ઘણું બધું ભેગું કરીએ છીએ ફક્ત ખાલી હાથે જવા માટે...../We combine a lot just to go empty handed......

 ૐ

ઘણું બધું ભેગું કરીએ છીએ ફક્ત ખાલી હાથે જવા માટે...../We combine a lot just to go empty handed......

આપણે આ દુનિયામાં આવીએ તે છેક છોડીને જઈએ ત્યાં સુધી આપણા મનમાં એક વસ્તુ હંમેશ હોઈ છે અને એ છે, રૂપિયા પૈસા ધનસંપત્તિ. માનવ જીવનના જે ચાર પાયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ મુજબ માણસ જયારે દુનિયા છોડે ત્યારે મોક્ષના, ઈશ્વરના અને પોતાના આત્મ કલ્યાણના વિચારો હોવા જોઈએ. પરંતુ બધું એનાથી ઉલ્ટુ છે. કોઈ વડીલ ખાટલામાં બીમારી ભોગવતું હોઈ તો ત્યારે એને એની સંપત્તિનુ શું થશે એની ચિંતા હોઈ છે. ઘણા લોકો તો આ સંપત્તિના ચક્કરમાં મર્યા પછી પણ પિતૃ બની પરિવારની આજુબાજુ જ ફરતા રહેતા હોઈ છે.

આમ તો ઈશ્વરની આ દુનિયામાં બધું જ આપણી માટે ખુલ્લું મૂક્યું છે અને મહેનત રૂપી ચાવી આપીને કહ્યું કે મેળવી લે બધું પણ ધ્યાન રાખજે રસ્તો નિતીનો અને પોતાની મહેનતનું અને હકનું ખાવાનું રાખજે એટલે ક્યારેય મહાભારત નહી સર્જાઈ. દરેકની એક હદ હોઈ છે જયારે તે ઓળંગાઈ જાય ત્યારે વિનાશ જ હોઈ છે. પછી તે કામની હોઈ, ખાવાની હોઈ, પ્રેમની હોઈ, સહનશીલતાની હોઈ કે પછી નફરતની હોઈ ગમે તે હોઈ પણ એની હદ બહાર જાય એટલે વિનાશ જ વિનાશ વેરે છે. પ્રેમની અતિ પણ બંધન બની જાય છે માટે તે પણ વિનાશનું કારણ બને છે. દરિયો પોતાની હદ વટાવે ત્યારે સુનામી બને છે અને નદીઓ એની હદ વટાવે ત્યારે વિનાશકારી પૂર બને છે. આથી આપણી પૈસા ધન સંપત્તિ કમાવવાની પણ એક હદ હોઈ છે એની ચિંતા કરવાની પણ એક હદ હોઈ છે. દુનિયામાં આવનાર દરેક વ્યક્તિની શું દરેક જીવની જવાબદારી ઈશ્વરે લીધેલી છે. અહીંયા દુનિયામાં આપણે તો ખોટી માથાકૂટ કરીએ છીએ.

આખી જીંદગી ખોટો ભાર લઈને ફરીએ છે. મેં કર્યુ મેં કર્યુની માળા જપતા રહીએ છે. અનાથ બાળકો પણ મોટા થઈ જ જાય છે. ગીતામાં પણ ભગવાને કહ્યું જ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મુજબ અમુક સમયે આપણે આપણી જવાબદારીમાંથી મુક્તિ લઈ જ લેવી જોઈએ અને પોતાની જ જવાબદારી લઈ બીજાને ઉપયોગી થઈએ એવું જીવન જીવવું જોઈએ. આતો પહેલાથી જ બીજાને નડવાનું ચાલુ કરીએ તે છેક દુનિયામાંથી જઈએ ત્યાં સુધી તો ઠીક એ પછી પણ ચાલુ રહે છે. આખી જીંદગી મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, મારી સંપત્તિ, મારું મારું મારું કર્યુ હોઈ તેને છોડીને જવામાં ખૂબ તકલીફ થાઈ જ છે. ગીતામાં કહ્યું તે પ્રમાણે જળકમળવત જીવન જીવવું જોઈએ. સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત.

આપણા જીવનને સુખી કરવા આખી જીંદગી ભેગું કરતા રહીએ છીએ  અને અંતે તો બધું જ અહીં મૂકીને ખાલી હાથે જઈએ છે. આખી દુનિયા જીતવા નીકળેલા સિકંદરે દુનિયા તો જીતી પણ છેલ્લે કહ્યું કે હું મરું ત્યારે મારા હાથ બારે રાખજો કારણ કે દુનિયા પણ જોઈ શકે કે અડધાથી વધારે દુનિયા જીતનાર સિકંદર પોતાની સાથે કંઈ જ નથી લઈ જતો. ખાલી હાથે આવ્યોતો અને એજ ખાલી હાથે પાછો જાય છે. આથી સમય રહેતા સાવધાન મિત્રો, બધા સિકંદરની જેમ આવ્યા અને એની જેમ જ ખાલી હાથે જવાના છે તો પછી પોતા માટે જ શું કામ જીવીએ. એવી રીતે જીવીએ કે બીજાના હૃદયમાં હંમેશા આપણા સત્કાર્યોથી જીવિત રહીએ અને એજ સાચી સંપત્તિ છે જેની ચિંતા અને ચિંતન કરીએ કારણ કે સાથે તો એને પણ નથી લઈ જવાતું.

ચાલો મિત્રો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....