જીવનમાં જે છે તેનો આનંદ લેવો હોઈ તો??/If you want to enjoy what you have in life ??
ૐ
જીવનમાં જે છે તેનો આનંદ લેવો હોઈ તો??/If you want to enjoy what you have in life ??
જીવનમાં હંમેશા એવા વણાંકો આવતા જ રહેતા હોઈ છે કે જ્યાંથી આપણા જીવનના નવા રસ્તા ખુલે છે. અત્યારે તમે ઉમરના જે પણ પડાવે હોવ, બે ઘડી થોભો અને થોડી તમારી યાદશક્તિને રિવાઇન્ડ કરો. ધીમે ધીમે પાછળ જાવ અને જોતા જાવ કે તમે જયારે એ મુકામ પર હતા ત્યારે તમે કેવું વિચારતા?? તમને શું ગમતું? તમે તમારી પાસે શું હોવાની કલ્પના ત્યારે કરી હતી? એવી કઈ ઈચ્છા અને વિચારો પ્રબળ હતા? શું અત્યારે તે ઈચ્છાને જીવીએ છીએ? એ વિચારો બુદ્ધિપૂર્વકના હતા કે તેને યાદ કરીને આજે પણ હસવું આવી જાય છે? આજે આપણે જે જીવન જીવીએ છીએ તેમાં આનંદ કેટલો છે? અફસોસ કેટલો છે? ઓહ!! બાપરે!! કેટલા બધા પ્રશ્નો!! આ બધા પશ્નોના જવાબ પણ આપણી પાસે જ છે.
હું જ્યારે મારા જીવનને રિવાઇન્ડ કરીને જોવ છું તો ખૂબ સુંદર, સરળ અને પાણીના રેલાની જેમ અવિરત વહેતુ મારું જીવન કઈ શકું. આજે પણ યાદ કરું તો નાની હતી ત્યારે મને વાતો કરવાનો શોખ હતો. મને યાદ નથી પણ લગભગ ચાર પાંચ વર્ષની ઉંમર હશે. કોઈ ઘરે આવે હું સાચી ખોટી બોવ વાતો કરતી. મને એ પણ યાદ આવે છે કે મરે લોકોની સેવાનું કામ કરવું હતું એટલે ડોક્ટર બનવું હતું. જોકે બની ના શકી એનો અફસોસ પણ નથી. હું નાની હતી ત્યારે અમારી બાજુમાં એક બહુ દિગ્ગજ કવિ રહેતા હતા જેમનું નામ કવિ શ્રી રતિલાલ છાયા હતું. અમે બધા તેમને દાદા કહેતા. એ સમયે સાંજે બધા જમી કરી નવરા થાઈ એટલે ગલીમાં ખુરશીઓ નાખીને બેસવાનો નિયમ. અમારા દાદા પાસે તો ઘણા મોટા મોટા સાહિત્યકારોનું ઉઠવું બેસવું. અમે નાના લાગ્યે. અમારું બધાનું ત્યાંજ આજુબાજુમાં રમવાનું રહેતું. ત્યારે હું અનાયાસે તેમની કવિતાઓ, તેમની સાહિત્યને લાગતી વાતોને બધું સંભાળતી ત્યારે મને કવિ થવાનું મન થતું. મને ચિત્રો બનાવવા પણ ખૂબ ગમતા. મારા ગુરુ કવ કે શિક્ષક ખૂબ સીધાસાદા શ્રી અરશીભાઈ રાણા કેશવાલા, ખૂબ જ ઉમદા કલાકાર, તેમના ચિત્રો વિશે તો કહેવું જ શું!!! ત્યારે એમ થતું કે મારે કવિ બનવું છે અને મારી જે કવિતાની કલ્પનાઓ છે તેને ચિત્રો વડે કાગળ ઉપર ઉતારવી છે. કેમ કે ત્યારે મેં એમ સાંભળ્યું હતું કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જોકે અત્યારે ના તો હું કવિતાઓ લખુ છું કે ના તો હું ચિત્રો દોરું છું પણ હા એક સંતોષજનક સેવાનું કામ તો અવશ્ય કરું જ છું. પણ આજે હું જે થોડું ઘણું લખીને મારા વિચારો રોજ તમરી બધા સાથે વહેંચીને તમને હેરાન કરું છું તેનો શ્રેય અમારા દાદાને આપીશ.
બધું બદલાતું રહે છે તેમ બાળપણથી જુવાની ને પછી લગ્ન અને પછી વિદેશમાં વસવાટ. દેશ છૂટ્યો પણ તેના પ્રત્યેની લાગણીનાં છૂટી. અંગ્રેજી અપનાવી પણ ગુજરાતીને હંમેશા દિલમાં વસાવી. જીવનના વહેણ વહેતા ગયા અને સુખ દુઃખ ભરતી ઓટ બનીને આવતા રહ્યા. જીવનની મુસાફરીમાં મળેલા સંબધો સમયે સમયે છુટા પડતા ગયા. કોઈના સ્ટેશન આવી ગયા તો કોઈની મુસાફરી પૂરી થઈ ગઈ તો કોઈ વચ્ચે આવતા સ્ટેશનથી સાથે આવતા ગયા અને ફરીથી આજે ભુલાઈ ગયેલ કવિ બનવાની ઈચ્છા દરરોજ મારા વિચારો દ્વારા રજુ કરતી રવ છું. એ સમયે વિચાર્યું નોહતું કે હું જે લખીશ તે દરરોજ હજારો માણસો વાંચશે અને એ પણ દુનિયાના દરેક ખૂણામાં. તેમની માટે આ ટેક્નોલોજીની શોધ કરનાર એ મહાન લોકોનો ખૂબ ખૂબ આભાર.
અત્યારે યાદ કરતા લાગે કે નાનપણમાં ઘણી હિંમત તો કરી જ હતી. આપણા આત્માની એક પ્રતિભા હોઈ છે. આપણે હંમેશા એજ હોઈએ છે પણ એ જે આપણી પ્રતિભા હોઈ છે તેણે ઓળખવા માટે આપણે સમય જ નથી કાઢતા. આપણે આખી જીંદગી બીજાને ખુશ કરવા માટે કામ કરીએ છીએ પણ આપણને એવું ક્યું કામ છે કે જે કરવામાં આપણને ખુશી મળે અને એ કામ કરીને લાગે કે આપણે આ કામ કરવા જ દુનિયામાં આવિયા છીએ. આની માટે બહુ કઈ કરવાની જરૂર નથી બસ પોતાના અંદરના અવાજને સાંભળવાની જરૂરી છે જેને જવાબદારીઓના ભાર નીચે દબાવતા જઈએ છે. જીવનના દરેક પડાવ ઉપર ઈશ્વર આપણી સામે સકારાત્મક અને નકારાત્મક એમ બેય વિકલ્પો આપે છે પણ આપણે હંમેશા નકારાત્મક વિકલ્પ પસંદ કરી બીજાની દયા અને સહાનુભૂતિ મેળવવામાં જ જીંદગી વિતાવીએ છીએ. પરંતુ થોડી હિંમત કરી સકારાત્મક પગલું ભરી જીંદગીના વહેણને બે કિનારા વચ્ચે જ વહેવા દઈએ અને જીવનમાં જે છે તેનો આનંદ લઈએ વગર ચિંતાએ કે આપણી પાસે એ નથી. એટલા કે ગ્લાસ ભલે અડધો ખાલી હોઈ પણ અડધો તો ભરેલો જ છે આથી જે ભરેલું છે તેનો ભરપૂર આનંદ લઈએ.
તો મિત્રો, તમારા વિચારો પણ મારી સાથે કમેનેટ કરીને ચોક્કસ વહેંચશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏 મારા બીજા બ્લોગ્સ માટે shamdivine. blogspot.com ઉપર જાવ. Thank you





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો