ઈશ્વરના જગતનો એક નિયમ છે કે જેવી રીતે ભેગું કર્યુ તેવી જ રીતે જાય અને આવે ભલે પછી તે ધન હોઈ, ઈજ્જત હોઈ કે પછી આપણા કર્મ...../There is a rule in the world of God that it goes and comes as it is, whether it is wealth, honor or our deeds

 

ઈશ્વરના જગતનો એક નિયમ છે કે જેવી રીતે ભેગું કર્યુ તેવી જ રીતે જાય અને આવે ભલે પછી તે ધન હોઈ, ઈજ્જત હોઈ કે પછી આપણા કર્મ...../There is a rule in the world of God that it goes and comes as it is, whether it is wealth, honor or our deeds

કેટલી અદ્ભૂત છે ઈશ્વરની આ દુનિયા જેમાં બધા જે ધારે તે પોતાની મહેનતથી પ્રાપ્ત કરી શકે છે. ઈશ્વર બધાને એના કર્મો પ્રમાણે શક્તિ, ભક્તિ,બુદ્ધિ અને સદબુદ્ધિ આપે છે. બાકી ઈશ્વરે આખી જીવશ્રુષ્ટિ માટે બધું સરખું જ આપ્યું છે બસ આપણે બધાએ આપણી નિતી અને મતિ પ્રમાણે મેળવવાનું છે. ઈશ્વર કહો, કુદરત કહો કે પછી બીજું ગમે તે પણ તેના આ દુનિયાને ચલાવવાના કાયદાઓ બધા માટે સરખા છે પરંતુ એના ફળ આપણને આપણા કર્મો અનુસાર મળે છે.

આપણે જે નિતી અને મતિ સાથે પ્રાપ્ત કરીએ છીએ એ જ રીતે કુદરત આપણને આપે છે આથી કુદરતે નહી પણ આપણે સાવધાની પૂર્વક બધું મેળવવાનું છે. આટલી સરસ દુનિયા ભગવાને બનાવી છે તો ચોક્કસ મજા તો કરવાની જ હોઈને. તમે વિચારો આપણે ક્યાંય પૈસા આપીને સુંદર જગ્યાએ રજાઓ કરવા જઈએ અને ત્યાં આપણે સુંદર હોટલમાં રહીએ, સરસ મજાનું ખાઈએ પીએ, સુંદર જગ્યાઓ જોઈએ અને ખૂબ આનંદ કરીએ. આપણે એક એક પૈસો વસુલ કરીએ છીએ, સાચુંને!!!! તો પછી વિચાર કરો કે જેણે આ દુનીયા બનાવી છે તે આપણને બધું જ મફત આપે છે. તેમાં આપણે બેઈમાની કરીએ તો એ કુદરત પણ પછી એમ જ વર્તશે જેમાં અતિવૃષ્ટિ, ભૂકંપ, બીમારીઓ વગેરે હશે. આથી આપણે આપણા કર્મો પ્રત્યે ખૂબ સાવધાન રહેવાનું છે. જે નિતી અને મતિ સાથે કર્મ થયેલું હશે એજ રીતે તે બધું આપણી પાસે ટકશે, પછી તે ગમે તે હોઈ.

આ દુનિયામાં બધા જ પ્રકારના માણસો છે. જો કે આપણે માનવજાતની જ વાત કરવાની છે કારણ આપણને જ ઈશ્વરે આખી જીવશ્રુષ્ટિમાં સૌવથી શ્રેષ્ઠ બનાવ્યા છે  બુદ્ધિ જેવી વસ્તુ આપીને. આ બુદ્ધિની ભેટ બીજા જીવોને આપી છે પણ આપણા જેટલી વિકસિત બુદ્ધિ નથી આપી. એટલે જ તો મનુષ્ય અવતારનું આટલુ મહત્વ છે. આજ મનુષ્ય અવતારમાં માનવી એનો ઈશ્વરના દરજ્જા સુધી પોતાનો વિકાસ કરી શકે છે. આથી આપણે આપણા વાસ્તવિક જીવન મૂલ્યો ભૂલ્યા વગર જીવન જીવવાનું છે અને બધો જ આનંદ લેવાનો છે અને સુખ ભોગવવાનું છે. જી હા, સુખ, કારણ કે કર્મો સારા હશે તો સુખ જ હશે. જો જીવનમાં દુઃખ હોઈ તો એ પણ આપણા વાવેલા કર્મોના ફળરૂપે જ મળેલું હશે. આથી જેમ કહેવત છે કે જગ્યા ત્યારથી સવાર એની જેમ બુદ્ધિ જયારે સદબુદ્ધિ બની જાય, નિતી સુનીતિ બની જાય ત્યારથી કર્મોની ખેતી પૂરી ઈમાનદારીથી કરવાનું ચાલુ કરી દેવાનું. ભલે થોડી વાર લાગશે પણ સમય આવતા જે પાક તૈયાર થશે તે આપણને ખૂબ આનંદ આપશે અને ટકશે કારણ કે નીતિના રસ્તેથી આવેલ હશે. ગંદુ પાણી હોઈ તો એને પણ ચોખ્ખું થતા વાર લાગે છે તો આતો આપણા ગંદા કર્મો છે તેને પણ ચોખ્ખા  કર્મો થતા વાર તો લાગશે પણ ધીરજ પૂર્વક આગળ વધવાનું છે.

આ "જે આપો તે જ મેળવો " એ કુદરતનો સાવ સીધોસાદો નિયમ છે. તમે કોઈને પાંચ હાજર આપ્યા હશે તો એ તમને પાંચ હજાર જ પાછા આપશે તેના કરતા વધારે નહી. એની જેમ તમે કોઈને માનસમ્માન આપ્યું હશે તો એજ તમને પણ પાછુ આપશે, તમે કોઈની મદદ કરી હશે તો એ પણ તમને એમની મદદ આપશે અને એનાથી ઉલ્ટુ કોઈનો અનાદર કાર્યો હોઈ, કોઈનું અપમાન કર્યુ હોઈ, કોઈ સાથે છેતરપિંડી કે દગો કર્યો હોઈ તો આપણને પણ એજ પ્રાપ્ત થવાનું છે, કદાચ એ વ્યક્તિ ના આપે પણ બીજી વ્યક્તિ આપે પણ આપણને મળશે એ તો પાકું જ છે. આથી બસ થોડું સાવધાન થવાનું છે. આખી જીંદગી જે ભૌતિક વસ્તુઓ માટે ઈશ્વરના સંતાનો સાથે આપણે જે દગો અને બેઈમાની કરીએ છીએ, તે વસ્તુઓ આપણી સાથે નથી આવવાની પણ જે નીતિથી એ વસ્તું મેળવી છે કે કાર્ય થયુ હોઈ તે નિતી કે મનોભાવ હંમેશા સાથે રહે છે.

આથી આપણે આપણા વાસ્તવિક જીવન મૂલ્યો ભૂલ્યા વગર જીવન જીવવાનું છે અને બધો જ આનંદ લેવાનો છે અને સુખ ભોગવવાનું છે. જી હા, સુખ કારણ કે કર્મો સારા હશે તો સુખ જ હશે. જો જીવનમાં દુઃખ હોઈ તો એ પણ આપણા વાવેલા કર્મોના ફળરૂપે જ મળેલું હશે. આથી જેમ કહેવત છે કે જગ્યા ત્યારથી સવાર એની જેમ બુદ્ધિ જયારે સદબુદ્ધિ બની જાય, નિતી સુનીતિ બની જાય ત્યારથી કર્મોની ખેતી પૂરી ઈમાનદારીથી કરવાનું ચાલુ કરી દેવાનું. ભલે થોડી વાર લાગશે પણ સમય આવતા જે પાક તૈયાર થશે તે આપણને ખૂબ આનંદ આપશે અને ટકશે કારણ કે નીતિના રસ્તેથી આવેલ હશે. ગંદુ પાણી હોઈ તો એને પણ ચોખ્ખું થતા વાર લાગે છે તો આતો આપણા ગંદા કર્મો છે તેને પણ ચોખ્ખા  કર્મો થતા વાર તો લાગશે પણ ધીરજ પૂર્વક આગળ વધવાનું છે. ચોક્કસ આપણી સાથે આવવની છે અને તે આપણને વ્યાજ સાથે ફળ આપશે આથી નિતી અને કર્મો સાચા રાખો. બાકી અહીંથી કંઈ લઈ તો જવાનું નથી એટલું ચોક્કસ યાદ રાખજો.

તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બ્લોગ્સ વાંચવા જુઓ shamdivine.blogspot.com


Thank you

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday