંધ પડી જાય છે???? શું આપણે ખોટું બોલીએ કે જુઠને છુપાવીએ તો શું સત્ય છુપાઈ જાય છે??? ના બિલકુલ નહી. ઘડિયાળ બંધ પડીએ સમય બંધ નથી પડતો, ખોટું છુપાવવાથી ખોટું અને જૂઠું છુપાઈ છે પણ સત્ય નહી બસ તેવી જ રીતે દાન કરવાથી આપણું ધન કે રૂપિયા જાય છે પણ તે રૂપિયા અને ધન આપનારી મા લક્ષ્મી તો હંમેશા આપણી સાથે જ રહે છે આથી જેટલું આપશું તેટલું ઈશ્વર આપણને આપશે જ.

આ વિશે ચોક્કસ વિચારજો મિત્રો અને તમારા વિચારો ચોક્કસ કમેન્ટ કરીને જણાવશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day