દિલાસો કે ખુલાસો સમયસર હોઈ તો જ કામનો...../If you give consolation or explanation, give it on time otherwise its not worth it....
ૐ
દિલાસો કે ખુલાસો સમયસર હોઈ તો જ કામનો...../If you give consolation or explanation, give it on time otherwise its not worth it....
આપણે બધા સમયનું મહત્વ જાણીએ જ છીએ છતાંએ આપણે ઘણી વખત બેદરકારી દાખવીએ છીએ. જીવનમાં બધું સમયસર થઈ જતું હોઈ તો કેટલું સરસ!!! બધાને સમયનો સદુપયોગ તો કરવો છે પણ કોઈને કોઈ કારણોસર આપણે આપણા કામ સમયસર નથી કરતા કે કરી શકતા. જો કે આ બાબતની જવાબદારી આપણે બીજા ઉપર નાખતા હોવાથી આપણી ભૂલ સમજાતી જ નથી. પરંતુ જીવનમાં અમુક કામ સમયસર થઈ જ જવા જોઈએ, તેમાના આ બે કામ મુખ્ય છે. દિલાસો આપવાનું અને બીજું ખુલાસો કરવાનું. મને લાગે કે તે સમયસર થઈ જવું જોઈએ.
આપણે બધા પરિવાર, મિત્રો, આડોસી-પાડોસી અને આપણા સહકાર્યકર્તાઓની વચ્ચે રહીએ છીએ. બધાને પોતપોતાની જીંદગીઓ છે. આપણા કામકાજ અને સમય અનુસાર બધાની સાથે હળવા મળવાનું બનતું હોઈ છે. ઘણી વખત ખૂબ મોટા પરિવારો હોઈ એમાં પણ લોકો ખૂબ શાંતિ અને સંપથી રહેતા હોઈ છે તો ક્યારેક નાનો પરિવાર હોઈ તો પણ કોઈને બોલે વ્યવહાર ના હોઈ. એવું આપણે ઘણીવાર જોવામાં આવતું હોઈ છે અને ત્યાં મને સમજદારીનો અભાવ જણાય છે. હંમેશા યાદ રાખવું કે આપણે બધા આત્માઓ એકબીજાની સાથે કર્મબંધનથી જોડાયેલા છીએ અને એટલે એકબીજાના ઋણાનુબંધ ઉતારવાના છે સારો વ્યવહાર કરીને. આ વ્યવહાર ખાલી ઉપરછલો જ ના હોવો જોઈએ. આપણા સંબધો અને બંધનો આ શરીર સાથે જોડાયેલા છે જયારે એની અંદરનો આત્માને તો મુક્ત છે. તે દિવ્ય આત્મા ના તો સ્ત્રી છે કે ના પુરુષ, તે દિવ્ય આત્માએ ફક્ત સ્ત્રી કે પુરૂષનું શરીર પહેર્યું છે અને તે જે શરીર છે તે જ જન્મે અને મરે છે આપણો આત્મા તો અવિનાશી અમર છે.
પરંતુ આ સંસારમાં આવ્યા છે તો આપણે એક સમાજ સાથે જોડાયેલા છીએ અને તેના અમુક નિયમો આપણે પણ પાળવા જ જોઈએ. જેટલા આત્મભાવથી જીવીશું એટલા દુઃખી ઓછા થઈશું. છતાએ પણ શરીર સાથે જોડાયેલા સંબંધો માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છે અને ફરજમાં આવે તે કરવું જ જોઈએ. સુખી થવું હોઈ તો આપણે બીજા માટે શું કર્યુ તે નહી પણ સામેની વ્યક્તિએ આપણી માટે શું કર્યુ તે હંમેશા ધ્યાનમાં રાખવાનું અને એ પણ સદગુણો યાદ રહે તો સૌવથી ઉત્તમ.
જીંદગીમાં સંબંધો હોઈ તો સમજ - ગેરસમજ પણ થતી રહેતી હોઈ છે પણ જયારે એ સમજ ગેરસમજનો ખુલાસો સમયસર કરી નાખવાથી વાત બગડતી અટકી જાય છે. ઈમાનદારી પૂર્વક કરેલ પ્રયત્ન ક્યારેય નિષ્ફળ નથી જતો. સંબંધોમાં હંમેશા ઈમાનદારી અને સમજદારી રાખવાથી તેમાં મીઠાસ અને લાગણીઓ બની રહે છે.
આ ખુલાસાની જેમ જ આપણને ખબર પડે કે આપણું સ્વજન કોઈ દુઃખી છે કે કંઈ પણ તકલીફ છે તો એમને દિલાસો તરત આપવો. બનતી મદદ થાઈ તો ચોક્કસ કરવી પણ જો તેમ ના થઈ શકે તો મીઠાસથી બોલેલા એ શબ્દો પણ દુઃખી વ્યક્તિને સાંત્વના આપવા માટે પૂરતા છે. મુખ્ય બાબત તો સમયસર તેમને શાંતિ અને સાંત્વના આપવી જરૂરી છે. જે સમયે તે દુઃખી હોઈ તે સમયે તેમને પૂછવું અને તેમનું ધ્યાન રાખવું એ ખરા સમયે આપેલી દવા જેવું કામ કરે છે જે તેને એ દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરે છે. બાકી સમય તો એનું કામ કરશે જ. એજ સૌવથી મોટી દવા છે પરંતુ જયારે પોતાનાઓનો સાથ હોઈ ત્યારે એ સમય સરળતાથી પસાર થઈ જાય છે. બધા પાસે એ મુશ્કેલ સમયમાંથી બહાર આવવાની હિંમત નથી હોતી.
યાદ રાખો મિત્રો સમય છે ત્યાં જ છે આપણે આપણા કર્મોથી તેને ઝડપી અને ધીમો બનાવીએ છીએ આથી સમય મુજબ અને સમયસર વર્તન કરવું એ બુદ્ધિશાળી અને સમજદાર માણસનું કામ છે. ચોક્કસ વિચારજો...... તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
મારા બીજા બ્લોગ્સ વાંચવા માટે જુઓ,
shamdivine.blogspot. com
આપના અવિરત સાથ માટે ખૂબ આભાર.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો