શું એ જરૂરી છે કે જેનું બ્લડગૃપ પોઝિટિવ હોઈ એના વિચારો પણ પોઝિટિવ જ હોઈ?????/ Is it necessary that, those whose blood group is positive should also be positive ?????
ૐ
શું એ જરૂરી છે કે જેનું બ્લડગૃપ પોઝિટિવ હોઈ એના વિચારો પણ પોઝિટિવ જ હોઈ???/ Is it necessary that, those whose blood group is positive should also be positive ???
આ દુનિયામાં ઈશ્વરે અગણીત જીવો બનાવ્યા છે અને દરેક જીવમાં ઘણું બધું જુદાંપણું છે. જો કંઈ સામ્ય હોઈ તો એ છે લાલ રંગનું રક્ત. જી હા! ઈશ્વરે બધાના શરીરોમાં રક્ત એટલે કે લોહી આપ્યું છે અને બધાના લોહીનો રંગ લાલ છે. ભલે બધા જ જીવો રંગે, રૂપે, આકારે, સ્વાભાવે બધી જ રીતે અલગ હોઈ પણ એને જીવિત રાખતું રક્ત લાલ રંગનું જ છે. હા, બધાના રૂપ રંગ ઉપર તેમના અનુવંશિક કારણો અને એ જે સ્થળ ઉપર હોઈ ત્યાંની આબોહવા અને વાતાવરણ મુજબ ચામડીનો રંગ હોઈ પરંતુ લોહી તો બધાનું લાલ રંગનું જ છે.
અત્યારે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે અને તેની શોધ મુજબ આ લાલ રંગના લોહીના જુદા જુદા વિભાજન કર્યા છે. A, B, AB, O positive અને એજ રીતે A, B, AB, O negative. આમ જોઇએ તો બધાના લોહી એકસરખા લાલ રંગના દેખાઈ પણ અંદર પાછુ કઈંક જુદાંપણું હશે કે દરેકને દરેકનું લોહી આપી ના શકાઈ. હા તમે ધારો તો ગમે તેનું લોહી પી શકો ( એટલે કે કોઈને એના બ્લડ ગ્રુપ જાણ્યા વગર હેરાન કરી શકો ). આ તો ખાલી હસવાનું થાઈ. લગભગ દરેક મનુષ્યને ઈશ્વરે બુદ્ધિ, અને બીજા શરીર સરખા જ આપ્યા છે પણ મનુષ્ય તેનો કઈ રીતે અને કેવી રીતે ઉપયોગ કરે છે તેની ઉપર એના સુખી થવાનો અને દુઃખી થવાનો આધાર રહે છે.
દરેક પ્રાણીમાત્રને સુખી થવું જ ગમે છે. કોઈ ભગવાન પાસે દુઃખની માંગણી નથી કરતું. પરંતુ આપણા સુખ દુઃખનો આધાર આપણા બ્લડ ગ્રુપ સાથે નથી. બ્લડ ગ્રુપ પોઝિટિવ હોઈ કે નેગેટિવ એમાં કાંઈજ ફર્ક નહી પડે પરંતુ જો તમારી બુદ્ધિમા વિચારો પોઝિટિવ કે નેગેટિવ હશે તો બહુ ફર્ક પડશે. આ પોઝિટિવ અને નેગેટિવ એટલે કે સકારાત્મકતા અને નકારાત્મકતા એ કંઈ એનીમેળે જ નથી આવતી. હા આત્માના થોડા ગુણ અને અવગુણ હોઈ છે જેની આપણને દુનિયામાં આવતા સાથે નથી ખબર પડતી. સમય વીતતો જાય એમ સમય સંજોગો પ્રમાણે આપણે કેવી રીતે વરતીએ છીએ અને કઈ રીતે એમાંથી બહાર આવીએ છીએ એની ઉપરથી આપણે આપણી જાતનું વિશ્લેષણ કરવું જોઈએ.
ઘરમાં નાનકડું બાળક હોઈ તો ક્યારેક તે રમતું હોઈ તો એનું શાંતિથી નિરીક્ષણ કરજો. તમે એની ઉપરથી એની સકારાત્મકતા અને નકારાત્મકતા વિશે જાણી શકશો. આથી જ તો ઘરનું, પરિવારનું, તેની સાથે રહેતા મિત્રો અને શાળાના વાતાવરણની બાળક ઉપર અસર ખૂબ પડે છે. પરંતુ શરૂઆત ઘરથી થાઈ છે. જયારે બાળકો નાના હોઈ ત્યારે જ તે કઈ રીતે એની રમતોમાં મિત્રો સાથે, નાની નાની આવતી તકલીફો સામે કેવી રીતે વર્તે છે, તે ખૂબ મહત્વનું છે. ઘણી વખત બાળકો જીદી હોઈ, ઘણી વખત પોતાના રમકડાં બીજા સાથે શેર ના કરવા હોઈ આવી ઘણી બધી બાબતો છે જે બાળકોને નાનપણથી શીખવાડવામાં આવે કે સમજાવવામાં આવે તો તે બાળક મોટું થતા જીંદગીની બીજી મોટી મુશ્કેલીઓમાં પણ સરળતાથી નીકળી જશે. આ ધ્યાન આપણે માતા પિતાએ થોડા વર્ષ રાખવું પડે છે પછી તો બાળકો જે ઘરમાં જુએ અને પોતે એ રીતે જ મન અને બુદ્ધિનું સકારાત્મક અને સરળતાથી વિચારવાનું પ્રોગામિંગ બની જાય છે. સુખ દુઃખ, સારી પરિસ્થિતિ અને ખરાબ પરિસ્થિતિ, સારા લોકો ખરાબ લોકો, આ બધું તો જીવનના ભાગ રૂપે આવતા જતા રહે છે પરંતુ કોઈની તાકાત છે કે સકારાત્મક એને સ્થિર બુદ્ધિ અને મનવાળા માણસને કોઈ દુઃખી કે વિચલિત કરી શકે!!!
આથી મિત્રો તમારું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોઈ કે નેગેટિવ ગભરાતા નહી બસ તમારા વિચારો, વાંચન અને ચિંતન ઉપર ધ્યાન દેજો કારણ કે એ ખૂબ જ મહત્વનો ભાગ તમારા પોઝિટિવ અને નેગેટિવ હોવા ઉપર પાડશે. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા બ્લોગ્સ વાંચવા માટે shamdivine.blogspot.com ઉપર જુઓ. તમારા દરરોજના સુંદર સાથ માટે ખૂબ આભાર.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો