ભેળસળિયા અમૃત કરતા ચોખ્ખુ ઝેર સારુ...../ pure poison is better then impure nector...

 

ભેળસળિયા અમૃત કરતા ચોખ્ખુ ઝેર સારુ...../ pure poison is better then impure nector...

આ બ્રહ્માંડમાં બધું બદલાતું રહે છે કારણ કે તે કુદરત છે. પરિવર્તન એ સંસારનો અને કુદરતનો નિયમ છે. દરેક, જે આ સંસારમાં પંચભુતોનું (ધરતી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ ) બનેલું છે, તે બધું જ પરિવર્તનશીલ અને નાશવંત છે, એ એકસો ને દસ ટકા સાચું છે. એટલે કે આ દુનિયા, આપણે બધા જીવો બધું જ. બધાનો એના અમુક સમય પછી નાશ થાઈ જ છે. જો કંઈ નાશ ના પામતું હોઈ તો એ છે આપણો આત્મા અને આપણા સુકર્મો. બાકી આ દુનિયામાં કોઈ આ શરીર સાથે અમર નથી થઈ શકતું.

આપણે બધા ખૂબ મહાન પરમાત્માના દિવ્ય અંશ છીએ અને આપણે એ સાંભળીએ છીએ પણ ક્યારેય એ વિશે જાણવાની કે આપણે હકીકતમાં  છીએ કોણ તે શોધ કરવાની તકલીફ લેતા જ નથી. આ બધું સાંભળીએ છીએ, જાણીએ પણ છીએ પરંતુ ક્યારેય સ્વાનુભવ કરવાની તકલીફ લેતા નથી. જો એ કોશિષ થોડી કરીએ તો થોડી કોશિષમાં પણ આપણા સામાન્ય સંસારી મનુષ્યની જીંદગી ઘણી સરળ થઈ જાય. પરંતુ હંમેશા અધૂરું જ્ઞાન નાશનું કારણ બને છે કારણ કે અધૂરું જ્ઞાન અભિમાનનું કારણ બને છે અને આપણે બધા જ જાણીએ છીએ કે અભિમાને તો ભલભલાના માથા કપાવી નાખ્યા છે તેનો ઇતિહાસ સાક્ષી છે. એક જ ઉદાહરણ બસ છે લંકાપતિ રાજા રાવણનું.

આપણે બધાજ જીવનમાં સત્યનો, પ્રેમનો, વિનમ્રતાનોને એ બધાનો આગ્રહ રાખીએ તો છીએ પણ આપણી જાત પાસે નહી બીજા પાસે એટલે દુઃખી થઈએ છીએ. આપણે જયારે બીજાને આપીએ ત્યારે એમાં ખૂબ ભેળસેળ કરીને આપીએ છીએ એટલે કે ઉપરથી સારા થવાનો, પ્રેમ, દયા વગેરે બતાવીએ છીએ પણ અંદરથી આપણે બીજું જ ઇચ્છતા હોઈએ છે, જે ખૂબ જ ખતરનાક છે એટલે કે દિલમાં કઈંક ભાવના હોઈ અને બહાર વર્તનમાં બતાવીએ કઈંક તે  ભેળસેળ અને બનાવટ આપણી દરેક વસ્તુના, સંબંધોના અને આપણા સદગુણોના વિનાશનું મુખ્ય કારણ બને છે.

ખોટી બનાવટ કરતા જેવું સામે હોઈ તેની સાથે વ્યવહાર કરવું સરળ રહે છે પરંતુ બનાવટી હોઈ તેની સાથે તો આપણને ખબર જ નથી પડતી કે શું કરવું?? આ પેલી ખાલી પિસ્તોલ જેવું છે કે, ખાલી પિસ્તોલ જેની સામે તાકી હોઈ એ તો ડરે જ પણ આપણા હાથમાં ખાલી પિસ્તોલ છે એ આપણને ખબર છે એથી આપણે પણ મનથી તો ડારેલા જ રહીએ છીએ કારણ કે સત્ય શું છે એ આપણને જ ખબર છે. એની જેમ આપણે બીજા સાથે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે એ અંદરથી કેવો છે એ આપણને જ ખબર છે આથી જો ભરેલ પિસ્તોલ જેવો સાચો હશે તો સામેવાળાએ જ ડરવાનું છે પરંતુ ખાલી પિસ્તોલ જેવો બનાવટી હશે તો સામેવાળો તો આપણી સત્યતાથી અજાણ છે પણ આપણે તો ડરવું જ રહ્યું કારણ કે સત્ય તો સુરજના પ્રકાશની જેમ સામે આવવાનું જ છે.

અત્યારે સમાજમાં ઘણા કિસ્સાઓ બને છે અને આપણે દરરોજ સમાચારોમાં જોયે પણ છીએ કે ઘણા માણસો આત્મહત્યા કરે છે. એમાં ઘણા કિસ્સામાં વાંચ્યું છે કે ભેળસેળ વાળું ઝેર પીવાથી મોત તો ના થયું પણ જીંદગી જીવવા જેવી પણ ના રહી. લઠ્ઠાકાંડના જે કિસ્સા બને તે એજ છે. સાચું પીયને મરીએ તો પણ સાચું પીધાનો આનંદ રહે પણ ભેળસેળ વાળું પીને મરવું એના કરતા ચોખ્ખું ઝેર પીને મરવું સારુ. એમાં ખબર તો હોઈ કે મોત આવશે જ પણ ભેળસેળ વાળામાં તો ના જીવ્યા જેવા રહીએ કે મરવા જેવા રહીએ. અમૃત વિશે તો આપણે વાંચ્યું ને સાંભળ્યું જ છે પણ જો કોઈ આપણને આપે કે આ અમૃત છે પણ થોડું એમાં ભેળસેળ છે તો એને પીવું તે નરી મૂર્ખાઈ જ છે. તો આપણે પણ અંદરથી અને બહારથી એકસરખા રહેવાનો પ્રયત્ન કરીએ કારણ કે જે બહાર છે તે બહારવાળા જ જોઈ શકે છે પરંતુ જે અંદર છે તે બહારવાળા ક્યારેક તો જોશે જ પણ આપણી અંદર જે છે તે સૌવથી પહેલા આપણો આત્મા જોશે એટલે આપણે ક્યારેયક તો એને જવાબ આપવો જ પડશે. દરેક વખત આપણે તેને નજરઅંદાજ નહી કરી શકીએ.

આ બાબત ચોક્કસ વિચારજો મિત્રો!!! તમારા વિચારો કમેન્ટ કરી ચોક્કસ જણાવશો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday