Upset થઈને શું કરશો?? છેલ્લે થવાનું તો એજ છે જે ઉપરવાળા એ set કર્યુ છે.../What do you do when you are upset ?? The last thing to happen is the same thing that the above has set...
ૐ
Upset થઈને શું કરશો?? છેલ્લે થવાનું તો એજ છે જે ઉપરવાળા એ set કર્યુ છે.../What do you do when you are upset ?? The last thing to happen is the same thing that the above has set....
ગઈકાલે એક નાનકડા બાળકે મને કહ્યું, હું ખૂબ upset છું એટલે મેં પૂછ્યું કેમ શું થયું એટલે કહે આજે મરે નિશાળે નોહતું આવવું અને મમ્મીએ મને ધરાર મોકલ્યો. એટલે હું સમજી ગઈ કે આજ એનો મૂડ ખરાબ રહેશે.
એટલે મેં એને સમજાવવાની કોશિષ કરી. Upset તું ઘરે મમ્મીથી હતો હવે તો આપણે નિશાળે આવી ગયા તો આપણે શું કરીએ, આખો દિવસ upset રહીને ચુપચાપ બેસવું છે કે અહીંયા વર્ગમાં પણ સુંદર બધું set કરેલું છે. આજે આપણે સુંદર રમતો ગોઠવી છે તે રમવાના છે , પછી આપણે મેદાનમાં સુંદર ઝાડ ડેકોરેશન કરવાનાં છે ( ઝાડ શણગારવાના છે ) પછી આજે સરસ મજાનું લંચ (ભોજન ) છે અને બપોર પછી સંગીતનો વર્ગ છે જેમાં આજે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાના છે.
આટલી બધી મજા કરવા માટે અહીંયા છે અને તારા બધા જ મિત્રો પણ આજે આવ્યા છે તો શું કરવું જોઈએ આપણે? એણે તરત જ જવાબ આપ્યો કે મિસ અહીંયા બધું set છે એની મજા કરી લવ હવે હું upset નથી. ઘરે જઈને મમ્મીને કહીશ કે good કે આજે હું નિશાળે ગયો.
કેટલું સરળતાથી બાળક રિસાઈ ગયું અને પાછુ માની પણ ગયું. આપણે પણ આ બાળક જેવા ના બની શકીએ?? આપણે પણ જીવનમાં હંમેશા કઈંક ને કઈંકથી રિસાયેલાં અને upset હોઈએ છે. ક્યારેક કોઈ વ્યક્તિતીથી, તો ક્યારેક પરિસ્થિતિથી તો ક્યારેક પોતાનાથી બરોબરને!!!! પરંતુ આપણે આપણા upset હોવાને એટલું લાંબું ખેંચીએ છીએ કે ક્યારેક જે થોડું સારુ set થયું હોઈ તેને પણ ઉથલપાથલ કરી નાખીએ છીએ. જીવનની નિશાળમાં પણ ઉપરવાળાએ બધું પહેલાથી જ set કરેલું છે આથી upset થવાનો કોઈ ફાયદો નથી. upset થશુ તો પણ થવાનું તો એજ છે જે એણે set કર્યુ છે તો પરિસ્થિતિ થી કે વ્યક્તિથી શા માટે upset થવું!!!
પોતાનાથી બિલકુલ upset નહી થવાનું કારણ કે પોતાથી upset થાશું તો આપણો સાથ કોણ દેશે??? કેમ કે આપણે જ આપણા દોસ્ત અને દુશ્મન છીએ. જેવી આપણે આપણી મિત્રતા મૂકી કે આપણી ઉપર આપણા ખરાબ વિચારો રૂપી દુશ્મન હુમલો કરી બેસશે જે થોડું ઘણું set હશે એને પણ upset કરી ઉથલપાથલ કરી નાખશે. આપણે પણ ઈશ્વરનનું આપેલું જે સેટિંગ છે તેમાં આનંદ લેવાનો પ્રયત્ન ના કરી શકીએ?? ઘણી વખત તો એનું set કરેલું બધું બરોબર જ હોઈ છે પણ આપણે ખણખોદ કરીને બગાડીએ છીએ આપણા વર્તનથી, તો ક્યારેક કારણ વગરના પ્રતિઘાત (reaction ) આપીને.
ભગવાને આપણી યોગ્યતા મુજબ જ આપણા બધાના માટે વ્યક્તિ, પારસ્થિતિ, વસ્તુ બધાનું સેટિંગ કર્યુ હાઈ છે આથી આપણે તેનો આનંદ જ લેવાનો હોઈ છે. Upset થઈને કાં તો બધું બગાડી નાખો અને કાં તો જે set કરેલું છે તેનો આનંદ લેવાનો પ્રયત્ન કરો, આ બે જ વિકલ્પો રહે છે આથી દુઃખી થવાનો કે નાખુશ થવાનું કોઈ કારણ રહેતું જ નથી. કારણ કે પ્રયત્ન કરવો આપણા હાથમાં છે બાકી બધું પહેલાથી જ set છે આથી upset નહી દરેક પરિસ્થિતિ, વ્યક્તિ અને વસ્તુઓ સાથે set થઈ જાવ. આ ઈશ્વરને પણ ગમશે અને જોશે કે આને તો ગમે તેમાં મુકો set જ છે આથી એ જ એનું સેટિંગ આપણી મુજબ ગોઠવશે.
તો upset નહી પણ બધામાં set થાવ અને દરેક સેટિંગનો આનંદ માંણો. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા બ્લોગ્સ વાંચવા માટે જુઓ shamdivine.blogspot.com
સાથ બદલ ખૂબ ખૂબ આભાર.








ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો